ગેસ બોટલની સબસિડી રદ કરીને ઊંચા ભાવ રાખી ભાજપની મોદી સરકારે કેટલી લૂંટ કરી

PM interacting with the Indian Community, in Cairo, Egypt on June 24, 2023.

How much did BJP’s Modi govt loot in gas bottle subsidy? गैस बोतल सब्सिडी में बीजेपी की मोदी सरकार ने कितनी लूटी?

કેન્દ્રની મોદી સરકારે નવ વર્ષમાં એલપીજીના ભાવમાં 185 ટકાનો વધારો કર્યો હતો. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં 200 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડી આપી માત્ર 17.5 ટકાનો ઘટાડો કર્યો હતો.  એલપીજીની કિંમત 2014માં રૂ.400, 2023માં રૂ.1140 થઈ  હતી.

વળી ગેસ પરની સબસિડી બંધ કરતાં પ્રજાને રૂ.24 લાખ વધારાના ચૂકવવા પડ્યા છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકાર ગરીબોના  BPL કેટેગરીના ગેસ સિલિન્ડરમાં   70 લાખ પરિવારોને દર વર્ષે 500 રૂપિયામાં 12 સિલિન્ડર મળશે. તેનાથી સરકાર પર 3300 કરોડ રૂપિયાની મદદ કરી રહી છે. ગુજરાત સરકાર એ રીતે મદદ કરતી નથી.

વિશ્વમાં સૌથી મોંઘો રાંધણ ગેસ ભારતમાં વેચાય છે. દેશમાં એલપીજીની કિંમત વર્ષ 2014માં મોદી વડાપ્રધાન બન્યા ત્યારે 400 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી.  જે 2023માં 1140 રૂપિયા થઈ ગઈ છે. સરકારે નવ વર્ષમાં કિંમતોમાં 185 ટકાનો વધારો કર્યો છે. હવે ઓગસ્ટ 2023માં એલપીજીના ભાવમાં રૂ.200ની સબસિડી આપીને 17.5%નો ઘટાડો કરવામાં આવ્યો છે.

સાઉદી અરામકોના એલપીજીના ભાવ મુજબ, જાન્યુઆરી 2014માં એલપીજીની કિંમત પ્રતિ મેટ્રિક ટન $1010 હતી. આજના ડોલરના ભાવ પ્રમાણે એક કિલોના રૂ.85 હતા. જે 14.2 કિલોના 1,204 હોવા જોઈતા હતા. પણ મનમોહસ સિંગ માત્ર રૂ.400માં આપતાં હતા. 10 વર્ષ પહેલા સબસિડી વાળા સિલિન્જર પર રૂ. 763નુ નુક્સાન એક સિલિન્ડર પર જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓને થતું હતું.

મોદી રાજમાં 1 માર્ચ 2023ના રોજ કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2119.50 રૂપિયા હતી.

જાન્યુઆરી 2023માં ઘટીને $590 પ્રતિ મેટ્રિક ટન થઈ ગઈ છે. ઓગસ્ટ 2023માં LPGની કિંમત પ્રતિ મેટ્રિક ટન $470 હતી. જે 14.2 કિલોના ગેસ સિલિન્ડરનો ભાવ રૂ.560 થયો હતો. તેના બદલે ભાજપની મોદી સરકાર એક સિલિન્ડરનો ભાવ રૂ.1200 સુધી લેતી હતી.

33 કરોડ ગ્રાહકોના એક મહિનાના એક સિલિન્ડરના વપરાશમાં રૂ.4 લાખ કરોડ ચૂકવે છે. વર્ષે 12 સિલિન્ડરના રૂ.2થી 4 લાખ કરોડ ગેસ કંપનીઓએ પ્રજા પાસેથી વસૂલી લીધા છે.

આમ વિશ્વમાં અડધો ભાવ હતો છતાં 600ના રૂ.1200 વસૂલ કરાયો હતો. તે હિસાબે પ્રજા પાસેથી રૂ.2.4 લાખ કરોડ વધારે લઈ લીધા હતા.

વળી, એલપીજી અથવા રાંધણ ગેસ પરની સબસિડી ચુપચાપ પાછી ખેંચી લીધી હતી. તે હિસાબે સબસિડી એક સિલિન્ડરે 200થી 400 મળતી હોત તો પ્રજાને રૂ.2.4 લાખ કરોડ મળતા હોત. આમ પ્રજાની પાસેથી ભાજપની મોદી સરકારે રીતસર રૂ.2.4 લાખની લૂંટ ધોળા દિવસે કરી છે.

આવી 10 વર્ષની લૂંટ કેટલી થાય? રૂ.24 લાખ કરોડ?

ઓગસ્ટ 2023માં 33 કરોડ LPG ગ્રાહકોને 200 રૂપિયા પ્રતિ સિલિન્ડર સબસિડિ આપવાનું નક્કી કરાયું છે. ફરી રૂ.200 સબસિડી આપવાનો નિર્ણય લીધો છે. સરકારે લગભગ 2-3 વર્ષ પહેલા ગ્રાહકોના બેંક ખાતામાં LPG સબસિડી મોકલવાનું બંધ કરી દીધું હતું. પરંતુ ક્યારેય આ પગલાંની પુષ્ટિ કરી ન હતી.

વર્ષે રૂ. 10,000 કરોડ હશે સબસિડી હશે. 2023ના વર્ષે ખર્ચ રૂ. 7680 કરોડ સબસિડી થશે.

મોટાભાગના ગ્રાહકોની ફરિયાદ છે કે તેમને વર્ષોથી સબસિડીની રકમ મળતી નથી.

ગયા મહિને, સરકારને પૂછવામાં આવ્યું હતું કે ગયા વર્ષે મે મહિનામાં લગભગ $118 પ્રતિ બેરલની ટોચે પહોંચ્યા પછી ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં એલપીજી સિલિન્ડરના ભાવમાં કેમ ઘટાડો કરવામાં આવી રહ્યો નથી. છેલ્લા સાત મહિનાથી ક્રૂડ ઓઈલના ભાવ $60-$80ની રેન્જમાં છે.

દિલ્હીમાં, મે 2020માં ઘરેલુ ઉપયોગ માટેના 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત 581 રૂપિયા હતી, અને ત્યારથી આ વર્ષે માર્ચ સુધીમાં તે સતત વધીને 1,103 રૂપિયા થઈ ગઈ છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં ભારે ઘટાડા છતાં એલપીજીની કિંમતમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો ન હતો.

2022માં ક્રૂડ ઓઈલની વધતી કિંમતોના કારણે 22,000 કરોડ રૂપિયા મળ્યા હતા.

આ સરકારે છેલ્લા 9.5 વર્ષમાં રૂ.30 લાખ કરોડના ઈંધણ પર વેરા વધારી દીધા છે.

સપ્ટેમ્બર 2022 સુધીના પાંચ વર્ષમાં એલપીજીના દરોમાં 58 વખત ફેરફાર કરવામાં આવ્યો હતો. 1 એપ્રિલ, 2017 અને 6 જુલાઈ, 2022 વચ્ચે એલપીજીના ભાવમાં 58 વખત ફેરફાર કરવામાં આવ્યા હતી.

એપ્રિલ 2017માં એલપીજી સિલિન્ડરની કિંમત 723 રૂપિયા હતી અને જુલાઈ 2022 સુધીમાં 45 ટકા વધીને 1,053 રૂપિયા થઈ જશે.

એલપીજીમાં 1 જુલાઈ, 2021 અને 6 જુલાઈ, 2022 વચ્ચેના 12 મહિનાના સમયગાળામાં 26 ટકાનો મોટો વધારો હતો.

જુલાઈ 2021માં આ LPG સિલિન્ડરની કિંમત 834 રૂપિયા હતી.

જુલાઈ 2022 સુધીમાં તેની કિંમત 26 ટકા વધીને 1,053 રૂપિયા થઈ ગઈ હતી.

પેટ્રોલ અને એલપીજી પર કંપનીઓને નુકસાન થતું નથી.

કોણ શું  બોલ્યું

મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?

મલ્લિકાર્જુન ખડગેએ  લખ્યું, “જ્યારે મતો ઘટવા લાગ્યા, ચૂંટણી ભેટો વહેંચવા લાગી! જનતાની મહેનતની કમાણી લૂંટનારી નિર્દય મોદી સરકાર છે. ભાજપ સરકાર સાડા 9 વર્ષ સુધી 140 કરોડ ભારતીયોને ત્રાસ આપ્યા બાદ તેમને ચૂંટણીની લોલીપોપ આપવાથી કામ નહીં ચાલે. તમારા એક દાયકાના પાપો ધોવાશે નહીં. 2024માં દેશના પરેશાન લોકોના ગુસ્સાને 200 રૂપિયાની સબસિડીથી ઘટાડી શકાશે નહીં. જનતાએ મન બનાવી લીધું છે. મોંઘવારીને હરાવવા માટે ભાજપને બહાર નીકળવાનો દરવાજો બતાવવાનો એકમાત્ર વિકલ્પ છે.

મમતા બેનર્જીએ શું કહ્યું?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વિટર પર લખ્યું, “અત્યાર સુધી, છેલ્લા બે મહિનામાં, ‘ભારત’ જોડાણની માત્ર બે બેઠકો થઈ હતી અને આજે આપણે જોઈએ છીએ કે LPG ગેસની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ #ભારતની શક્તિ છે!” આ પોસ્ટ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ શેર કરી હતી, જે વિપક્ષી ગઠબંધન ‘ભારત’નો ભાગ છે.

જનતા સાથે દગો – અખિલેશ યાદવ

યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે 100 મહિનાની લૂંટ પછી 200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.

કે કવિતા

પહેલા એલપીજી સિલિન્ડરની કિંમતમાં 800 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો અને પછી તેમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો.

તેજસ્વી યાદવ

જનહિતના મુદ્દાઓથી ડરીને 9 વર્ષ સુધી જનતાને લૂંટનારી મોદી સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરમાં થોડો ઘટાડો કર્યો છે. પેટ્રોલ, ડીઝલ અને ખાદ્ય પદાર્થોના ભાવ પણ ઘટાડશે.

શું ચૂંટણીનો નિર્ણય?

આ વર્ષના અંતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી છે. આવતા વર્ષે એટલે કે 2024માં લોકસભાની ચૂંટણી છે.