અમેરિકાનાં નવા રાસ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપ-રાસ્ટ્રપતિ કમલા હૈરીસને જીત ઉપર વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી

દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા પર જો બિડને શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું કે ભારત-અમેરિકા સંબંધોને વધુ ઉંચાઇએ લઇ જવા માટે ફરી એક વખત સાથે મળી કામ કરવાની આશા કરુ છું. પીએમ મોદીએ ભારતીય મૂળની કમલા હૈરિસેને અમેરિકાના ઉપ રાષ્ટ્રાપતિ બનવા પર શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું કે બધા ભારતીય-અમેરિકન માટે આ ખૂબ જ ગર્વની વાત છે.

અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બનવા જઇ રહેલા જો બાઇડેનને અભિનંદન પાઠવતા પીએમ મોદીએ લખ્યું કે તમારી શાનદાર જીત માટે શુભકામનાઓ. ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારત-અમેરિકા સંબંધોને લઇને આપવામાં આવેલ પોતાનું યોગદાન વખાણવાલાયક રહ્યું. મને એક વખત ફરીથી ભારત-અમેરિકા સંબંધોને નવી ઊંચાઇઓ સુધી લઇ જવામાં તમારી સાથે કામ કરવામાં ખુશી થશે.

આ સિવાય એક બીજી ટ્વિટમાં તેમણે ભારતીય મૂળના કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ લખ્યું, ‘તમારી સફળતા પ્રેરણા આપનારી છે. આ ફક્ત તમારી ચિટ્ટિસ (તમિલમાં- મૌસિયોં) માટે, પરંતુ તમામ ભારતીય-અમેરિકનો માટે પણ ગર્વની ક્ષણ છે. હું આશા રાખું છું ભારત અને અમેરિકાના સંબંધો તમારા નેતૃત્વ અને સહયોગથી નવી ઉંચાઈઓને સ્પર્સશે.