ઇસ્લામી આતંકવાદ સામે યુદ્ધ છેડવાની ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંની જાહેરાતના વિરોધમાં મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં સેંકડો મુસ્લિમોએ દેખાવો યોજ્યા હતા. આ પ્રસંગે મેક્રોંની છબી પર લાલ ચોકડી મારીને એમની વિરુદ્ધ સૂત્રો પોકારાયાં હતાં.
અહીં કોઇ પ્રકારની આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે
જો કે રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજ સિંઘે તરત કડક પગલાંની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે મધ્ય પ્રદેશ એક શાંત રાજ્ય છે. અહીં કોઇ પ્રકારની આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે. તેમણે પોલીસને કડક હાથે કામ લેવાની તાકીદ કરી હતી. ઇન્ડિયન પીનલ કૉડની 188મી કલમ લાગુ પાડીને કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો.
कमलनाथ जी कहते हैं कि वो बिलकुल बेदाग हैं!
दाग बड़े गहरे हैं
बेनकाब चेहरे हैंअगर दुनियाभर के वॉशिंग पाउडर भी यदि इस्तेमाल कर लिए जाएँ, तो भी वो दाग धुल नहीं सकते!
इसलिए कमलनाथ जी, आप खुद को बेदाग कहना बंद करें! pic.twitter.com/dFNiDU6Fat
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) October 30, 2020
કમલનાથને કહેવાનું કે દાગ બડે ગહરે હૈં, બેનકાબ ચહેરે હૈં
રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ પર નિશાન સાધતાં શિવરાજ સિંઘે કહ્યું કે કમલનાથને કહેવાનું કે દાગ બડે ગહરે હૈં, બેનકાબ ચહેરે હૈં… ગુરૂવારે ભોપાલના ઇકબાલ મેદાનમાં સેકડો મુસ્લિમો ઉમટી પડ્યા હતા. એમની આગેવાની ધારાસભ્ય આરિફ મસૂદે લીધી હતી. પોલીસે આરિફ મસૂદ સહિત અન્ય ઘણા લોકો સામે કોરોનાના નિયમો અને ગાઇડલાઇનના ભંગનો કેસ નોંધ્યો હતો.