મોદીજીનું મોંઘુ દાટ વિમાન ‘એર ઇન્ડિયા વન'

કોરોના ની મહામારી માં ભારત માં ટેક્સ વધારી પેટ્રોલ ડીઝલ ના ભાવો હવે આસમાન માં પહોંચશે તેવી અટકળો વચ્ચે હવામાં એક કલાક ઉડવાનો રૂ 2 કરોડ નો ખર્ચો કરી શકે તેવુ વડાપ્રધાન મોદીજી નું વિમાન અમેરિકામાં તૈયાર થઈ ગયું છે,અને હવે મોદીજી આ વિમાન માં શાહી સફર કરશે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વિમાન એર ઇન્ડિયા વન અમેરિકામાં બન્યુ છે. આ વિમાન 900 કિ.મી.ની ઝડપે ઉડી શકે છે જેની કિંમત રૂ.1300 કરોડ છે. આ વિમાન નો આકાશ માં એક કલાક ઉડવાનો ખર્ચ રૂ.2 કરોડ સુધી આવે છે. આધુનિક આ વિમાનમાં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને જોડવાનો સોદો ટ્રમ્પની મુલાકાત દરમિયાન થયો હતો. આ વિમાન માં પીએમ મોદી વધુ સલામત અને આરામદાયક રીતે મુસાફરી કરી શકશે.

વડા પ્રધાનની સુરક્ષા હવે હવામાં પણ અભેદ્ય બનવા જઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ અને પીએમ નરેન્દ્ર મોદી માટે સુપરજેટ ‘એર ઇન્ડિયા વન’ યુએસમાં તૈયાર છે. વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને લઇ જવા માટે એર ઈન્ડિયાના 2 સંપૂર્ણપણે નવા બોઇંગ 777-300 વિમાન ખરીદવામાં આવ્યા હતા. સલામતી માટે હવે આ વિમાનમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે.

સ્વદેશી ‘એરફોર્સ વન’ માટે ભારતે અમેરિકા સાથે 1,300 કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત, બે સ્વ-સુરક્ષા સુટ્સ-પોશાકો ખરીદવામાં આવી છે. આ સુટ્સ એર ઇન્ડિયા વન વિમાનમાં ફીટ કરવામાં આવી રહ્યા છે. ભારતે આ પ્રકારના બે વિમાનનો ઓર્ડર આપ્યો હતો જે પૈકી એક વિમાન તૈયાર થઈ ગયું છે.

પીએમનું આ અત્યાધુનિક બોઇંગ -777 વિમાન સંપૂર્ણ રીતે એકીકૃત મિસાઇલ સંરક્ષણ પ્રણાલીથી સજ્જ છે. તેમાં વિશેષ સેન્સર છે જે મિસાઇલ એટેક વિશે તાત્કાલિક માહિતી આપશે અને સંરક્ષણ ઇલેક્ટ્રોનિક લડાઇ સિસ્ટમ સક્રિય થઈ જશે. આ સંરક્ષણ પ્રણાલીમાં, ઇન્ફ્રા રેડ સિસ્ટમ, ડિજિટલ રેડિયો ફ્રીક્વન્સી જામર વગેરે સાધનો છે. અમેરિકન રાષ્ટ્રપતિ વિમાનમાં છે તે જ રીતે આ સુવિધાઓ હશે. જો કે, ટ્રમ્પનું વિમાન ઘણી બાબતોમાં એર ઇન્ડિયા વન કરતા વધુ અદ્યતન છે.

અમેરિકન રાષ્ટ્રપતિનું વિમાન એર ફોર્સ વન, 1,013 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 35,000 ફૂટની ઊંચાઇએ ઉડી શકે છે. એરફોર્સ વન કલાકના 1,013 કિલોમીટરની ઝડપે 35,000 ફૂટની ઊંચાઇએ ઉડી શકે છે. આ વિમાન એક સમયે 6,800 માઇલનું અંતર કાપી શકે છે. વિમાન મહત્તમ ઊંચાઇ 45,100 ફૂટ સુધી ઉડે છે અને કલાકે $ 1,81,000 (લગભગ 1 કરોડ 30 લાખ રૂપિયા) ખર્ચ થાય છે.આમ હવે ભારત ના વડાપ્રધાન પણ અમેરિકા જેવા દેશ ના વિમાનો જેવી સુવિધા ધરાવતા વિમાનો માં આવનજાવન કરી શકશે.

આ વિમાન ફોટો માં બતાવામાં આવ્યું છે તેવું જ હશે તે વિશે વિમાન બનાવનારી કંપની કે સરકાર દ્વારા હજી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.