મોદીની ગેરંટી નંબર 1 – મારા ખેડૂત કુટુંબો સુખી … Modi’s guarantee number 1 – My farmer families are happy, but why are they sad? मोदी की गारंटी नंबर 1 – मेरे किसान परिवार खुश, लेकिन दुखी क्यों
પણ તેઓ ગેરંટી પાળી બતાવવામાં નિષ્ફળ
સિંચાઇ વધારવાની ગેરંટીના બદલે ઘટાડીને તેઓ વડાપ્રધાન બન્યા
દિલીપ પટેલ
અમદાવાદ, 05 ફેબ્રુઆરી 2024
ગુજરાતના પતોના પુત્ર અને દેશના વિશ્વ વિખ્યાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની પ્રજાને કહી રહ્યાં છે કે મોદીની આ ગેરંટી છે. તે પૂરી થશે. તેઓ જે કહે છે તે કરે છે. આખા ગુજરાતને પોતાનો પરિવાર માને છે. તેથી કહે છે કે મારા પરિવાર સુખી પરિવાર, તેનું જીવન સરળ કર્યું.
મોદીએ દેશના વડાપ્રધાન બનવા માટે ગુજરાતના તેના 7 કરોડના પરિવારનો સીડી તરીકે ઉપયોગ કર્યો હતો. તેમણે ગુજરાતમાં 13 વર્ષ એકચક્રિ શાસન કર્યું. તેમણે ગુજરાતના બીજા નંબરના દુખી પરિવારોને ખાતરી આપી હતી કે તેમારું જીવન સુખી કરીશ. હું મારા પરિવારના ખેડૂતોનું જીવન સરળ કરીશ.
તેઓ ગુજરાતમાં મુખ્ય પ્રધાન રહીને 13 વર્ષમાં સિંચાઈ પાછળ રૂ. 10 લાખનો ખર્ચ કર્યો હોવાની ગેરંટી આપી છે. હવે તેમની ગેરંટી કેવી છે એ સરકારે જાહેર કરેલાં આંકડાઓ પરથી સ્પષ્ટ છે. મોદી ગુજરાતથી દિલ્હી ગયા પછી ગુજરાતની સરકારોએ આંકડા જાહેર કર્યા છે કે મોદી રાજમાં ગુજરાતમાં સિંચાઈ આપીને કેટલાં ખેડૂતોના કુટુંબોને સુખી કર્યા છે.
તેમની જ સરકારોએ આંકડા જાહેર કર્યા છે કે મોદી રાજમાં સિંચાઈ વધારીને ગરીબ ખેડૂતોની આવક વધારવાના સિંચાઈ વધારવાના બદલે સિંચાઈ ઘટાડી દીધી હતી.
મોદીના રાજના છેલ્લાં વર્ષમાં એટલે કે 2012-13માં ગુજરાતમાં સરકાર દ્વારા ઉભા કરાયેલાં બંધો અને તળાવોથી 10 લાખ 63 હજાર હેક્ટરમાં સિંચાઇ થતી હતી. તેઓ મુખ્ય પ્રધાન બન્યા ત્યારે 12 લાખ હેક્ટરમાં સિંચાઈ થતી હતી. આમ સવા લાખ હેક્ટરમાં સિંચાઈ ઘટાડીને તેઓ વડાપ્રધાન બન્યા છે.
ખરેખર કો મોદીએ ગેરંટી પાળી હોત તો નર્મદા સિંચાઈ દ્વારા 18 લાખ અને બીજા 10 લાખ એમ 28થી 30 લાખ હેક્ટરમાં તો માત્ર નર્મદાની ત્રણ ઋતુમાં સિંચાઈ થતી હોત. તેના બદલે માત્ર 1 લાખ 87 હજાર હેક્ટરમાં જ સિંચાઈ તેઓ આપતાં હતા.
નર્મદા ઉપરાંત બીજા નાના અને મધ્યમ બંધો દ્વારા જે સિંચાઇ થતી હતી તેમાં બીજા 30 લાખ હેક્ટર સિંચાઈ વધારી શક્યા હોત. પણ તે વધારવાના બદલે 3 લાખ હેક્ટર સિંચાઇ ઘટાડી દીધી હતી.
આમ ગુજરાતમાં તેમણે આપેલી ગેરંટી પાળી હોય તો 11 લાખ હેક્ટરના બદલે 60 લાખ હેક્ટરમાં સિંચાઈ થતી હોત. તો ગુજરાતના ખેડૂતોની આવક 10 ગણી થઈ શકી હોત. ઉત્પાદન વધવાના કારણે ગુજરાતની પ્રજાને સસ્તા શાકભાજી મળતાં હોત.
પણ તેઓ ગુજરાતના બીજા નંબર પર આવતાં ગરીબ ખેડૂોત કુટુંબોની ગેરંટીનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે. ગુજરાત સરકારના આંકડા જૂઓ ….. 05 Book1