ફેરિયાને લોન આપવાની મોદીની સ્વનિધિ યોજનાનમાં, મોદીનો અન્યાય

મોદીની યોજના નિષ્ફળ છે.

અમદાવાદ, 4 જૂલાઈ 2022

કોરોનામાં લોકો આર્થિક રીતે બરબાદ થઈ જતાં સરકારે આત્મનિર્ભર ભારત યોજના બનાવીને 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ રાખવામાં આવ્યું હતું. જેમાંથી ગુજરાતને 1.50 લાખ કરોડ મળવાના હતા. આ યોજનામાં સહાય આપવાની હતી પણ મોદી સરકારે ફેરીયાઓને લોન આપી દીધી છે. 20 લાખ કરોડમાં રૂ.5 હજાર કરોડની પીએમ સ્વાનિધિ યોજના 2022 પણ તેનો એક ભાગ છે. આ યોજનામાં ગુજરાતને રૂ.500 કરોડની સહાય આપવાની થાય છે. અત્યાર સુધી 263 કરોડની લોન આપી છે. તે પણ શહેરના હિંદુ ફેરિયાઓને લાભ આપેલો છે. મુસલમાનોને અપવામાં આવતો નથી એવું એક આરટીઆઈમાં બહાર આવ્યું છે.

ગ્રામીણ અને શહેરમાં રેલવે – રસ્તાની બાજુમાં સામાન વેચતા કે ફળો- શાકભાજી વેચતા હોય, સ્ટ્રીટ વેન્ડર, ફેરિયા, મોચી, વાળંદ, ધોબી વગેરે જેવા નાના ધંધા કરતાં લોકોને રોજગાર શરૂ કરવા માટે સરકાર દ્વારા 10 હજાર રૂપિયા આપવામાં આવે છે. તે તમામને આપવાની હતી. કોરોનામાં બંધ થઈ ગયેલા કામમાં મદદ કરવા યોજના બનાવી હતી. પણ ગુજરાતમાં ગામડાંના ફેરિયાઓને આવી લોન સરકાર આપતી નથી. આમ યોજના પક્ષપાતી છે.

ગુજરાતમાં નાનો ધંધો-વ્યવસાય કરતા 2 લાખ 35 હજાર શેરી ફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના 263 કરોડની સહાય આપવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં મંજૂર કરાયેલા 2.64  લાખમાંથી 67 હજાર લોકોએ લોન પરત કરી દીધી છે.

લોન પરત કરતી વખતે વ્યાજમાં 7 ટકા સબસીડી આપવામાં આવે છે. જામીનગીરી વગર અને નજીવા વ્યાજથી ધિરાણ આપવામાં આવે છે. 24 ટકા વાર્ષિક વ્યાજે રૂ. 10,000ની લોન માટે વ્યાજ સબસિડી અસરકારક રીતે કુલ વ્યાજના 30 ટકા છે. ઓળખકાર્ડ અને વેચાણનું પ્રમાણપત્ર નથી તે પણ લોન લઈ શક્યા છે. ે. હપ્તા ભરીને તે પરત કરવામાં આવે છે. પહેલી વખત 10 હજાર, બીજી વખત 20 હજાર અને ત્રીજી વખત રૂપિયા 50 હજાર લોન આપવામાં આવે છે.

દેશમાં 50 લાખ ફેરીયાઓને લોન આપવાની હતી. જેમાં ગુજરાતમાં 5 લાખ ફેરીયાઓને લોન આપવાની હતી. પણ 2  લાખ 35 હજારને એટલે કે અડધા લોકોને જ સોન આપી શકાઈ છે. જે યોજનાની નિષ્ફળતાં બતાવે છે. માર્ચ 2022 સુધી અમલ કરવાનો હતો, હવે 2024ની લોકસભાની ચૂંટણી સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેધો છે. 1લી જૂન 2020માં યોજના જાહેર કરાઈ હતી.

યોજના કોરોનાના અસરગ્રસ્ત ફેરિયાઓ માટે હતી. હવે તે રાજકિય બની ગઈ છે. પણ જૂલાઈ સુધી તેના રાજકિય કાર્યક્રમો વિતરણ માટે ગુજરાતમાં કરવામાં આવ્યા હતા. આ લોન મુસ્લિમ ફેરીયાઓને આપવામાં આવતી નથી એવો આરોપ છે. દેશના શહેરોમાં મુલસમાન 50 ટકા પોતાનો ધંધો કરે છે. હિંદુઓ 30 ટકા સેલ્ફ રોજગાર શહેરોમાં છે.

સ્વનિધિ ઉત્સવમાં ગાંધીનગરમાં 26 શેરી ફેરિયાઓને 6 લાખ 10 હજારની લોન-ધિરાણના ચેક વિતરણ કર્યા હતા.

રૂ. 10 હજાર સુધીની લોન લેખે એપ્રિલ 2022 સુધીમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારના 2,39,204 ફેરિયાઓની અરજી મંજૂર કરવામા આવી હતી. જેમાંથી 2,12,135 ફેરિયાઓને ઋણ આપી દેવાયું હતું.

ડીજીટલ ટ્રાન્ઝેક્શન લોન પરત કરવામાં કરે તો માસિક મહત્તમ રૂ.1200 કેશ બેક મળવામાં આવે છે, અત્યાર સુધીમાં 30 લાખનું વળતર અપાયું છે.

2022માં વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધી 27 હજાર લાભાર્થીઓને રૃા.10 હજારની અને 5 હજાર લાભાર્થીઓને રૃા.20 હજારની લોન આપવામાં આવી છે. 22 હજાર ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઇ ચુક્યા છે. જેમાં 6722 મહિલાઓ છે.

રસ્તાની એક તરફ શેરી ફેરીયા કે લારી-ગલ્લા હોય છે જેમાં પાનના ગલ્લા, શાકભાજી, ફળો, ચા-ડમ્પલિંગ, બ્રેડ, ઇંડા, કપડાં, પુસ્તકો, સ્ટેશનરી વેચનારા હોય છે. યોજનામાં કમર્શિયલ બેંકો, ગ્રામીણ બેંકો, નાની ફાઇનાન્સ બેંકો, સહકારી બેંકો, નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ, એસએચજી બેંકો લોન આપે છે.

મહોત્સવમાં ફેરિયા અને તેમના પરિવારજનો માટે લોન મેળો, “સ્વનિધિ સે સમૃધ્ધિ તક” જેવા નામો આપીને ભાજપ પોતે નાણાં આપતું હોય એવો પ્રચાર કરાયો છે.

પી એમ કિસાન સહાય યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડો ગુજરાતમાં બહાર આવ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના માટે 5000 કરોડનું બજેટ બનાવવામાં આવ્યું છે. દેશમાં 34 નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

દેશમાં માર્ચ 2022 સુધીમાં 31 લાખ લોકોએ અરજી કરી હતી. સરકાર તો 50 લાખ કે તેનાથી વધારાના લોકોને આપવા માંગતી હતી. પણ મોદીની યોજનાને 50 ટકા ફેરિયાઓ ફગાવી દીધી છે. 31 લાખ ફેરિયાઓમાંથી માત્ર 17 લાખને મંજૂરી આપી હતી.  1.50 લાખ બેંકની શાખામાંથી 12 લાખને લોન આપી હતી. જેમાં 1500 કરોડ રૂપિયા આપવાના હતા પણ 990 કરોડ અપાયા હતા. ડિજીટલ રીતે ચૂકવણી 10 લાખ ફેરાયાઓ જ હતા. જેમાં માત્ર 56 હજાર રૂપિયા જ ડીઝીટલ ટ્રાન્જેક્શન કરવાનારાને કેસ બેક અપાયા હતા. વ્યાજ સબસિડી એક રૂપિયો ચૂકવાઈ ન હતી.

દેશમાં જૂન 2022 સુધીમાં

જૂન 2022ના બે વર્ષમાં સ્ટ્રીટ વેન્ડર્સને લગભગ 3600 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાં લક્ષ્યાંક કરતાં 118 ટકા વધુ લોન આપી દેશમાં પ્રથમ છે. તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં વધુ લોન મંજૂર કરવામાં આવી હતી.

શેરી વિક્રેતાઓ દેશની આર્થિક વૃદ્ધિનનો આવશ્યક ભાગ છે. બે વર્ષમાં આ યોજના હેઠળ 53.7 લાખ અરજીઓ મળી હતી.

જેમાંથી 36.6 લાખ ફેરીયાઓને લોન મંજૂર કરવામાં આવી છે. 33.2 લાખ લોકોને લોન આપી છે. દેશના 75 શહેરોમાં સાંસ્કૃતિક ઉત્સવ ‘સ્વાનિધિ મહોત્સવ’ 9મીથી 31મી જુલાઈ દરમિયાન યોજવામાં આવ્યો હતો.

30.4 લાખ લોકોએ દસ હજારની લોન લીધી છે. 3.1 લાખ લોકોએ 20 હજાર લીધા છે. 55 હજાર લોકોએ 50 હજારની ત્રીજી લોન લીધી છે. 12 લાખ લોકોએ તેમની પ્રથમ લોન ચૂકવી દીધી છે.