માહિતી બ્યુરો, મોરબી હળવદના પરપ્રાંતિય મજૂરો લોકડાઉનના પગલે એમપી, મહારાષ્ટ્ર, રાજસ્થાનના ૨૦૦૦ હજાર મજૂરો મોરબી જિલ્લાના હળવદમાં જીનપ્લોટમાંથી મજૂરો રવાના થયા હતા. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના પરપ્રાંતિય મજૂરો કોરોના વાયરસના પગલે સરકારે લોકડાઉન જાહેર કરતા ખેતમજૂરો અને છુટક મજૂરી કામ કરતા કારખાનાઓ, ઉદ્યોગ જીઆઇડીસી સહિતના વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરો ગુજરાતના બહારના રાજસ્થાન, એમપી, બિહાર સહિતના મજૂરો પોતાના વતન જવા માટે હળવદના વિસ્તારના પ્લોટમાં ખાનગી લક્ઝરી મારફત જવા માટે રવાના થયા હતા. સ્થાનિક પોલીસે તમામ મજૂરોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવી લકઝરી બસને રવાના કરવામાં આવી હતી.