અમેરિકામાં ત્રણ દિવસથી 60,000 થી વધુ કોરોના કેસ નોંધાય છે

વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં 1 કરોડ 26 લાખ 46 હજાર કેસ નોંધાઈ યુક્યા છે. 5.63 લાખ લોકોના મોત તયાં છે જ્યારે 73.81 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં ચેપ ફરી ઝડપતી ફેલાઈ રહ્યો છે. સતત ત્રીજા દિવસે 60 હજારતી વધારે કેસ નોંધાયા છે. અમેરિકામાં 32 લાખ 91 હજાર કેસ નોંધાયા છે. જેમાં 1 લાખ 36 હજાર લોકોના મોત તયાં છે. 14.61 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

ઘણા રાજ્યોએ લોકડાઉનમાં અપાયેલી છૂટો પરત ખેંચી છે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 25 લોકોના મોત તયાં છે, આ સાતે મૃત્યુઆંક 30 હજારતી વધારે તયો છે. બ્રિટને શુક્રવારે 75 દેશમાંતી લોકોને આવવા જવાની પરવાનગી આપી છે. જે દેશના લોકોને છૂટ અપાઈ છે તેઓએ 14 દિવસ કોરેન્ટાઈન રહેવું પડશે નહીં. બ્રિટનમાં 2.88 લાખ કેસ નોંધાયા છે અને 44 હજાર 650  લોકોના મોત તયાં છે. સંક્રમણની બાબતમાં પાકિસ્તાને ઈટાલીને પાછફ્ર છોડી દીધું છે.

2 લાખ 46 હજાર કેસ સાતે પાકિસ્તાન સંક્રમિત દેશોની યાદીમાં 12 નંબરે આવી ગયું છે. અહીં 5,123 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈટાલીમાં 2 લાખ 42 હજાર સંક્રમિતો છે અને 34,938  લોકોએ જીવ ગુમાવ્યા છે. ફ્રાન્સમાં મહામારીના કારણે બેરોજગાર તયેલા લોકો માટે શરૂ તયેલી યોજનામાં છેતરપિંડીના કેસ સામે આવી રહ્યા છે. અહીં સરકારે આ યોજના રેસ્ટોરાં, સ્કૂલ અને બિઝનેસ સેક્ટરમાં કામ કરનાર લોકો માટે શરૂ કરી હતી.