More than 6107 people fell victim to cyber fraud in Bhavnagar district भावनगर जिले में 6107 से ज़्यादा लोग साइबर धोखाधड़ी का शिकार हुए
Jul 9th, 2024
ભાવનગર : લાખોના ઇનામો જીતવાની લલચામણી ફેક લીંકના કારણે ભાવનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૬૧૦૭થી વધુ વ્યક્તિઓ સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનું જણાયું છે ત્યારે દરેક વ્યક્તિએ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવાની સાથે સ્માર્ટ બનવું પણ જરૂરી બન્યું છે.
આ લીંક તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરી લક્કી ડ્રોમાં ભઆગ લઇ મેળવો ૨૦ લાખ રૂપિયા જીતવાની તક. લાખોના ઇનામો જીતવાની લલચાવનારી આવી ફેક લીંકને ઘણા લોકો સોશિયલ મીડિયા પર ૧૦ ગૃપમાં શેર પણ કરી દેતા હોય છે તો ઘણી વખત ફોનમાં કે સોશિયલ મીડિયા પર અજાણ્યા નંબર પરથી આ પ્રકારના મેસેજ આવતા હોય છે. અત્યારના સમયમાં ઓનલાઇન ઓર્ડરથી માંડી અનેક વખત વિવિધ વસ્તુઓ કે સેવાઓ ઇન્ટરનેટ દ્વારા મેળવીએ છીએ. ઓનલાઇન ખરીદીનું પ્રમાણમાં ખુબ વધી રહ્યું છે ? આવી સ્થિતિમાં ઓનલાઇન ફ્રોડ કે છેતરપિંડીના બનાવો પણ વધએ છે. આવા સમયે વિચાર કર્યાં વગર કોઇ અજાણી લીંક પર ક્લિક કરવું ભારે પડી શકે છે. આ પ્રકારની લીંક પર ક્લિક કરવાથી ફ્રોડનો શિકાર બની શકાય છે. કોઇ પાસે અજાણ્યો મેસેજ, ઇમેઇલ કે પછી સોશિયલ મીડિયા પર મેસેજ આવે જેમાં દાવો કરવામાં આવ્યો હોય કે તમે ૨૦ લાખ રૂપિયાની લોટરી જીતી છે તો સાવધાન થઇ જવું જોઇએ. જો ભુલથી પણ આ મેસેજ પર ક્લિક કર્યું તો બેંક એકાઉન્ટ ખાલી થઇ શકે છે. ફેક વેબસાઇટ પણ ઓપન કરવાથી વપરાશકારોને મોટું નુકશાન થઇ શકે છે.
ઘનીવાર ફ્રોડ કરનારાઓ સ્પેલિંગની ભુલવાળી એટલે કે કોઇ કંપની, સંસ્થાના નામથી ભળતા નામ ધરાવતી લીંક મોકલે છે અને વપરાશકારો પણ આવા ભળતા નામોથી અવઢવમાં મુકાઇ જતા હોય છે અને લીંક પર ક્લિક કરી દે છે, ઇન્ટરનેટ વપરાશકારોએ Shorten URLથી જરૂર બચીને રહેવું જોઇે, કારણ કે આવા યુ.આર.એલ.માં કોઇપણ પ્રકારની વસ્તુ, સંસ્થા કે કંપનીનું નામ હોતું નથી. શોપિંગ પોર્ટલના ઓળખપત્રો વિશે માહિતી મેળવ્યા પછી જ ખરીદી કરવી હિતાવહ છે. અજાણી ઇ-કોમર્સ સાઇટ્સ પર ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને નાણાની ચુકવણી કરતા પૂર્વે પુરતી ચકાસણી કરવી જરૂરી છે. ઓનલાઇન ફ્રોડ થયાનું માલુમ પડે તો તુરંત જ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવી દેવું જોઇએ. ભાવનગરની જો વાત કરીએ તો વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૬૧૦૭થી પણ વધુ લોકો આ સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનું જણાયું છે.