મગ અને માછલીની ખેતી 4 લાખ હેક્ટરના ખાલી તળાવમાં થઈ શકે

मुंग और मछली की खेती तालाब में

Mung and fish farming in the pond

ખેડૂતો માછલીને ખેતરના તળાવમાં ઉછેરીને નાઈટ્રોજનનું પ્રમાણ વધારી શકે છે. આ પદ્ધતિ સંપૂર્ણપણે ઓર્ગેનિક છે. કોઈપણ પ્રકારના ઓર્ગેનિક કે રાસાયણિક ખાતર કે ઉત્પાદનોની જરૂર નથી. તેનાથી ઉપજ પણ વધે છે અને ઓછા ખર્ચમાં પણ આવક વધે છે. ગુજરાતમાં 4 લાખ હેક્ટર તળાનો છે. જે ઉનાળામાં ખાલી થાય એટલે તેમાં મગની ખેતી કરવામાં આવે તો શ્રેષ્ઠ ઉત્પાદન મળે છે.

ગુજરાતમાં એવા ઘણા તળાવો છે, જ્યાં માછલી ઉછેર કરવામાં આવે છે. મગના છોડ તળાવની જમીન અને પાણીમાં નાઈટ્રોજનની કમી થવા દેતા નથી. મગ અથવા કઠોળના પાકની ખેતી કરવાથી નાઈટ્રોજન વધે છે, જેના કારણે તળાવમાં ઉપલબ્ધ ઓર્ગેનિક લોડનો યોગ્ય ઉપયોગ થાય છે. આનાથી પોષક તત્વોનું સંતુલન સુધરે છે અને ઉત્પાદન વધે છે. તેમજ ખેતર કે તળાવની માટી સારી બને છે. આ તળાવોમાં માછલીના ઉછેરથી વધુ સારા પરિણામો મળે છે. મગની ખેતી કર્યા પછી, તે જમીન પર માછલીની ખેતી કરવાથી પ્રતિ એકર 10-12 ક્વિન્ટલ ઉત્પાદન મળે છે. આ રીતે ખેડૂતો સારી કમાણી કરી શકે છે. આ ઉપરાંત પહાડી વિસ્તારોમાં ડાંગરની ખેતી કરતા ખેડૂતો પણ આવું કરી શકે છે.
અમદાવાદમાં જ 100 તળાવો છે. જે શિયાળા પછી ખાલી થઈ જાય છે. ગુજરાતમાં દરેક ગામમાં સરેરાશ 2 તળાવ હોય છે. ગામ અને શહેર મળીને 35 હજાર તળાવો છે. બાર માસી 150 તળાવોનો વિસ્તાર 2.42 લાખ હેક્ટર છે. સિંચાઈના 5200 તળાવોનો વિસ્તાર 65 હજાર હેક્ટર છે. નાના 30 હજાર તળાવોનો વિસ્તાર 1 લાખ હેક્ટર આસપાસ છે. જે ખાલી થાય એટલે તેમાં મગની ખેતી સારી થાય છે. ખાલી તળાવ થાય એટલે તેમાં માછલીઓના મોત થઈ જાય છે. જે મગ માટે શ્રેષ્ઠ છે. મગના છોડનું પરાળ તળાવની અંદર જ રહેતાં તે માછલીઓનો શ્રેષ્ઠ ખોરાક છે.