NCPના પાંખ વગરના પ્રમુખ બબલદાસ આવ્યા અને બબાલ ચાલું

NCPની ઘડીયાળના કાંટા હવે ઉંધા ફરવાનું શરૂં થયું છે. શંકરસિંહના કહેવાથી કાર્યકારી પ્રમુખ તો આવી ગયા. પૂર્વ પ્રમુખ જયંત બોસ્કી હવે પ્રમુખ પદે રહ્યાં નથી. પણ નિર્ણયો લેવાની સત્તા તેમની પાસે જ રાખવામાં આવી છે. બબલદાલ જે કંઈ નિર્ણય લેશે તે શંકરસિંહને પૂછીને નહીં પણ જયંત પટેલને પૂછીને લે એવી લેખિત એપોઈન્ટમેન્ટ ઓર્ડરમાં ખાસ નોંધ મૂકવામાં આવી છે. આમ શરદ પવારે શંકરસિંહ અને જયંત બોસ્કીને બન્નેને ખૂશ કરવાનો પ્રયાસ કર્યો છે. પણ તેમાં NCP ફરી એક વખથ બે ભાગમાં વહેંચાઈ ગયો છે.

શંકરસિંહ વાઘેલાએ 2018ની રાજ્યસભાની ચૂંટણી, 2019ની લોકસભા અને 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અગાઉથી આયોજન કરીને, કોંગ્રેસ છોડીને પછી તેઓએ નવો પક્ષ અને મોરચો રચ્યો હતો જેમાં તેઓ નિષ્ફળ રહ્યાં હતા. તેમણે પોતાના જ પક્ષોનું અગાઉ વિષર્જન કર્યું અને ભાજપથી છેડો ફાડ્યો હતો. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ NCPમાં તેમના નામે વિવાદ શરૂં થયો છે. NCPમાં જઈને તેમણે 12 વર્ષના પ્રમુખ જયંત પટેલ – બોસ્કીને ઉથલાવવા માટે ષડયંત્ર રચીને શરદ પવાર અને પ્રફુલ પટેલ સામે રજૂઆતો કરી હતી. ત્યારે શરદ પવારે તેમને કહ્યું હતું કે, પહેલા જયંત બોસ્કીનો ઈતિહાસ જોઈ લો પછી આ અંગે કંઈક કરી શકાય. 1990થી બોસ્કી NCPમાં છે. તેમની સામે કોઈ કાળો ડાઘ લાગ્યો નથી. જે બીજા પક્ષોના પ્રમુખો પર લાગ્યો છે. એવું પક્ષની નેતાગારી માની રહી છે. પક્ષના વર્તુળો માને છે કે, જયંત બોસ્કી અને શંકરસિંહ વાઘેલાને બનતું નથી. તેથી હવે શંકરસિંહ અને જયંત બોસ્કી વચ્ચે અસ્તીત્વની લડાઈ શરૂ થઈ છે.

NCPના પ્રમુખપદે તેઓ પહેલા સૌરાષ્ટ્રના પાટીદારને બેસાડવા માંગતા હતા. પછી બબલદાસ પટેલ કે જે માધવસિંહ સોલંકીની ખાસ માણસ રહ્યાં છે તેમને કોંગ્રેસથી લાવીને પ્રમુખ બનાવવા માટે પક્ષ પર દબાણ કર્યું હતું. પણ શરદ પવારે અને પ્રફુલ પટેલે તેમને કાર્યકારી પ્રમુખ બનાવવાનો નિર્ણય ગઈકાલે કર્યો હતો. જેમાં બબલદાસની પાંખો કાપી લઈને જે કંઈ નિર્ણય લેવામાં આવ્યો છે. બબલદાસ કાર્યકારી પ્રમુખ ખરા પણ તેમણે જયંત પટેલને પૂછીને જ નિર્ણય લેવાના એવું તેમના એપોઈન્ટમેન્ટ પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે. જે બતાવે છે કે તેમની પાસે નિર્ણયો લેવાની સત્તા નથી.

આમ અમિત શાહને મદદ કરવાના ઈરાદા સાથે NCPમાં આવેલા શંકરસિંહ વાઘેલાનું લોકસભામાં કંઈ ઉપજ્યું ન હતું. તેમના માણસને કાર્યકારી ઉપપ્રમુખ બનાવાયા તેમાં પણ સત્તા કાપી લેવામાં આવી છે. તેથી અમિત શાહની બી ટીમ તરીકે તેઓ કામ કરવા માંગતા હતા. શંકરસિંહ પોતે કેટલાંક લોકોને હોદ્દા આપવાની લાલચ આપીને NCPમાં લાવ્યા હતા. પણ તેમને કંઈ અપાવી શક્યા નથી. કોંગ્રેસથી રાજીનામું અપાવીને NCPમાં તેઓ લાવ્યા એવા કેટલાંક નેતાઓને પ્રફુલ પટેલ પાસે લઈ જઈને NCPના પ્રમુખ બનાવવા માટે ભલામણ કરી હતી. પણ પછી એકાએક બબલદાસ આવી ગયા અને તેઓ આર્થિક રીતે સમૃદ્ધ હોવાથી તેમને કાર્યકારી પ્રમુખ બનાવી દીધા હતા.

શંકરસિંહના પુત્ર પણ શંકરસિંહથી નારાજ છે.

શંકરસિંહ લાઘેલાએ કહ્યું હતું કે, બબલદાસને કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે, હવે ગુજરાતમાં નવા સંગઠન સાથે નિમણુંકો કરવાની થાય છે. મારી સામે કોઈનો વિરોધ નથી. નિમણુંકો કરીને NCPને ગુજરાતમાં સક્રીય કરીશું. દુષ્કાળ અંગે પ્રજાનો અવાજ ઉઠાવીશું.

ગેમે તેમ પણ જયંત બોસ્કી પ્રમુખ 12 વર્ષથી હતા તેમની સામે રાજકીય દાવ ખેલી રહ્યાં છે. તેઓ એસ જી હાઈવે પરની NCPની કચેરીએ બેસે છે. જ્યાં 80 વર્ષની ઉંમરના બબલદાસ પણ બેસે છે. અહીં ઓછા કાર્યકર મળવા જાય છે. જ્યારે આશ્રમ રોડ પર જયંત પટેલ બેસે છે. હવે નવ યુવાનો પ્રમુખ અને ઉપ્રમુખ હોવા જોઈએ એવું NCPમાં ઘણાં લોકો માને છે.

શંકરસિંહ વાઘેલાએ અગાઉ અનેક લોકોને કોંગ્રેસ છોડાવીને NCPમાં લાવ્યા હતા. પણ ભાજપથી કોઈને લાવ્યા નથી. તેમણે અનેક લોકોનો વચન આપ્યા હતા કે તેમને સારો હોદ્દો આપવામાં આવશે. હવે તેઓ હોદ્દા અપાવી શકે છે કે નહીં તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે. પણ જે લોકો શંકરસિંહના ભરોષે ગયા હતા તેઓને પસ્તાવો થઈ રહ્યો છે. અગાઉ તેઓ કોંગ્રેસ છોડીને ગયા ત્યારે પણ કોંગ્રેસના કેટલાંક લોકોએ કહ્યું હતું કે કોંગ્રેસ છોડીને શંકરસિંહ પર ભરોશો ન મૂકતા. પણ ઘણાં લોકો NCPમાં જોડાયા હતા. હવે તે નેતાઓ માને છે કે કોંગ્રેલ છોડીને તેમણે શંકરસિંહ પર ભરોષો મુક્યો તે મોટી ભૂલ હતી.

બબલદાસ પટેલ પાટીદાર વિરૃદ્ધ માધવસિંહ સાથે રહ્યાં હતા. સી ડી પટેલ અને બબલદાસને હસમુખ પટેલના કહેવાથી કોંગ્રેસના ઉપપ્રમુખ બનાવ્યા હતા. લોકસભા અને ધારાસભામાં બબાલદાસને ટિકિટ આપી હતી જેમાં તેઓ હાર્યા હતા. 80 વર્ષની ઊંમરના બબલદાસ જાણીતો ચહેરો નથી. તે NCPને કોઈ મદદ કરી શકે તેમ નથી. તેઓ 14 મે 2019ના રોજ હોદ્દો સંભાળવાના છે.

એમા કોનો હાથ હતો

ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ – NCPના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી સામે જમીન પચાવી પાડવાની છેતરપીંડી કરવામાં જવાબદાર હોવાની ફરીયાદ 29 જાન્યુઆરી 2019માં શરદ પવાર અમદાવાદમાં શંકરસિંહને પક્ષમાં સામેલ કરવા માટે આવવાના હતા તેના આગલા દિવસે જ જયંત પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ દબાણ કોનું હતું એ આજે ફરી એક વખત ચર્ચાનો મુ્દદો બન્યો છે.