કોરાના મહામારી ઉર્જા મંત્રાલય હેઠળ આવેલી ભારતની સૌથી મોટી વીજ ઉત્પાદન PSU કંપનીના મક્કમ ઇરાદાઓ અને કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા તોડવામાં નિષ્ફળ રહી છે કારણે કે દેશમાં લૉકડાઉન વચ્ચે પણ આ કંપનીએ અવિરત વીજપૂરવઠો પૂરો પાડ્યો છે. મહારાષ્ટ્રના દરેક પાવર સ્ટેશન આ સમયમાં બહેતર કામગીરી સાથે ઉભરી આવ્યા છે અને ઉર્જા અને નવીનીકરણીય ઉર્જા કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી આર.કે. સિંહના નેતૃત્વમાં ઉર્જા મંત્રાલયના સહકાર અને માર્ગદર્શન સાથે મહત્તમ સ્તરે કામગીરી કરી રહ્યા છે.
કોવિડ-19 કટોકટીમાં વીજ વપરાશનું મહત્વ વિશેષરૂપે સામે આવ્યું છે, કારણ કે અર્થતંત્રમાં કેટલાક ક્ષેત્રો સરળતાથી કામ કરે તે માટે વીજળી અત્યંત મહત્વપૂર્ણ હોવાનું માનવામાં આવે છે. NTPC વીજળીના અવિરત પૂરવઠા માટે કોલસાનું વ્યવસ્થાપન પણ કાર્યદક્ષ રીતે કરી રહી છે.
NTPC કર્મચારીઓ પણ અગ્ર હરોળમાં કામ કરીને વિના અવરોધે વીજ પૂરવઠો જળવાઇ રહે તે માટે અવિરત કામ કરી રહ્યા છે, ત્યારે NTPCએ જણાવ્યું હતું કે, લૉકડાઉનના સંદર્ભમાં સામાજિક અંતરને લગતી તમામ માર્ગદર્શિકાઓનું તેમના તમામ પ્લાન્ટમાં ચુસ્ત પાલન કરવામાં આવે છે. વીજળીના આઉટપુટ ઉપરાંત, આ PSUએ વંચિત વર્ગો અને વિસ્થાપિત શ્રમિકોને રેશન અને તબીબી સહાય પૂરી પાડીને સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓમાં પણ ઘણું મોટું યોગદાન આપ્યું છે. NTPCનું મેનેજમેન્ટ તમામ ડેવલપમેન્ટ પર નજીકથી દેખરેખ રાખે છે જેથી કોવિડ-19 સામેની લડાઇ દરમિયાન દેશના દરેક ખૂણામાં પૂરતા પ્રમાણમાં વીજપૂરવઠો પહોંચાડી શકાય.
પોતાના પાવર સ્ટેશનોના કાફલામાં NTPC વિદ્યાંચલ દેશમાં સૌથી મોટું પાવર સ્ટેશન છે જેણે 13 એપ્રિલ 2020ના રોજ 100 PLF હાંસલ કર્યું છે અને બીજું કે 660MWનું ભારતનું સૌપ્રથમ અલ્ટ્રા સુપરક્રિટિકલ પાવર સ્ટેશન NTPC ખરગોન એકમ આ સમયગાળા દરમિયાન વ્યાપારી ધોરણે કાર્યરત થયું છે જે લૉકડાઉનમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરવાની NTPCની પ્રતિબદ્ધતા બતાવે છે.
NTPC સમૂહની કુલ 62110 MWની ઇન્સ્ટોલ કરેલી ક્ષમતા સાથે, NTPC 70 પાવર સ્ટેશન ધરાવે છે જેમાં 24 કોલસા આધારિત અને 7 સંયુક્ત સાઇકલ ગેસ/ લિક્વિક ગેસ, 1 હાઇડ્રો, 13 નવીનીકરણીય ઉર્જા, 25 JV પાવર સ્ટેશન ધરાવે છે.