2 હજારની નોટો ગ્રાહકને ન આપવા આદેશ, ગુજરાતમાં કોણે છાપી નકલી નોટો ?

Order to not give away thousands of notes to customer, who printed fake notes in Gujarat?

  • 2,000 રૂપિયાની નોટો: ગ્રાહકોને અને એટીએમમાં ​​2 હજાર રૂપિયાની નોટો ન મુકવા બેંકોને આદેશ
  • ગુજરાતમાંથી કુલ રૂ. 5,94,87,470 (પાંચ કરોડ પંચાણું લાખ) બનાવટી ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે. એ રીતે સમગ્ર દેશમાંથી એકલાં ગુજરાતમાંથી જ 40 ટકા બનાવટી નોટો જપ્ત કરવામાં આવી છે.
  • રાજકીય વ્યક્તીએ આવી નકલી નોટો છાપી છે કે કેમ તે તપાસ કરવી જોઈએ.

2,000ની નોટની અફવા : રિપોર્ટ અનુસાર, બેંકે કર્મચારીઓને 100 જેટલી નોટોનો વ્યવહાર કરવા જણાવ્યું હતું. આદેશ મુજબ ચલણી છાતીમાંથી 100 રૂપિયાની નોટોની સપ્લાયમાં પણ ખાસ વધારો કરવામાં આવશે.

શું સરકાર ધીમે ધીમે 2 હજાર રૂપિયાની નોટ ચલણમાંથી બહાર લાવવા માંગે છે? રિપોર્ટ અનુસાર, સરકારી બેંકે તેના કર્મચારીઓને લેખિતમાં આદેશ આપ્યો છે કે તેઓ ગ્રાહકોને 2 હજાર રૂપિયાની નોટો ન આપે. ઉપરાંત, તેમને એટીએમમાં ​​ન મૂકશો. બેંક અધિકારીઓએ એટીએમ પર 500 ઉપરાંત 500 અને 200 રૂપિયાની નોટો મુકવાના ઓર્ડર જારી કર્યા છે.

બેંકના અધિકારીના હવાલેથી બિઝનેસ ઇન્સાઇડર વેબસાઇટના અહેવાલમાં જણાવ્યા મુજબ, પૈસા લેવા માટે આવતા ગ્રાહકોને 2,000 ની જગ્યાએ અન્ય નોટો આપવા માટે ઇમેઇલ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત, તેઓ એટીએમમાં રકમ ન રાખવા કહેવાયું છે. જો કે, ગ્રાહકો માટે આ અંગે ચિંતા કરવાની કંઈ નથી. બેંક દ્વારા જારી કરાયેલા હુકમમાં ગ્રાહકોને 2 હજારની નોટો સ્વીકારવાનું કહેવામાં આવ્યું છે.

બેંકે મોકલેલા એક ઈમેલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ સંબંધમાં ટૂંક સમયમાં ઔપચારિક હુકમ જારી કરવામાં આવશે. તમામ મેનેજરોને કહેવામાં આવ્યું હતું કે, વહેલી સવારથી ટ્રાન્ઝેક્શનમાં તેનો અમલ કરવામાં આવે.

100 નોટોનો પુરવઠો વધશે: રિપોર્ટ અનુસાર, બેંકે કર્મચારીઓને 100 ની નોટોનો મહત્તમ ટ્રાંઝેક્શન કરવાનું કહ્યું હતું. આદેશ મુજબ ચલણી છાતીમાંથી 100 રૂપિયાની નોટોની સપ્લાયમાં પણ ખાસ વધારો કરવામાં આવશે.

નકલી નોટોને લીધે લીધેલો નિર્ણય? : આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2,000 રૂપિયાની નકલી નોટોનો પૂર આવી ગયો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કુલ રિકવર થયેલી નકલી નોટોમાં 56 ટકા હિસ્સો રૂ.2000ની નોટોનો છે.

રૂ. ૬,૯૩,૬૦૦૦ ની રકમ સાથે ગુજરાત ફેક કરન્સીમાં, દેશભરમાં અવ્વલ નંબરે. રૂ. ૨૦૦૦ના મૂલ્યની નકલી નોટોની ટકાવારી ૫૬ ટકાથી વધુ. નોટબંધી એ ભ્રષ્ટાચાર, કાળાનાણા અને નકલી નોટોની સામેનો મહાયજ્ઞ છે તેવી વાતો કરનાર અમિત શાહ અને નરેન્દ્ર મોદી સરકારનું ‘નોટબંધી’ એ ‘નોટ બદલી’નું ઐતિહાસિક મહાકૌભાંડ છે. એવો આરોપ કોગ્રેસના નેતા મનીષ દોશીએ મૂક્યો છે.

કાળુ નાણું, ભ્રષ્ટાચારને નાથવાની ગુલબાંગ સાથે કરેલ નોટબંધી બાદ ગુજરાત ‘ફેક કરન્સી’નો ગઢ બન્યું છે, દેશભરમાં પકડાયેલી નકલી નોટોમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે આવે છે. ગુજરાતમાં આર્થિક ગુન્હાખોરીનો આંક સતત ઉચો જઈ રહ્યો છે.

વર્ષ ૨૦૧૮માં FICN (ફેક ઈન્ડિયન કરન્સી નોટસ) રૂ. ૫૦૦ની નકલી નોટમાં ૧૨૧ ટકા, ૨૦૦૦ની નકલી નોટમાં ૨૧.૯ ટકાનો વધારો થયો છે. નેશનલ ક્રાઈમ બ્યૂરો રિપોર્ટ (NCRB) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નાં આંકડાઓ મુજબ વર્ષ ૨૦૧૮માં દેશભરમાંથી પકડાયેલી ફેક કરન્સીમાં ગુજરાતમાં ૬,૯૩,૬૦,૦૦૦ જેટલી માતબાર રકમની નકલી નોટો પકડાઈ હતી. પકડાયેલી કુલ નકલી નોટોમાં ૫૬ ટકા જેટલી નોટો ૨૦૦૦ ની છે. નકલી નોટો મામલે દેશમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે આવે છે.

નોટબંધીની જાહેરાત સાથે નવેમ્બર ૨૦૧૬માં દેશમાં રૂ.૫૦૦ અને ૧૦૦૦ની નોટોને ચલણમાંથી બંધ કરવામાં આવી. તે વખતે પ્રધાનમંત્રીએ નકલી નોટો પર રોક લાગશે તેવી વાતો કરી હતી. પણ NCRBએ ૨૦૧૬માં નકલી નોટોને પોતાના રિપોર્ટમાં જાહેર થયેલ આંકડા દેશભરમાં જપ્ત કરાયેલી નકલી નોટોને લઈને એક વર્ષના આંકડા મુજબ ૨૦૧૭માં રૂ. ૨૮.૧ કરોડની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. જે ૨૦૧૬માં જપ્ત કરવામાં આવેલી નકલી નોટોની તુલનામાં ૭૬ ટકા વધારે છે. ત્યારે રૂ. ૧૫.૯ કરોડની કિંમતની નકલી નોટ જપ્ત કરવામાં આવી હતી.

જે દર્શાવે છે કે દેશમાં આર્થિક ગુન્હા ખોરીનો આંક સતત ઉંચે જઈ રહ્યો છે. રૂ. ૨૦૦૦ના મૂલ્યની નકલી નોટોની ટકાવારી ૫૩ ટકાથી વધુ ૨૦૧૭માં પકડાયેલી હતી જ્યારે વર્ષ ૨૦૧૮માં ૫૬ ટકા જેટલી નકલી નોટો પકડાઈ.
નોટબંધી એ ભ્રષ્ટાચાર, કાળાનાણા અને નકલી નોટોની સામેનો મહાયજ્ઞ છે તેવી વાતો કરનાર મોદી સરકારનું ‘નોટબંધી’ એ ‘નોટ બદલી’નું ઐતિહાસિક મહાકૌભાંડ દેશ સમક્ષ ખુલ્લુ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતનો ગૃહ વિભાગ આર્થિક ગુન્હેગારોને પકડવામાં અને આર્થિક ગુન્હાઓને રોકવામાં નિષ્ફળ છે.

વર્ષ ૨૦૧૭માં દેશભરમાં પકડાયેલી ૨૦૦૦ની નકલી નોટનો આંક ૭૪,૮૯૮ હતો જે વધીને ૧,૧૮,૨૬૦ થઈ જવા પામ્યો છે. માત્ર ગુજરાતમાં જ ૨૦૦૦ની નકલી નોટ રૂ. ૬,૯૩,૬૦,૦૦૦ જેટલી માતબર રકમ પકડાઈ હતી. જો કે ચોંકાવનારી બાબત એ છે કે સમગ્ર ભારતમાં ગુજરાત નકલી નોટોમાં પ્રથમ ક્રમાંકે આવે છે. ગૃહવિભાગ આર્થિક ગુન્હા અન્વેષણ ખાતુ શું કરે છે ? વર્ષ ૨૦૧૭, ૨૦૧૮માં NCRB ના અહેવાલે ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો પ્રજા સમક્ષ ખુલ્લો પાડ્યો છે. જે પ્રકારે નકલી નોટો પકડવામાં વધારો થયો છે. તે સ્પષ્ટ દર્શાવે છે કે, નોટબંધી એ ભ્રષ્ટાચાર, કાળાનાણા સામેની નહી પરંતુ પોતાના સાથીદારો – મળતીયાઓ – ઉદ્યોગગૃહોના લાભ માટે કરવામાં આવી હતી. સમગ્ર આર્થિક ગુન્હા ખોરીમાં મુખ્યમંત્રીશ્રી હસ્તકનો રાજ્યનો ગૃહવિભાગ સતર્ક બનીને કડકમાં કડક પગલા ભરે તો જ આ ભ્રષ્ટાચાર, કાળુનાણુ અને નકલી નોટો સામેનો જંગ લડી શકાશે.

ક્રમ રાજ્ય પકડાયેલ (રૂા.) ૨૦૦૦ની નકલી નોટ
1. ગુજરાત ૬૯,૩૬૦,૦૦૦ – ૩૪૬૮૦
2. વેસ્ટ બંગાલ ૩૫,૦૭૪,૦૦૦ – ૧૭૫૩૭
3. તમીલનાડુ ૨૮,૮૫૮,૦૦૦ – ૧૪૪૨૯
4. ઉત્તરપ્રદેશ ૨૬,૮૮૮,૦૦૦ – ૧૩૪૪૪
5. દિલ્હી ૧૯,૬૮૪,૦૦૦ – ૯૮૪૨
6. કર્ણાટક ૧૭,૭૭૪,૦૦૦ – ૮૮૮૭
7. મિઝોરમ ૧૩,૩૬૪,૦૦૦ – ૬૬૮૨
8. આસામ ૯,૩૧૪,૦૦૦ – ૪૬૫૭
9. કેરાલા ૮,૮૦૪,૦૦૦ – ૪૪૦૨
10. મહારાષ્ટ્ર ૭,૪૦૦,૦૦૦ – ૩૭૦૦
કુલ ૨૩૬,૫૨૦,૦૦૦ – ૧,૧૮,૨૬૦

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશ વિવાદમાં રહેતો આવ્યો છે. એક સાધુ મંદીરની અંદર જ રૂ.1.26 કરોડની નકલી નોટો છાપતો પકડાયો હતો. નકલી નોટો છાપવી તે દેશ વિરોધી પ્રવૃત્તિ ગણવામાં આવે છે. પણ આ સાધુ મશીન સાથે પકડાયો ત્યારથી તે એક રહસ્યમય કથાનું પાત્ર બની ગયો છે. તેની સાથે પોલીસે પણ પોતાની સામે અનેક રહસ્યો ઊભા કરી દીધા છે.

ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં સમગ્ર દેશની જે નવી નકલી નોટ પકડાઈ છે. દેશમાં નોટબંધી બાદ ગુજરાતમાં કેટલાંક રાજકીય નેતાઓના સંતાનો દ્વારા તેમની કચેરીમાં જુની નોટ બદલી આપવામાં આવતી હતી. કેટલાંક અખબારોના માલિકો પણ દિલ્હી જઈને નવી નોટોનો સોદો કરી આવ્યા હતા. ગુજરાતમાં કમીશનથી નોટ બદલી આપવામાં આવતી હતી. મહેશ શાહ નામના વ્યક્તિ પાસેથી 10,000 કરોડની નોટો પકડાઈ હતી. જેની તપાસ દાબી દેવામાં આવી છે. આ નોટો કેટલાંક રાજકીય નેતાની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતનો એક પણ ઉદ્યોગપતિ જુની નોટ બદલવા માટે બેંકની લાઈનમાં ઊભો રહ્યો ન હતો.

આ બધા શંકાસ્પદ હિસાબ પછી ગુજરાતમાં જ સૌથી વધું નવી નકલી નોટ કેમ પકડાઈ રહી છે તે એક રહસ્ય છે. નોટબંધી બાદ દેશમાં સૌથી વધુ ગુજરાતમાંથી રૂપિયા 6 કરોડ બનાવટી નોટો જપ્ત કરવામાં આવી છે. લોકસભામાં રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હંસરાજ ગંગારામ આહિરે આ વિગતો જાહેર કરી હતી. જોકે તે અંગેના કારણો તેમણે આપ્યા ન હતા. સંસદમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાંથી કુલ રૂ. 5,94,87,470 (પાંચ કરોડ પંચાણું લાખ) બનાવટી ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે. એ રીતે સમગ્ર દેશમાંથી એકલાં ગુજરાતમાંથી જ 40 ટકા બનાવટી નોટો જપ્ત કરવામાં આવી છે. જોકે પ્રધાને જાહેર કર્યું હતું કે દેશમાં બનાવટી નોટો ફરતી કરવાની વ્યવસ્થામાં સંડોવાયેલા તત્વોની તપાસ કરાઈ રહી છે.