અમદાવાદમાં 78 ઔદ્યોગિક એકમોને સીલ કરવાનો આદેશ

Order to seal 78 industrial units in Ahmedabad अहमदाबाद में 78 औद्योगिक इकाइयों को सील करने का आदेश

અમદાવાદ, 20 જુલાઈ 2024

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મહાનગરપાલિકાની પરવાનગી વિના નારોલમાં ચાલતા 78 ઔદ્યોગિક એકમોને સીલ કરવાનો આદેશ આપ્યો છે. સાબરમતી નદીના પ્રદૂષણને લઈને ગુજરાત વડી અદાલતમાં જાહેર હીતની અરજીની સુનાવણી ચાલી રહી છે.

અમદાવાદના નારોલ વિસ્તારમાંથી પસાર થતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગટર લાઇનમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને રોકવા માટે પાણી અને ડ્રેનેજ કનેક્શન પણ કાપવામાં આવશે.

સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક મળી હતી. કમિશનર એમ. થેન્નારસનએ શહેરના દક્ષિણ અને પૂર્વ ઝોનમાં આવેલા વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા ગટરની લાઇનમાં તેમના ગંદા પાણીને રોકવા માટે આ પગલું ભર્યું છે.

સમિક્ષા બેઠકમાં શહેરમાં મહાનગરપાલિકા હસ્તકના તમામ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કેપેસિટી, ઇનલેટ અને આઉટલેટ વગેરેની ચકાસણી કરી અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું.

ડેપ્યુટી કમિશનરોને કેમિકલયુક્ત દૂષિત પાણી છોડતા અટકાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ત્રણ વધારાની શિફ્ટ સોંપવામાં આવી છે. શહેરના દક્ષિણ અને પૂર્વ ઝોનમાં 19 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી સવારે 6 થી 2, બપોરે 2 થી 10 અને રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી ફરજ સોંપી છે.

ગુજરાત હાઈકોર્ટમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગે PIL-98-2021ની સુનાવણી ચાલી રહી છે.

પ્રથમ સુનાવણી 6.08.2021નાં રોજ હાથ ધરાઈ હતી અને આ કેસમાં અત્યાર સુધી 30 વખત સુનાવણી થઈ છે. કેસમાં અત્યાર સુધી 49 એફિડેવિટ ફાઈલ થયા છે. અત્યાર સુધી 67 હુકમો થયા છે.

અમદાવાદના વાસણાથી નારોલ બ્રિજ સુધીના નદીના પાણીમાં કરાયેલા પૃથક્કરણમાં નદી સૌથી વધુ પ્રદૂષિત બની છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અહેવાલમાં અમદાવાદની સાબરમતી નદી અગાઉ કરતાં વધુ પ્રદૂષિત બની હોવાનું જાહેર કરાયું હતું.
વાસણાથી નારોલ બ્રિજ સુધીના સાબરમતી નદીના પાણીનું પી.એચ. લેવલ 7.69 છે.
ડીઓ લેવલ તો માપી જ શકાયું નથી. બીઓડી એટલે કે બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ લેવલ 30ના બદલે 89.60 મિલીગ્રામ પર લિટર છે. ડીએનું લેવલ સામાન્ય રીતે 5 હોવું જોઇએ પણ મોટી માત્રામાં હોવાથી તેને માપી શકાયું નથી. કેમીકલ ઓક્સિજન ડિમાન્ડ 100ના બદલે 386.6 છે.

છ જગ્યાએ ફાયર સ્ટાફ અને બાઉન્સરો હાજર રહેશે.

દરેક સ્થાન પર પાંચ સુરક્ષા બાઉન્સર અને મણિનગર, જમાસપુર, થલતેજ, ચાંદખેડા અને ભોપાલ ફાયર સ્ટેશન પર કામ કરતા ફાયર બ્રિગેડના કર્મચારીઓએ દક્ષિણ અને પૂર્વ વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી કરતી વખતે તેમના વાહનો સાથે શિફ્ટ ડ્યુટી પર રહેવું પડશે.

30 MLD પ્લાન્ટની કિંમત 112 કરોડ રૂપિયા છે

નારોલ, દાણીલીમડા અને બહેરામપુરાની આસપાસના ઔદ્યોગિક એકમો માટે બહેરામપુરા ખાતે 30 મિલિયન લિટર પ્રતિ દિવસની ક્ષમતાનો સામાન્ય ગંદકી શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો.

અગાઉ 61 એકમો સામે કાર્યવાહી

સાબરમતી નદીમાં કેમિકલવાળું પ્રદૂષિત પાણી છોડતાં 61 ઔદ્યોગિક એકમો સામે 2022 અને 2023ના કેલેન્ડર વર્ષ દરમિયાન પગલાં ભરાયા હતા. જે પૈકી 32 એકમોને ક્લોઝર સહિત અન્ય હુકમ કરાયા. જ્યારે 12 એકમોને કારણદર્શક નોટિસો આપી હતી. 16 એકમોને નોટિસ ઓફ ડાયરેક્શન તથા એક એકમને લીગલ નોટિસ અપાઈ હતી. 32 એકમોને તાળાં માર્યા હતા, તે પૈકી 10એે જરૂરી પૂર્તતા કરી નિયમ પાળવાનું શરૂ કરતાં તે ઉદ્યોગો ફરી ચાલુ થયા હતા.

રોજના આ સીઈટીપીમાં અંદાજે 25થી 40 એસિડ ટેન્કર ઠલવાઈ રહ્યા હોવાના આક્ષેપો સીઈટીપીના મૅનેજમેન્ટ કરતાં બોર્ડ પર કરવામાં આવી રહ્યા છે. બોર્ડના જે ડિરેક્ટર તેમની સાથે સહમતીનો સુર ન પુરાવે તો તેમની સાથે પણ આડોડાઈ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

નારોલના પોલીસ ઇન્સ્પેક્ટર પણ ફરિયાદ કરનારની ફરિયાદને આધારે પગલાં ન લેતા હોવાની લાગણી તીવ્ર બની રહી છે. સૌથી આઘાત પ્રમાણે તેવી બાબત તો એ છે કે 1000થી 1200ના સીઓડીથી વધુવાળા પાણી છોડાતા હોવા છતાંય 130 સીઓડીનો લેબ રિપોર્ટ જીપીસીબી પાસેથી મેળવવામાં નારોલ ટેક્સટાઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્વીરો મેનેજમેન્ટના હોદ્દેદારો સફળ થયા હતા.