Thursday, November 13, 2025

આયુષના નક્કર ઉપાયો અને દવાઓ થી ‘કોવિડ-19’નો ઉપચાર શોધવાના ...

આયુષ મંત્રાલયે પ્રોફાઇલેક્સિસમાં આયુષના હસ્તક્ષેપો/ દવાઓની અસરો અને કોવિડ-19ના તબીબી વ્યવસ્થાપનના મૂલ્યાંકન માટે ટુંકાગાળાના સંશોધન પ્રોજેક્ટ્સને સહાય આપવા માટે વ્યવસ્થાતંત્રની જાહેરાત કરી છે. કોવિડ- 19 કેસોના વ્યવસ્થાપનમાં સંકળાયેલી હોસ્પિટલો/ સંસ્થાઓ કે જે બાહ્ય (એટલે કે, જે આયુષ મંત્રાલય સંસ્થાઓ સિવાય હોય તેમના માટે) સંશોધન શ્રેણી અંતર્ગત આવે...

3 ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર પર 1 ટ્રિલિયન ડોલરનો ફટકો, જીડીપી ઘટશે ...

ફેસબુકનો જિયો સાથે 5.7 અબજ ડોલર (રૂ. 43,574 કરોડ)નો સોદો કરીને જિયોનું વેચાણ કર્યા બાદ રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના સીનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ અને આંધ્ર પ્રદેશમાંથી રાજ્ય સભાના ઉમેદવાર પરિમલ નથવાણીએ ભારતના અર્થતંત્ર અંગે જણાવ્યું છે. કોરોનાનો ફટકો અર્થતંત્ર પર પડશે. 3 ટ્રિલિયન ડોલરના ભારતીય અર્થતંત્ર પર લગભગ 1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડશે અને જી.ડી.પી. ઘટીન...

કોરોના દર્દીનું ઘર હોસ્પિટલમાં ફેરવી દો, નહીંતર નહીં પહોંચી વળો –...

એક મહિનામાં કોરોનાના દર્દીઓની સંથ્યા ગુજરાતમાં 25 લાખ સુધી હોઈ શકે છે. તેથી તેમને તમામને સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવા મુશ્કેલ બનશે. અમદાવાદમાં 25 મે 2020 સુધીમાં એક લાખ દર્દીઓ હશે. આ માટે સરકારી કે સંસ્થાગત સાધનો ટાંચા પડવાના છે. તેથી આવા દર્દીઓ માટે ઘર એ જ તેમની હોસ્પિટલ બનાવી દેવી જોઈએ એવું ઘણાં લોકો માનતા થયા છે. એમ પી શાહ કેન્સર...

અમદાવાદમાં એક મહિનામાં 1 લાખ કોરોના દર્દી હશે

અમદાવાદમાં દર 4 દિવસે કોરોનાના રોગીઓ બે ગણા થઈ રહ્યાં છે. આ દર ચાલુ રહેશે. તેમ થશે તો 15 મે 2020 સુધીમાં 50 હજાર દર્દીઓ અને 20-24 મે સુધીમાં એક લાખ દર્દીઓ હોઈ શકે છે. રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસનો સૌથી વધુ રાફડો અમદાવાદમાં ફાટ્યો છે, 1652 જેટલા કેસ સાથે શહેરમાં વધુ કેસ ઉમેરાઇ રહ્યાં છે, અને 69 લોકોનાં મોત થઇ ગયા છે. અમદાવાદના દાણીલીમડા, જમાલપુર...

મોંઘવારી ભથ્થા સ્થગિત કરી બચેલા 1 લાખ કરોડ ગરીબોને આપો

ડીએ સ્થગિત કરવાનો નિર્ણય આવકાર્ય: બચેલા રૂ. ૯૬,૦૦૦ કરોડ ગરીબોને રોકડા આપી દો, મોંઘવારી ભથ્થાની બચેલી રકમ ગરીબોના બેંક ખાતામાં સીધી જમા કરાવવા પી.યુ.સી.એલ., ગુજરાતના પ્રો. હેમંતકુમાર શાહ અને ગુજરાત સોશિયલ વોચના મહેશ પંડ્યાએ માંગણી કરી હતી. કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોને આ વર્ષના આરંભથી દોઢ વર્ષ સુધી મોંઘવારી ભથ્થું નહિ આપવા અંગે જ...

ગુજરાતમાં રેપિડ એન્ટી બોડી ટેસ્ટ શરૂ કરાયા

રાજ્યમાં કોરોના અંગેના ટેસ્ટ પૂર્વે પ્રારંભિક લક્ષણો ધરાવતા વ્યક્તિઓને ત્વરાએ શોધી શકાય તે માટે રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કીટનો પણ વ્યાપક ઉપયોગ કરીને રાજ્યના 30 જેટલા જિલ્લામાં આવા સર્વેલન્સ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. ૨૪ હજાર કીટ ભારત સરકાર તરફથી ગુજરાતને આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યા ઉત્તરોત્તર વધારવામાં આવી છે. ૧ એપ્રિલના ...

અમદાવાદમાં 7 દિવસમાં કોરોનાનો રોગ 300 ટકા વધી ગયો

મૃત્યુની સંખ્યા બમણી થઈ અમદાવાદમાં કોરોનાના 1501 દર્દી થઈ ગયા છે. મૃત્યુઆંક 62 છે. 86 લોકો સારા થઈ ગયા છે. એક સપ્તાહ દરમિયાન સેમ્પલની સંખ્યા બમણી કરવામાં આવી છે. એક અઠવાડિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ત્રણ સો ટકા વધારો થયો છે. હોટસ્પોટ બનેલા શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. છતાં કોટ વિસ્તારમાં કેસની સંખ્યામાં ઘટાડો થયો નથ...

પોલીસ અધિકારી મીની જોસેફ સહિત અમદાવાદમાં 40 અધિકારીઓ કોરોનાગ્રસ્ત

અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા પોલીસ સ્ટેશનના એસીપી મીની જોસેફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એસવીપી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. પોલીસ અધિકારીને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવું અમદાવાદમાં પ્રથમવાર બન્યું છે. અમદાવાદ મહાનગર પાલિકાના 30 કર્મચારી-અધિકારી અને બીજા તંત્રના 10 મળીને અમદાવાદમાં કુલ 40 અધિકારીઓ કે કર્મચારીઓ કોરોન...

મુકેશ અંબાણીએ દેવું ભરવા જીઓનું વેચાણ FACEBOOKને કર્યું, હવે સાઉદી અરે...

રિલાયન્સ અને ફેસબૂક : મુકેશ અંબાણીની ગપ્પાંબાજી* - *પ્રો. હેમંતકુમાર શાહ* રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ૯.૯૯ ટકા શેર રૂ. ૪૩,૫૭૪ કરોડમાં ફેસબૂકને વેચવા માટે જે સોદો થયો તે ભારતની આર્થિક ગુલામી તરફનું વધુ એક કદમ છે. આ સંદર્ભમાં કેટલાક મુદ્દા: (૧) આ સોદા અંગે મુકેશ અંબાણીએ એક ડિજિટલ સંદેશમાં અંતે "જય હિંદ" બોલવા સાથે એમ કહ્યું કે આ સોદો ભારતના ડ...

VIDEO અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધા...

અર્નબ ગોસ્વામીનો ધાર્મિક ઉશ્કેરણીનો વિડિયો પુરાવા તરીકે પોલીસને ચાવડાએ આપ્યો છે https://youtu.be/cjEvsYaNOxw અમદાવાદ, 23 એપ્રિલ, 2020 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રિપબ્લિક ઇન્ડિયા ટીવીના સંપાદક અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ અમદાવાદમાં એફઆઈઆર નોંધાવી છે. તે જ રીતે, ગુજરાતના દરેક જિલ્લા મથકે પણ અહેવાલો દાખલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના પાલઘર ...

મુકેશ અંબાણી માટે ખરાબ દિવસોની શરૂઆત, 4.50 લાખ કરોડનું દેવું

અનિલ સેલારકા દ્વારા મહત્વપૂર્ણ લેખ છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં ક્રૂડ ઓઇલની કિંમતો પ્રથમ વખત ઝીરોથી નીચે આવી ગઈ છે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ભારતીય શેર બજારના મુકેશ અંબાણી માટે ખરાબ દિવસોની શરૂઆત છે. મુકેશ અંબાણીની રિલાયન્સમાંથી સૌથી વધુ ખરાબ દેવા છે. એનપીએના રૂપમાં ભારતીય પીએસયુ બેંકો પર મુશ્કેલીઓ ઊભી થઈ છે, જે બીએસઈ / એનએસઈના 14% જેટલ...

4500ની ફી નકકી કરી અને હોસ્પિટલે વસૂલી 10 લાખ

કોઈ પણ ટેસ્ટ કરાવવા જાઓ તો કોરોનાનો ટેસ્ટ ફરજિયાત કરી લૂંટફાટ શરૂ, લૂંટ કરવાનો ગુજરાતમાં આ અનોખો વિક્રમ છે અમદાવાદ, 23 એપ્રિલ 2020 સરકારે નક્કી કરેલી રૂ.4500માં સારવાર આપવાના બદલે ખાનગી હોસ્પિટલો રૂ.10 લાખ વસૂલ કરીને વિજય રૂપાણીની સરકારને નબળી પાડી રહ્યાં છે. તંત્ર પર ભાજપ સરકારનો કોઈ કાબુ ન હોય તેમ હોસ્પિટલ હવે ગુજરાતના મુખ્ય પ્રધાન ને પ...

અમદાવાદ અદભૂત મોબાઈલ કોરોના ટેસ્ટીંગ વાન શરૂ કરાઈ

ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ વાન ફાસ્ટ ટેસ્ટીંગ, આઈસોલેશન સુવિધા અને ઝડપી ટેસ્ટીંગના પગલે ઝડપી સારવાર એમ ત્રિવિધ સુવિધાઓ સાથે આ ટેસ્ટીંગ વાન અમદાવાદ જિલ્લાની કોરોના સામેની લડાઈ માટે આગવું હથિયાર અમદાવાદ જિલ્લામાં આજથી કોવિડ-૧૯ મોબાઈલ ટેસ્ટીંગ વાન નો પ્રારંભ કરાયો છે. અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે  ફાસ્ટ ટેસ્ટીંગ, આઈસોલેશન સુવિધા અને ઝડપી ટેસ્ટીંગના ...

અમદાવાદ ગ્રામ્યમાં 113 કારખાના શરૂં કરાયા, 7 હજાર પાસ અપાયા

સાણંદમાં 58, ધોળકામાં 18, કેરાલામાં 17 અને માંડલમાં 7 ઔદ્યોગિક એકમો પુન: શરુ અમદાવાદ જિલ્લામાં લોકડાઉન બાદ ગ્રામ્ય વિસ્તારમાં વહીવટીતંત્રએ આપેલી છુટછાટોને પગલે ઉદ્યોગો ફરી ધમધમતા થયા છે. 20 એપ્રિલ બાદ લોકડાઉનમાં અપાયેલી રાહત બાદ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 113થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત થયા છે, જેમાં 48 જેટલા ઔદ્યોગિક એકમો આવશ્યક ચીજવસ્તુઓ સંબંધીત છ...

અમદાવાદના 16 હજાર લોકો એકથી બીજા ગામ ગયા, 67 હજાર લોકો રીંગ રોડ પર ફર્...

ગામડાઓમાં “ગ્રામ યોધ્ધા કમિટી“ ગામમા અવર-જવર કરતા લોકોનું રજીસ્ટર નિભાવે છે. ૪૬૦ ગામોમાં આવા ૧૬,૦૩૩ લોકોની અવર-જવરની નોંધણી કરાઈ છે. જિલ્લામાં પ્રવેશતા વિવિધ માર્ગો પર રીંગ રોડ ઉપર આઠ ચેકપોસ્ટ બનાવેલ છે. અમદાવાદમાંથી ગ્રામ્યકક્ષાએ જતા માર્ગો પરની આ આઠ ચેક પોસ્ટ પર અત્યાર સુધી ૬૭,૦૧૨ લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે. સામાન્ય તાવ-શરદી જેવા લક્ષણો ધ...