ખેડૂતોની પાયમાલીનો રસ્તો પામ ઓઈલ

દિલીપ પટેલ, અમદાવાદ, 11 જૂલાઈ 2021

પામ ફળનું તેલ પામ તેલ ગુજરાતના તેલ ઉત્પાદન માટે મોટો ફટકાર છે. ગુજરાતમાં સિંગતેલ અને કપાસિયા તેલનું હેક્ટરે 500થી 800 કિલો માંડ થાય છે. ત્યારે પામ તેલ 5000થી 6000 કિલો એક હેક્ટરે વિદેશમાં થાય છે. પામ તેલ સસ્તું છે. તેથી ગુજરાતના ખેડૂતોને તે દબાવે છે. પામ આયાત થાય તો મોંઘા તેલમાં તેની મિલાવટ કરી દેવામાં આવે છે. ગુજરાતમાં 36 લાખ ટન તેલીબિંયા પેદા થાય છે જેમાંથી 40થી 50 ટકા તેલ નિકળે છે. 50 લાખ હેક્ટરમાં વાવેતર છે. 58 લાખ ખેડૂતોમાંથી તેલીબિંયાના પાકો ઉગાડતાં હોય એવા 30 લાખ ખેડૂતો છે. જ્યારે પામ તેલની જ્યારે આયાત થાય છે ત્યારે ગુજરાતના 30 લાખ ખેડૂતોને અબજો રૂપિયાનું નુકસાન થાય છે. કેન્દ્ર સરકારે ફરી એક વખત પામ તેલની આયાત કરવાની છૂટ આપી છે તેથી આ વર્ષે 30 લાખ ખેડૂતોને મોટો ફટકો પડવાનો છે. તમામ તેલના ભાવ નીચે જઈ શકે છે.

ભારતમાં વર્ષે 200 લાખ ટન ગુજરાતમાં 12થી 15 લાખ ટન તેલ ખવાય જાય છે. તેની સામે ભારતમાં ખાદ્યતેલનું ઉત્પાદન ખેડૂતો દ્વારા 70થી 72 લાખ ટન થાય છે. તેથી ભારતે દર વર્ષે 150 લાખ ટન ખાવાનું તેલ આયાત કરવું પડે છે. જ્યારે સસ્તુ તેલ આયાત થાય છે તેના બીજા વર્ષે જ ભારતમાં તેલનું ઉત્પાદન ઘટી જાય છે. કારણ કે આયાતી તેલ સસ્તુ હોય છે. તેથી ખેડૂતો તેની સામે ટકી ન શકે અને ખોટ સહન કરવી પડે છે. તેથી ઉત્પાદન ઘટી જાય છે.

વિદેશના ખેડૂતો સમૃદ્ધ થાય છે દેશના કંગાળ

મલેશિયા અને ઈન્ડોનેશિયાથી પામ તેલ આયાત થાય છે. એટલે આ દેશના ખેડૂતો સમૃદ્ધ બને છે અને ભારતના કંગાળ બની રહ્યાં છે. ભારતમાં પામ તેલનું ઉત્પાદન સફળ નથી. ગુજરાતમાં તેના પ્રયાગો થયા હતા. પણ સફળ નથી. પામ તેલ આયાત થાય એટલે ગુજરાતમાં મગફળી, કપાસ, તલ, રાયના તેલ જેવા તેલ દબાઈ જાય છે.

ગુજરાતની કોઈ રજૂઆત નહીં

નિતિન ગડકરીએ વડાપ્રધાનને વારંવાર રજૂઆત કરી છે તે પામ તેલની આયાત ઘટાડો. આયાત વધે છે તેથી દેશના ખેડૂતો કંગાળ બને છે. ગુજરાતના  ભાજપ, આમ આદમી પક્ષ કે કોંગ્રેસના એક પણ નેતા આ અંગે કેન્દ્ર સરકાર સામે ખોખારો ખાઈને બોલી શકતા નથી. જ્યારે પામ તેલની આયાત ઓછી થાય છે ત્યારે દેશના ખેડૂતોને સારા ભાવ મળે છે.

ગુજરાતમાં તેલ પાકો

ગુજરાતમાં તેલીબિંયા મગફળી, એરંડી, તલ, રાઈ, સોયાબિનનું વાવેતર 26 લાખ હેક્ટરમાં ઉત્પાદન 61 લાખ ટન થાય છે. હેક્ટરે 2375 કિલોનું ઉત્પાદન થાય છે. વળી, કપાસિયા બી 26 લાખ હેક્ટરમાં 10 લાખ ટન થાય છે. તે મળીને કુલ 36 લાખ ટન તેલીબિંયા પેદા થાય છે. જેમાંથી 40થી 50 ટકા તેલ નિકળે છે.

ગુજરાતમાં પામ ફળની ખેતી

ગુજરાતમાં 1994-95માં માત્ર 3 જિલ્લાઓમાં 40 હેક્ટર પામ ફળની ખેતી થતી હતી.

2019માં તે વધીને 12 જિલ્લામાં 4850 હેક્ટર થઈ ગઈ છે. પામ ફળની ખેતીનો વિસ્તાર વધારીને 2.60 લાખ હેક્ટર થઈ શકે તેમ છે. હાલ માત્ર 2 ટકા વિસ્તારમાં ખેતી થાય છે. હજુ 98 ટકા વિસ્તારમાં જ્યાં સૌથી વધું ગાઢ વૃક્ષો હોય ત્યાં પામ ફળના વૃક્ષો થઈ શકે છે. એવો અહેવાલ ગુજરાતના કૃષિ વિભાગે તૈયાર કર્યો છે. જોકે વિશ્વમાં જ્યાં પામ તેલના બગીચા બનાવવામાં આવ્યા છે ત્યાં જંગલો કપાયા છે. ગુજરાતમાં પણ જંગલો કપાઈ શકે છે.

પામથી ખેડૂતો પાયમાલ

2020માં પામ તેલની આયાત બંધ કરી હોવાથી ગુજરાતના ખેડૂતોને સીંગતેલ, કપાસીયા, રાયડો, સોયાબિનના સારા ભાવ મળ્યા હતા. તેથી આ વસ્તુઓની ટેકાના ભાવે સરકારે ઓછી ખરીદી કરવી પડી હતી. જેમાં સરકારને સીધો ફાયદો થયો હતો. મગફળીના 1100-1300, સોયાબિનના 1300-1400ના 20 કિલોના ભાવ મળ્યા હતા.

તપાસ અહેવાલ

કે એલ ચંદા અને પી રેથીનામ સમિતિએ ગુજરાતમાં ક્યાં કેટલી પામ ફળની ખેતી થઈ શકે તેની શક્યતા દર્શાવતો અહેવાલ તૈયાર કર્યો છે. જેમાં 5 હજાર હેક્ટરથી વધીને 2.60 લાખ હેક્ટર ખેતી શઈ શકે છે. નર્મદા નહેરના બન્ને કાંઠે, સુરત, વલસાડ, પંચમહાલમાં મોટા પ્રમાણમાં પામ ફળની ખેતી થઈ શકે તેમ છે. અહીં સૌથી વધું ગાઢ જંગલો છે. તે કાપીને જ ખેતી થશે. કંપનીઓ દ્વારા હાક ગુજરાતમાં ખેતી થઈ રહી છે. ગોદરેજ ઓઈલ પામ કંપનીએ વલસાડ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર જિલ્લાના 16 તાલુકામાં પામ ફળની ખેતી કરીને તેલ કાઢે છે.

બાબા રામદેવની રૂચિસોયા ઈન્ડિયા કંપની આણંદ, નવસારી, ખેડા, પંચમહાલ, મહિસાગર જિલ્લાના 20 તાલુકામાં પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. બીજી કંપનીઓએ સુરત, તાપી, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના 19 તાલુકાઓમાં પામ ઓઈલ વૃક્ષો ઉગાડી રહી છે.

2016-17માં છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતના 2.23 લાખ અને આયાતી 4 લાખ રોપા હતા. 35 વર્ષ સુધી એક છોડ ઉત્પાદન આપે છે.

 

પામ તેલનું ઉત્પાદન

2014-15માં 407.47 મેટ્રિક ટન, 2015-16માં 522.98 મેટ્રિક ટન, 2016-17માં 852.51 મેટ્રિક ટન, 2017-18માં 857.03 મેટ્રિક ટન મળીને ચાર વર્ષનું કૂલ 2641 મેટ્રિક ટન પામ ઓઈલ બીયા પેદા કરાયા હતા. જેનો ભાવ 5400થી 6300 નક્કી કરાયો હતો. પણ તે મજૂરી સાથે રૂ.9940 પ્રત્યેક ટન દીઠ પડતર ખર્ચ આવે છે.

ઈન્ડોનેશિયામાં જંગલો સાફ

સપ્ટેમ્બર 2018માં ઇન્ડોનેશિયાની સરકારે પામની નવી ખેતી પર પ્રતિબંધ મુક્યો છે. કારણકે 2000-2017ની વચ્ચે લગભગ 2,70,000 હેકટર જંગલ સાફ કરી તેની ઉપર પામની ખેતી શરૂ કરવામાં આવી હતી. પામની ખેતી વધારવા માટે મોટા પાયે જંગલનો ભોગ લેવાયો છે, સેટેલાઇટ તસવીર પ્રમાણે 1985 થી 2001 વચ્ચે કાલિમન્ટન રેઇનફોરેસ્ટનું 56 ટકા જંગલ સાફ કરી તેના ઉપર પામ ખેતી શરૂ થઇ છે. તો બોરનિયો ફોરેસ્ટની દર વરસે 1.3 મિલિયન હેક્ટર જમીન પરથી જંગલ સાફ કરી પામની ખેતી થઇ રહી છે. ઇન્ડોનેશીયામાં 1985માં 6,00,000 હેક્ટર જમીન ઉપર પામની રોપણી થઇ હતી તે 2007માં વધી 6 મિલિયન હેક્ટર પર પામના વૃક્ષો જોવા મળતાં હતાં. 2017 સુધીમાં આ વિસ્તારમાં વધારો થઇ 11.7 મિલિયન હેક્ટર થઇ ગયો છે. વિશ્વની પામ ઓઇલની કુલ જરૂરીયાતના 51 ટકા પામ ઓઇલનું ઉત્પાદન ઇન્ડોનેશીયામાં થાય છે.

તેલનું ઉત્પાદન

ઇન્ડોનેશીયામાં 2017માં 38.17 મિલિયન ટન ક્રુડ પામ ઓઇલનું ઉત્પાદન થયું હતું. જો કે પામ કર્નલ ઓઇલનું ઉત્પાદન 3.05 મિલિયન ટને પહોચ્યું છે. 2017ના વર્ષમાં કુલ પામ ઓઇલનું ઉત્પાદન 41. 98 મિલિયન ટને પહોચ્યું છે, જે 2016ના વર્ષ કરતાં 18 ટકા વધુ છે.

80 વખત તળી શકાય

મલેશિયાના પુત્રા વિશ્વવિદ્યાલયે પામની નવી જાત શોધી છે. તાડના તેલ પામ ઓઈલ અને રૂટેસીથી બનતા આ તેલ ને એએફ્ડીએચએલ કુકિંગ ઓઈલનાનામ આપ્યું છે. જેને એક વારની માત્રામાં 80 વાર સુધી તળીને ભોજન રાંધે શકાય છે. બીજા તેલોની અપેક્ષા 85 ટકા ઓછા તળે છે. આથી દિલના રોગો થવાના ખતરા ઓછા થઈ જાય છે.

પામ તેલ આયાત

પામ તેલ આયાત આયાત કરાતાં ભારતમાં તેલીબીયા ઉત્પાદન, વેચાણ અને પીલાણ ઉદ્યોગની ઉત્પાદન ક્ષમ્તામા વ્યાપક ઘટાડો થયો છે. તેથી આયાતમાં બેફામ વધારો થયો છે. દેશની કુલ ખાદ્યતેલ આયાતમાં પામતેલનો હિસ્સો 66 ટકા છે. વિશ્વના સૌથી મોટા પામોલીન આયાતકાર ભારત છે.