રિલાયંસના પરિમલ નથવાણીએ ભાજપના 25 વર્ષના શાસનની પોલ ખોલી

Parimal Nathwani of Reliance opened the poll for BJP's 25-year rule

  • ભારતમાં કુલ આઠ લાખ આયુષ  પ્રેક્ટિશનરમાંથી ગુજરાતમાં 49,973
  • ભારતની કુલ 4035 આયુષ હોસ્પિટલોમાંથી ગુજરાતમાં 64 હોસ્પિટલો
  • પરિમલ નથવાણીએ ગુજરાત ભાજપની પોલ ફોલી છે. 

અમદાવાદ 05, ફેબ્રુઆરી 2020 

સમગ્ર ભારતમાં નોંધાયેલા આઠ લાખ આયુષ પ્રેક્ટિશનરો (ડોક્ટરો)માંથી ગુજરાતમાં કુલ 49,973 પ્રેક્ટિશનરો નોંધાયા છે. સમગ્ર દેશમાં આયુષ મિનિસ્ટ્રી સાથે નોંધાયેલી કુલ 4035 આયુષ હોસ્પિટલમાંથી ગુજરાતમાં કુલ 64 હોસ્પિટલો આવેલી છે. જે દોઢ ટકો માંડ થાય છે. આમ રિલાયંસ સાથે જોડાયેલા પરિમલ નથવાણીએ ગુજરાત ભાજપની પોલ ફોલી છે. તેમણે પૂછેલા એક પ્રશ્નમાં આ વિગતો બહાર આવી છે. તેથી ગુજરાત સરકારે હવે આયુરિવેદ, નેચરોપેથી, હોમિયો પેથી, યુનાની માટે નવેસરથી વિચારીને ગુજરાતને ઉત્તર પ્રદેશથી આગળ લઈ જવા માટે પ્રોત્સાહન નીતિ બનાવવી પડશે અને આરોગ્યનું 50 ટકા બજેટ વધારીને આ શ્રેત્રમાં રોકાણ કરવું પડશે એવું આ વિગતો પરથી સ્પષ્ટ થયું છે. 

ગુજરાતમાં 49,973 આયુષ પ્રેક્ટિશનરોમાં સૌથી વધુ 26,716 આયુર્વેદની પ્રેક્ટિસ કરે છે, અન્ય 22930 હોમિયોપથી પ્રેક્ટિશનર છે અને 327 યુનાની પ્રેક્ટિશનર છે. દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ આયુષ પ્રેક્ટિશનરની નોંધણીમાં ગુજરાત પાંચમા સ્થાને છે, જ્યારે મહારાષ્ટ્ર 1.53 લાખ અને બિહાર 1.36 લાખ પ્રેક્ટિશનરો સાથે પહેલા અને બીજા સ્થાને છે. ગુજરાતમાં નોંધાયેલી 64 આયુષ હોસ્પિટલોમાં 42 આયુર્વેદ હોસ્પિટલો છે. જ્યારે ભારતની કુલ 4035 આયુષ હોસ્પિટલોમાં અડધાથી પણ વધુ 2316 હોસ્પિટલો ઉત્તર પ્રદેશમાં નોંધાયેલી છે. આયુર્વેદ, યોગા અને નેચરોપથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપથી (આયુષ) કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીપદ યેસ્સો નાઇકે જણાવ્યું હતું. 

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ મુજબ, આયુષ દ્વારા પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ અને રેહાબિલિટેટિવ સેવાઓ સર્વગ્રાહી રીતે પૂરી પાડવામાં આવે છે. આ નીતિ સુનિશ્ચિત કરે છે કે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડતાં સ્થળો પર આયુષની સારવાર મળી રહે. આયુર્વેદિક દવાઓના ધોરણો નિશ્ચિત કરવા અને તેને માન્યતા આપવા તથા આયુષની ઔષધિઓનું અસરકારક ક્વોલિટી કંટ્રોલ કરવાની જરૂરિયાતને પણ સ્વાસ્થ્ય નીતિ સ્વીકારે છે. સ્થાનિક લોકોને સાંકળીને ટકી શકે એવી જીવનનિર્વાહ પદ્ધતિને વિકસાવવા માટે અને ઔષધીય વનસ્પતિના સ્થાનિક-ઔદ્યોગિકથી લઈને બજાર સુધીની પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા પર સ્વાસ્થ્ય નીતિ ધ્યાન કેન્દ્રિત કરે છે. ઔષધીય વનસ્પતિની પદ્ધતિસરની ખેતીને બળવત્તર બનાવવા માટે પણ આ નીતિમાં ભાર મૂકવામાં આવ્યો છે. 

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાજ્યસભામાં પુછેલા પ્રશ્નના જવાબમાં સમગ્ર દેશમાં અને રાજ્યવાર કુલ કેટલા તબીબો આયુર્વેદ, હોમિયોપથી, યુનાની, સિદ્ધા અને નેચરોપથીની આયુષ પ્રેક્ટિસ કરે છે અને કેટલી આયુષ હોસ્પિટલો આવેલી છે.