ઝડપથી વધતા કોરોના કેસોએ વિવિધ રાજયોની ચિંતા વધારી દીધી છે. સંક્રમણને રોકવા હવે સરકારે નાના લોકડાઉન લગાવી રહી છે. યુપી, બિહાર, પ.બંગાળ બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ પૂણે અને પિપરી, ચિંચવાડામાં લોકબંધી જાહેર કરી છે બંને જીલ્લામાં ૧૩ થી ૨૩ સુધી બધુ બંધ રહેશે. થાણેમાં પણ ૧૯મી સુધી બધુ બંધ રહેશે.
મધ્યપ્રદેશ સરકારે દર રવિવારે લોકડાઉનનો નિર્ણય લીધો છે. કેરળ સરકારે રવિવાર રાતથી તીરૂવન્તપુરમમાં પ્રતિબંધો લાગુ કરવા નિર્ણય લીધો છે સોમવાર સવારે ૬ થી લાગુ થશે જે ૧ સપ્તાહ ચાલશે. તામિલનાડુના મદુરાઇ અને આસપાસ ૧ સપ્તાહનું લોકડાઉન જારી થયું છે. પ.બંગાળ સરકારે રાજયના કન્ટેન્મેન્ટ ઝોનમાં આજે જેથી ૭ દિ’ માટે લોકડાઉન જાહેર કર્યુ છે. રાજયમાં ૪૪૩ આવા ઝોન છે. ટ્રીપલ લોકડાઉન, સ્માર્ટ લોકડાઉન, સીમિત લોકડાઉન અને સંપૂર્ણ લોકડાઉન એમ ચાર પ્રકારથી કોરોનાને હરાવી શકાય છે.
દેશમાં કોરોનામાં સંક્રમણ હવે બેકાબૂ છે. દરરોજ ૨૦ હજારથી વધુ કોરોના કેસ આવી રહ્યા છે. ઝડપથી ફેલાતા ચેપને રોકવા માટે, દ્યણા રાજયોએ ફરીથી લોકડાઉન લગાવી દીધું છે. તો કેટલાક રાજયોએ રાજયની સીમા પર તાળાબંધી કરવામાં આવી છે, તો કેટલાક શહેરોને તાળાબંધી કરવામાં આવી છે. ચાલો આપણે જાણીએ કે દેશમાં કયાં અને કયાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
ઉત્ત્।ર પ્રદેશમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને યોગી આદિત્યનાથની સરકારે ૧૦ જુલાઈથી ૧૩ જુલાઈ સુધી રાજયમાં લોકડાઉન લગાવી દીધું છે. આ સમયગાળા દરમિયાન, સમગ્ર રાજયમાં તમામ કચેરીઓ અને તમામ શહેરી અને ગ્રામીણ, બજારો, ગલ્લા-દુકાન, વ્યાપારી મથકો બંધ રહેશે. આ સમયગાળામાં ફકત જરૂરી સેવાઓ ચાલુ રહેશે.
બિહારની રાજધાની પટણામાં કોવિડ -૧૯ ના કેસોમાં અચાનક ઉછાળાને ધ્યાનમાં રાખીને રાજય સરકારે ૧૦-૧૬ જુલાઇથી સંપૂર્ણ લોકડાઉન કરવાની દ્યોષણા કરી છે. આ સમયગાળા દરમિયાન, રાજયની રાજધાનીમાં તાળાબંધીના સમયગાળા દરમિયાન જરૂરી સેવાઓ સિવાય, બજારો, ઓફિસો અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્ત્િ।ઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.