ટપાલ જીવન વીમા માટેની ચુકવણી અવધિ વિસ્તૃત

payment period for Postal Life Insurance extended

કોરોના વાયરસ (કોવિડ-19)ના ઉપદ્રવના કારણે ઉભા થયેલા જોખમ અને સમગ્ર ભારતમાં લૉકડાઉનના અમલને ધ્યાનમાં રાખીને, દૂરસંચાર મંત્રાલયના પોસ્ટ વિભાગના પોસ્ટલ જીવન વીમા નિયામક (PLI) દ્વારા માર્ચ 2020માં જેમના પ્રીમિયમની ચૂકવણીની તારીખ આવતી હોય તેમના માટે પ્રીમિયમ ચુકવણીની મુદત 30 એપ્રિલ, 2020 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ તારીખ સુધી કોઇપણ પ્રકારની પેનલ્ટી/ ડિફૉલ્ટ ફી લેવામાં આવશે નહીં. PLIના નિયામકે જણાવ્યું હતું કે, ઘણી પોસ્ટ ઓફિસ આવશ્યક સેવાઓના ભાગરૂપે કાર્યરત હોવા છતાં, પોસ્ટલ જીવન વીમો/ગ્રામીણ પોસ્ટલ જીવન વીમાના ગ્રાહકોને પ્રીમિયમની ચુકવણી માટે પોસ્ટ ઓફિસ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. આથી, તમામ PLI/ RPLI ગ્રાહકોની સવલત માટે, પ્રીમિયમની ચુકવણીની મુદત લંબાવવામાં આવી છે.

આ નિર્ણયના કારણે અંદાજે 13 લાખ પોલિસી ધારકો (5.5 લાખ PLI અને 7.5 લાખ RPLI)ને લાભ થશે જેઓ ચાલુ મહિને તેમનું પ્રીમિયમ ભરે શકે તેમ નથી. ગયા મહિને અંદાજે કુલ 42 લાખ લોકોએ પ્રીમિયમ ચુકવ્યું હતું જેની તુલનાએ આ મહિને આજના દિવસ સુધીમાં માત્ર 29 લાખ લોકો જ તેમના પ્રીમિયમની ચૂકવણી કરી શક્યા છે.

પોર્ટલ પર નોંધણી કરાવી હોય તેવા ગ્રાહકોને પણ સલાહ આપવામાં આવે છે કે તેઓ PLI ગ્રાહક પોર્ટલનો ઉપયોગ કરીને પ્રીમિયમની ઑનલાઇન ચુકવણી કરે