PDP નેતા મહેબૂબા મુફ્તિ બાદ તેની પુત્રી પણ નજરકેદ, ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને રોષ ઠાલવ્યો

વર્ષો સુધી જમ્મુ-કાશ્મીરમાં મનમાણી કરનારા મુફ્તિ પરિવારને હવે ભારતની તાકાતનો અંદાજો આવી રહ્યો છે, પીડીપી નેતા અને વારંવાર પાકિસ્તાનની તરફેણ કરનાર મહેબૂબા મુફ્તિ હાલમાં નજર કેદ છે અને હવે તેની પુત્રી ઇલ્તિઝા જાવેદને પણ નજરકેદ કરી દેવાયાના સમાચાર સામે આવ્યાં છે, તેને મીડિયા સાથે વાત કરી હતી ત્યાર બાદ તેની પર સુરક્ષા એજન્સીઓની નજર છે, તેને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને જવાબ માંગ્યો છે કે મને કેમ હેરાન કરવામાં આવી રહી છે, પત્રમાં લખ્યું છે કે દેશ આખો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે કેમ જમ્મુ-કાશ્મીરના લોકોને પશુઓની જેમ કેદ રાખવામાં આવી રહ્યાં છે ? કેમ માનવ અધિકારોથી તેમને વંચિત રાખવામાં આવી રહ્યાં છે ?

એક ઓડિયો સંદેશમાં ઇલ્તિઝાએ કહ્યું છે કે હું કાશ્મીરીઓનો અવાજ ઉઠાવી રહી છું, જેથી હવે મારી જાનને ખતરો છે, મારી પર સતત નજર રાખવામાં આવી રહી છે, મારા માતાને પણ શ્રીનગરમાં એક ગેસ્ટ હાઉસમાં નજર કેદ કરી લેવામાં આવ્યાં છે.