ગાંધીનગર, નવેમ્બર 20
પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગાંધીનગર આઠમો પદવીદાન સમારોહ, 21 નવેમ્બર, 2020ના રોજ ડીઝીટલી થશે. 2600 વિદ્યાર્થીઓને આ પ્રસંગે ડીગ્રી સર્ટિફઇકેટ એનાયત કરવામાં આવશે. અત્યારની COVID-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નવી ફેસિલિટિઝના ઉદ્ઘાટન સહિતનો આ આખો કાર્યક્રમ PDPUના ડિજિટલ પ્લેટફોર્મ convocation2020.pdpu.ac.in પર યોજાશે.
40 સ્કોલર્સને PhDની ડીગ્રી એનાયત થશે. 77 જેટલા વિદ્યાર્થીઓને મેડલ્સ ઓફ મેરિટ પણ એનાયત કરવામાં આવશે. માનનીય વડાપ્રધાન નીચે આપેલી પાંચ ફેસિલિટીઝનું ઉદ્ઘાટન કરશે.
(1) 45 મેગાવોટની મોનોક્રિસ્ટલાઇન સોલર ફોટો વોલેટિક પેનલ (GEDA તરફથી ફંડિંગ – રૂ. 17 કરોડ), (2) PDPU ટેક્નોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર (DST TBI ફંડિંગ – રૂ. 22 કરોડ), (3) સ્પોર્ટ્સ કોમ્પલેક્સ (SAG, GOG ફંડિંગ – રૂ. 15 કરોડ), (4) ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ અને ડિસેલિનેશન માટે હોરાઇઝન 2020 અંતર્ગત ‘ઇન્ડિયા h2o’ પર ઇન્ડો – યુરોપ બાયલેટરલ પ્રોજેક્ટ (રૂ. 14 કરોડ), (5) ટ્રાન્સલેશન રિસર્ચ સેન્ટર (TREC-PDPU).
PDPUને NAAC દ્વારા “A” ગ્રેડ પ્રાપ્ત છે. યુનિવર્સિટીની સ્થાપના એપ્રિલ 4, 2007ના રોજ બનાવાયેલા રાજ્યના કાયદા અંતર્ગત કરવામાં આવી છે. આ યુનિવર્સિટી વિજ્ઞાન, ટેક્નોલોજી, મેનેજમેન્ટ, માનવશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાનમાં દેશની જરૂરીયાતને અનુરૂપ તાલિમબદ્ધ માનવ સંસાધન પૂરા પાડવાનું કાર્ય કરે છે. અત્યારે યુનિવર્સિટીમાં 5000થી પણ વધારે વિદ્યાર્થીઓ અને રિસર્ચ સ્કોલર્સ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ, ન્યૂક્લિઅર, સોલાર તથા જીઓથર્મલ જેવી ટેક્નોલેજીસમાં, બિઝનેસ મેનેજમેન્ટ અને લિબરલ સ્ટડીઝ જેવા તેમના રસના વિષયોમાં અભ્યાસ કરી રહ્યા છે. યુનિવર્સિટી તેના વિદ્યાર્થીઓને વિશ્વ માનવ બનાવવા માટે વેશ્વિક ફલક પર લઇ જતી પ્રવૃત્તિઓ પણ હાથ ધરે છે.
વડાપ્રધાન, નરેન્દ્ર મોદી પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં 21 નવેમ્બરના રોજ આઠમા પદવીદાન સમારોહ પ્રસંગે પાંચ સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટીઝનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્ય મંત્રી વિજય રૂપાણી અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને PDPU બોર્ડ ઓફ ગવર્નર્સના પ્રેસિડન્ટ મૂકેશ અંબાણી આ પ્રસંગે પ્રમુખસ્થાને રહેશે.