PM મોદી ગુજરાત છોડી લોકસભાની ચૂંટણી વારાણસીને બદલે જગન્નાથ પુરીથી લડશે?

(ગુજરાત)ની ધરતીથી શરૂ કરી કાશી વિશ્વનાથ (બનારસ)થી જીતી પીએમ બનેલા નરેન્દ્ર મોદી શું હવે જગન્નાથ (પુરી) જશે? જો પીએમ મોદી ઓડિશા ભાજપની ભલામણોનું માનીએ તો તેઓ નરસિંહા રાવ
પછી બીજા એવા સિટિંગ પીએમ હશે, જે ભારતના આ પૂર્વ પ્રદેશમાંથી ચૂંટણી લડશે. પૂર્વ પીએમ નરસિંહા રાવે ૧૯૯૬માં પીએમ પદે રહેવા દરમિયાન આવું કર્યું હતું. રાવે ઓડિશાના બરહામપુર બેઠક પરથી ૬૨.૫ ટકા વોટ મેળવી મોટા અંતરેથી ચૂંટણી જીતી હતી.રાવ આ ઉપરાંત આંધ્ર પ્રદેશની નંદયાલ સીટ પરથી પણ જીત્યા હતા. તેમણે બરહામપુર સીટ જ પોતાની પાસે રાખી હતી. જોકે કોઈ પક્ષને બહુમતી ન મળવાની સ્થિતિમાં પીએમ તરીકે તેઓ ફરી આરૂઢ ન થઈ શક્યા અને
વાજપેયીના નેતૃત્વમાં ભાજપ ઓછા સમય માટે જ સરકાર બનાવવામાં સફળ રહ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે, પુરીથી મોદીના ચૂંટણી લડવાથી ભાજપ પૂર્વ ભારતે લઈને ચાલી રહેલી પોતાની રણનીતિને વધુ મજબૂતી આપી શકશે.
હવે, પીએ મોદી પુરીથી ચૂંટણી લડવાના હોવાની વાતો ઉડી છે, તો ભાજપ તેને લઈને ગ્રાઉન્ડ વર્ક કરતો પણ જોવા મળી રહ્યો છે.રવિવારે ઓડિશા ભાજપની સ્ટેટ અક્ઝિક્યુટિવની બેઠક મળી હતી. તેમાં કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સ્મૃતિ ઈરાની પણ સામેલ થયા. ભાજપ સૂત્રોએ જણાવ્યું કે, તેમાં રાજયની રાજકીય સ્થિતિની સાથે-સાથે મોદીની પુરીથી લડવાની શક્યતાઓ પર પણ ચર્ચા થઈ. ભાજપના આંતરિક મામલાના જાણકારોનું માનવું છે કે, સોમનાથની ધરતીથી આવીને કાશી વિશ્વનાથની ધરતીનું પ્રતિનિધિત્વ કરનારા મોદી જો જગન્નાથ ધામ (પુરી)થી લડે છે તો તે લોકો માટે ‘રાઈટ સિગ્નલ’ હશે.રાજય ભાજપ અધ્યક્ષ બસંત પાંડાનું કહેવું છે કે, તેનાથી અહીંના કાર્યકર્તાઓનું મનોબલ પણ ઘણું વધશે. હાલ
પુરીથી બીજેડીના પિનાકી મિશ્રા સાંસદ છે. મોદીના પુરીથી લડવાને લઈને બીજો તર્ક પૂર્વ ભારતમાં ભાજપને મજબૂત બનાવવા માટે આપવામાં આવી રહ્યો છે.