કાલુપુરમાં નિરાધાર રહેતાં 130 લોકોને શેલ્ટર હોમમાં મોકલતી પોલીસ

કારંજ પોલીસ સ્ટેશનના કાલુપુર વિસ્તારમાં રહેતાં 130 નિરાધાર લોકોને પોલીસે શેલ્ટર હોમમાં અમદાવાદ મહાનગર પાલિકાની મદદથી મોકલ્યા હતા. મોટાભાગના બહારના રાજ્યોના મજૂરી કરતાં લોકો છે. તેઓને રહેવા માટે કંઈ ન મળતાં કારંજમાં રસ્તાની ફૂટપાથ પર રહેતાં હતા.