પ્રદુષણ વધતાં અરબી સમુદ્ર ગરમ થયો, 20 વર્ષમાં ગુજરાતમાં વાવાઝોડાંનો વિનાશ 

In 20 years, increasing pollution in Gujarat, Arabian Sea has warmed, reason for destruction of cyclones, 20 साल में गुजरात में बढ़ते प्रदूषण से अरब सागर गरम, चक्रवातों के विनाश का कारण

દિલીપ પટેલ

ગાંધીનગર, 13 જૂન 2023

ગુજરાત હવે વાવાઝોડાં અને ભારે વરસાદથી તારાજ થઈ રહ્યું છે. છેલ્લાં 3 દાયકામાં કુદરતી તાકાત ગુજરાત પર કોપાયમાન થઈ છે. કુદરતી નિયમ છે આપો એવું આપે. ગુજરાતના 12 હજાર ઉદ્યોગો, 6 મહાનગરો, નાના શહેર, કેમિકલ ઉદ્યોગ, રિફાઈનરી દ્વારા અરબી સમુદ્રમાં જે રીતે પ્રદૂષિત કચરો અને પાણી અને ગરમ પાણી ફેંકવામાં આવી રહ્યા છે. જેણે નવી સમસ્યા તો ઊભી કરી નથી ને? એવો સવાલ ઊભો થઈ રહ્યો છે. શું ગુજરાત ઉદ્યોગોની લાયમાં કૃષિ, માછીમારી, પરંપરાગત ઉદ્યોગ અને કુદરતને ખતમ કરી રહ્યાં છે ?

નાનકડા કેરેબિયન દેશ વારંવાર કુદરતી તાંડવનો ભોગ બનતો આવ્યો છે. હૈતીમાં ધરતીકંપથી બે હજાર લોકો મરી ગયા, ત્યાં  એક વાવાઝોડું ત્રાટક્યું હતું. પછી હૈતીના રાષ્ટ્રપ્રમુખ મોઇઝની રહસ્યમય સંજોગોમાં હત્યા થઇ ગઇ. ગુજરાતમાં પણ આવી આફતો 30 વર્ષથી સતત આવે છે. તે રીતે ગુજરાતની ભૂમિ કમનશીબ છે. હવે તેમાં અતિ ભારે વધારો થયો છે. જેને રોકવા માટે નવી નીતિ નહીં ઘડવામાં આવે તો પશ્ચિમ ગુજરાત અને કચ્છને તબાહી સિવાય કંઈ જોવાનું નહીં રહે.

ગુજરાત માટે ભૂકંપો અને વાવાઝોડાંઓ નવી વાત નથી. વારંવાર આપત્તિઓ ત્રાટકતી રહી છે.  વિનાશક ભૂકંપમાં લોકો માર્યા ગયા હતા. નાનકડો પ્રદેદેશ અનેક અસ્થિર ટેકટોનિક પ્લેટોની વચ્ચે વસેલો છે. વળી, વિશિષ્ટ ભૌગોલિક સ્થાનને કારણે અનેક વખત વિનાશક વાવાઝોડાંઓના માર્ગમાં ગુજરાત આવી જાય છે. પ્રાકૃતિક આફતોની બાબતમાં કદાચ સૌથી કમનસીબ પ્રદેશ અરબી સમુદ્રના કાંઠે આવેલો ગુજરાત પ્રદેશ છે. દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડાં, ભારે વરસાદ, પાણીનું પ્રદૂષણ, કેમિકલ ઉદ્યોગ, આગની ઘટના, દરિયાના તોફાનો, હવામાન પરિવર્તન અને તેને પગલે સર્જાતા પૂરો વગેરે અનેકાનેક પાકૃતિક આપત્તિઓ આ દેશ પર ત્રાટકતી રહી છે.

ગુજરાતની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિને કારણે તે વાવાઝોડાં અને ભારે વરસાદનું નિશાન બને છે. ભૂગર્ભીય અસ્થિરતાને કારણે ભૂકંપો સર્જાતા રહે છે. ગુજરાતમાં ગીરનાર અને બીજા 7 પર્વતો બન્યા બાદ જ્વાળામુખી ફાટતા નથી. એ સારી વાત છે.

ગુજરાત અને બંગાળ બન્ને બદનશીબ છે. બંગાળની ખાડીના કિનારે વસેલા ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા જેવા રાજ્યો તેમના વિશિષ્ટ સ્થાનને કારણે વારંવાર વાવાઝોડાનો ભોગ બનતા રહે છે. કેટલાક દેશો અને પ્રદેશો એવી જગ્યાએ આવેલા હોય છે કે ત્યાં ભાગ્યે જ વાવાઝોડાં કે ભૂકંપ થાય છે. પ્રાકૃતિક આફતોનો ભોગ બનતું ગુજરાત બદલી શકે તેમ નથી. તેવા સંજોગોમાં આફતોના સમયે યોગ્ય સહાય પહોંચાડીને તેમનું દુ:ખ હળવું કરી શકાય છે. વૈજ્ઞાનિક શોધો વડે તેમને આવી આફતો સામે ઝીંક ઝીલવા વધુ સક્ષમ બનાવી શકાય. માણસ આટલું તો કરી શકે છે.

ગુજરાતમાં  વાવાઝોડાંનું સંકટ પહલીવાર નથી. ગુજરાત વાવાઝોડાંમાં સૌથી વધારે ભોગ બનતું રહ્યું છે.

ગરમ પાણી

1975થી 2000ની વચ્ચે 7 મોટા વાવાઝોડાં આવ્યા હતા. જ્યારે 2020થી 2023માં 20થી વધુ વાવાઝોડાં અને હવાનું ડિપ્રેશન થયું હતું.

સમુદ્રનાં ગરમ પાણીથી ગરમ થયેલી હવા ઉપર ઊઠે છે. હવા ઠંડી પડીને નીચે તરફ આવે છે. નીચેથી પહેલાંથી ગરમ થયેલી હવા બાજુમાં ધકેલી દે છે. આ પ્રક્રિયા હવાની ગતિ વધારી દે છે. આવી સ્થિતિમાં દરિયામાં મોજાં પણ ઊંચે સુધી ઊછળે છે. આ જ મોજાં કાંઠાંનાં શહેરો અને ગામડાંમાં તબાહી સર્જતાં હોય છે. જમીન પર ઝડપથી ફૂંકાતા પવનો ભારે મોટું નુકસાન સર્જતા હોય છે.  ગુજરાતની 20નદીઓ પ્રદૂષિત છે, તેમાં સાબરમતી, નર્મદા, મહિ અને તાપી છે. પ્રદૂષિત નદીઓના દેશમાં ગુજરાત ચોથા ક્રમાંકે છે. જે પાણી સમુદ્રમાં ઠાલવે છે. દરિયાકાંઠે કેમિકલ અને રિફાઈનરીઓ ખડકી દીધી છે. જેનું ગરમ પાણી સીધું સમુદ્રમાં જઈ રહ્યું છે. રાજય સરકાર કે બોર્ડ પ્રદૂષણ નિયંત્રણ માટે ગંભીર નથી. 8 મહાનગર પાલિકાઓમાંથી 6 મહાનગરો દરિયા કાંઠે છે. જેની 1.25 કરોડ પ્રજાનું પ્રદૂષિત પાણી દરિયામાં છોડવામાં આવે છે. 90 શહેરો દરિયા કાંઠે છે.

અરબી સમુદ્ર ગરમ થતાં ભોગ ગુજરાત

ભારતની આજુબાજુના દરિયાઈ કિનારાનું હવામાન બદલાઈ રહ્યું છે, સામાન્ય રીતે બંગાળની ખાડીમાં વધુ ચક્રવાતો જોવા મળતા હતા. બંગાળની ખાડીમાં અરબી સમુદ્ર કરતા વધુ ગરમ પાણી હતું. પણ છેલ્લા બે દશકમાં વાવાઝોડાંમાં 52% નો વધારો થયો છે. વાવાઝોડાંના સમયગાળામાં 80%નો વધારો થયો છે. તીવ્રતામાં 20થી 40%નો વધારો થયો છે. બંગાળની ખાડીમાં વાવાઝોડાંમાં 8%નો ઘટાડો જોવા મળ્યો છે. જે વધારો થયો છે તે ગરમ બની ગયેલા અરબી સમુદ્રમાં છે, તે ગુજરાતના દરિયા કાંઠે આવેલો છે.

પ્રદૂષણથી દરિયાનું તાપમાન

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સમુદ્રના પાણીનું તાપમાન વધી રહ્યું છે અને તેને કારણે ભવિષ્યમાં વાવાઝોડાં વધવાના છે. છેલ્લા 25 વર્ષમાં અરબી સમુદ્રમાં ગુજરાતના ઉદ્યોગોએ પ્રદુષણ વધારતા વાવાઝોડાંએ તારાજી સર્જી છે. હજું વધારે ખતરનાક વાવાઝોડાં આવનારા વર્ષોમાં આવી શકે છે. માછીમાર, ખેડૂતો, ઉદ્યોગ, લોકોની બરબાદી થવાની છે.

દેશની કુલ વસ્તીની 5 % વસ્તી ગુજરાતમાં વસે છે પણ ઔદ્યોગિક ઉત્પાદનમાં ફાળો 18.4 % છે.

પ્રદૂષણ જન્માવનારા દેશની કુલ પેટ્રોકેમિકલ પેદાશોમાં  62 %નું ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. દેશનું  98 % સોડા એશ, 65 % પ્લાસ્ટિક, 50 % કેમિકલ, 40 % સિલ્ક, 70 % ડેનિમ (જીન્સ) ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં 232 ઔદ્યોગિક વસાહતો – જીઆઇડીસી અને લાખો હેક્ટરમાં ખાનગી ઔદ્યોગિક વસાહતો છે. 90,000 ઔદ્યોગિક એકમો છે. જેમાંથી 12000  એકમો હવા, પાણી, ધરતી અને સમુદ્રનું અતિ ભારે પ્રદૂષણ ફેલાવે છે. આર્થિક વિકાસની લાયમાં ભાજપ અને મિત્ર સરકારોએ 33 વર્ષમાં આપણા સ્વાસ્થ્ય, કુદરતી આફતોને દાવ પર લગાવ્યું છે.

ચેતવણી

નિષ્ણાતોના મત મુજબ દરિયાઈ સપાટીના તાપમાનમાં વધારાથી ચક્રવાત વધી રહ્યા છે. વર્ષે સરેરાશ 10.10મિલી ડિગ્રી દરિયાઈ સપાટીના તાપમાનમાં વધારો વિશ્વમાં થઈ રહ્યો છે. તેથી ગુજરાતમાં વધી રહેલા વાવાઝોડાં ચિંતાજનક છે. 2014માં નિલોફર, 2015માં ચાપલા, અને મેઘ, 2019માં વાયુ અને ફાની, 2020માં નિસર્ગ, 2021માં તોક્તે, 2023માં બીપરજોય જેવા વાવાઝોડાંનો સામનો કરવો પડ્યો છે. દરિયાઈ સપાટીના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારાથી વાવાઝોડાંના આવર્તનમાં વધારો જોવા મળે છે. 2019માં અરબી સમુદ્રમાં 5 વાવાઝોડાં ઊભા થયા હતા. જેમાંથી 4 ધરતી પર આવ્યા હતા.  2020માં 2 વાવાઝોડાં ઊભા થયા હતા. ગુજરાતમાં 14 જિલ્લા વાવાઝોડાં માટે અત્યંત સંવેદનશીલ છે. જે દેશમાં સૌથી વધારે છે. મૌસમ વિજ્ઞાનિક, સમુદ્રી નિષ્ણાત, પર્યાવરણવિદ અને  પ્રકૃતિ પ્રેમીઓ સાથે બેસીને આયોજન કરવું જરૂરી બની ગયું છે. ગ્લોબલ વોર્મિંગ ગુજરાતને ભરખી રહ્યું છે. એવું ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકારને સુચન કર્યું હતું.

મોટા વાવાઝોડાં – 1975-2000

ઈ.સ. 1975 થી 2000ની સાલ દરમ્યાન 6 જેટલા ભયાનક વિનાશ વેરતાં વાવાઝોડાં આવ્યા હતા.

જેમાં 22 ઓક્ટોબર 1975માં પોરબંદર, 3 જુન 1976માં સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં ત્રાટકેલું, 8 નવેમ્બર 1982માં સોમનાથ વેરાવળ બંદરનો વિનાશ વેરેલો, 1 નવેમ્બર 1989માં વેરાવળ અને પોરબંદરના વિસ્તારોમાં તારાજી, 18 જુન 1992માં ગુજરાતના સાગર કાંઠે દિવમાં વિનાશ, 9 જુન 1998માં પોરબંદર, કંડલા, કચ્છ, જામનગરમાં તારાજી સર્જી હતી.

20 મે 1999માં ફરી તોફાન આવ્યું હતું.

કચ્છ

25 વર્ષમાં 6 વાવાઝોડાંએ ભયાનક વિનાશ વેરેલો તેમાં 1998માં ભાજપની સરકાર વખતે સૌથી વધારે ખતરનાક કચ્છનું વાવાઝોડું હતું. વાવાઝોડાંએ ઘણી તારાજી સર્જી હતી. જેમાં 1100થી વધારે લોકોના મોત થયા હતા. જોકે મોતનો આંકડો ઘણો વધારે હતો. ત્યાર પછી બે વર્ષ પછી ભયાનક ભૂકંપ ભાજપની સરકાર વખતે આવ્યો હતો. અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યાર પછી નવું ઔદ્યોગિક કચ્છ તેની જનતાએ ઊભું કરી બતાવ્યું છે.

વર્ષ 1975માં ઉત્તર પશ્ચિમ દરિયાકાંઠેથી 15 કિલોમીટરની આસપાસ જેની અસર જામનગર અને રાજકોટને સીધી રીતે થઈ હતી. 170 ઈલોમીટરની ઝડપે ફૂંકાયેલા આ વાવાઝોડાંથી 80થી વધૂ લોકોના મોત થયા હતા. રૂ.90 કરોડ જેટલું નું નુકશાન નોંધવામાં આવ્યું હતું.

ટેબલ ડેટા

મુખ્ય ચક્રાવાતી પ્રવૃત્તિ ૧૯૭૫ – ૨૦૦૦
ક્રમ લેન્ડફોલ તારીખ લેન્ડફોલ થનાર અને અસરગ્રસ્ત વિસ્તારનું નામ
1. ૨૨ ઓક્ટોબર ૧૯૭૫ પોરબંદર
2. ૩ જુન ૧૯૭૬ સૌરાષ્ટ્ર
3. ૮ નવેમ્બર ૧૯૮૨ વેરાવળ
4. ૧ નવેમ્બર ૧૯૮૯ વેરાવળ અને પોરબંદર
5. ૧૮ જુન ૧૯૯૨ દિવ
6. ૯ જુન ૧૯૯૮ પોરબંદર
7. ૨૦ મે ૧૯૯૯ કચ્છ

 

મુખ્ય ચક્રાવાતી પ્રવૃત્તિ ૨૦૦૧ – ૨૦૧૯
વર્ષ પ્રવૃત્તિનો સમયગાળો વર્ગીકરણ અસરગ્રસ્ત વિસ્તાર
૨૦૦૧ ૨૧-૨૯ મે અતિ ગંભીર ચક્રાવાતી તોફાન કંડલા, કોસંબા, જામનગર, વલસાડ
૭-૧૩ ઓક્ટોબર ચક્રાવાતી તોફાન દક્ષિણ ગુજરાત
૨૦૦૪ ૩૦ સપ્ટેમ્બર -૧૦ ઓક્ટોબર ગંભીર ચક્રાવાતી તોફાન પોરબંદર
૨૦૦૫ ૨૧-૨૨ જુન ડીપ્રેશન પશ્ચિમ ગુજરાત
૧૪-૧૬ સપ્ટેમ્બર ડીપ્રેશન પશ્ચિમ ગુજરાત
૨૦૦૬ ૨૧-૨૪ સપ્ટેમ્બર ગંભીર ચક્રાવાતી તોફાન પોરબંદર, રાજકોટ
૨૦૦૮ ૨૩-૨૪ જુન ડીપ્રેશન દિવ
૨૦૧૦ ૩૦ મે – ૭ જુન ખુબ ગંભીર ચક્રાવાતી તોફાન રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, મહેસાણા
૨૦૧૧ ૧૧-૧૨ જુન ડીપ્રેશન ગીર સોમનાથ, વેરાવળ, કોડીનાર, તલાલા, ઉપલેટા
૨૦૧૪ ૧૦-૧૪ જુન ચક્રાવાતી તોફાન દક્ષિણ ગુજરાત
૨૫-૩૧ ઓક્ટોબર અતી ગંભીર ચક્રાવાતી તોફાન કચ્છ, સૌરાષ્ટ્ર
૨૦૧૫ ૨૨-૨૪ જુન ડીપ્રેશન ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ
૨૦૧૬ ૨૭-૨૯ જુન ડીપ્રેશન પશ્ચિમ ગુજરાત
૨૦૧૭ ૨૯ નવેમ્બર-૬ ડીસેમ્બર ખુબ ગંભીર ચક્રાવાતી તોફાન સુરત, દહાણુ
૨૦૧૯ ૧૦-૧૭ જુન ખુબ ગંભીર ચક્રાવાતી તોફાન સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ
૩૦ સપ્ટેમ્બર-૧ ઓક્ટોબર ડીપ્રેશન કંડલા (કચ્છ)
૨૨-૨૫ ડીસેમ્બર ખુબ ગંભીર ચક્રાવાતી તોફાન દક્ષિણ ગુજરાત
૩૦ ઓક્ટોબર-૭ નવેમ્બર અતી ગંભીર ચક્રાવાતી તોફાન દિવ

 

વર્ષ ચક્રાવાતનું નામ વાવાઝોડાના લીધે અતિ સંવેદનશીલ જીલ્લાઓ
૨૦૦૪ ઓનીલ જુનાગઢ સુરત
૨૦૦૬ મડકા (Mudka) અમદાવાદ ભરૂચ
૨૦૧૦ ફેટ (Phet) કચ્છ વલસાડ
૨૦૧૪ નિલોફર ભાવનગર રાજકોટ
૨૦૧૫ ચપાલા અને મેઘ જામનગર પોરબંદર
૨૦૧૭ ઓછકી આણંદ મોરબી
૨૦૧૮ લુબાન નવસારી ગીર સોમનાથ
૨૦૧૯ વાયુ અને ફાની
૨૦૨૦ નીસર્ગ
૨૦૨૧ તોકતે
૨૦૨૩ બીપરજોય

મુખ્ય ચક્રાવાતી પ્રવૃત્તિ ૧૯૭૫ – ૨૦૦૦ મુખ્ય ચક્રાવાતી પ્રવૃત્તિ ૨૦૦૧ – ૨૦૧૯ સંવેદનશીલ વાવાઝોડા

1976માં સૌરાષ્ટ્રના જામનગર અને કચ્છમાં વાવાઝોડાંએ 70 લોકોના જીવ લીધા હતા.

1982માં વાવાઝોડું વેરાવળમાં ત્રાટક્યું હતું. જેમાં પોરબંદર, દ્વારકા, કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં તારાજી સર્જી હતી. 130 કરોડનું નુકશાન થયું હતું. 500થી વધુ લોકોના મોત થયા હતા.

1998માં 9 જૂને ચક્રવાતે સૌરાસ્ટ્રને ધમરોળયું હતું. પોરબંદર, કચ્છના કાંઠા વિસ્તારના લોકો, ઉદ્યોગો અને ખેતીને ખુબજ 1800 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. 1485 લોકોના મોત થયા હતા. 1200થી 1800 લોકો લાપતા હતા.  વાવાઝોડું ગુજરાતમાં નુકશાનનો ઇતિહાસ સર્જીને ગયું હતું. તુરંત 2001માં ધરતીકંપ થયો અને 25 હજાર લોકોના મોત થયા હતા.

સેંકડો પરીવારો, એકલા રહેતાં મજૂરો નિરાધાર બન્યા હતા. પથ્થર હૃદયને પણ ધ્રુજાવી દે તેવી આ દુર્ઘટનાઓ ગુજરાતમાં બની છે.

કંડલાથી આશરે 7 કિલો મીટર દુર આવેલા કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં  ફેલાયેલા દરિયાઈ પાણીએ અનેક પરીવારોને મોતમાં ધકેલી દીધા હતા. અનેક પરિવારો ઘર વિહોણા બન્યા હતા. માર્ગો અને કાદવ કીચડમા મૃતદેહ મળી આવતા હતા.

1999માં ફરી એક વર્ષમાં વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું હતું. પ્રજા, માછીમારો અને ખેડૂતોનો શિકાર કર્યો હતો. સૌરાસ્ટ્ર, જામનગર અને કચ્છમાં વાવાઝોડાંએ રૂ.80 કરોડનું નુકશાનને 450 કરતાં વધુ લોકોના જીવ ગયા હતા.

14મી સદીના મધ્યભાગમાં કચ્છમાં કાળો નાગ ગણાતો બહારવટીયો જેસલ જાડેજા પોતાની પત્નીને લઈને દરીયો પાર કરી રહ્યો હતો ત્યારે ભારે વાવાઝોડું આવ્યું હોવાનું કચ્છ કલેક્ટરે જાહેર કર્યું છે. જે ગુજરાતના વાવાઝોડાંનો સૌથી જુનો ઉલ્લેખ મળે છે.

2000 બાદ વાવાઝોડાંના નામ આપવાનું વિશ્વ કક્ષાએ શૂરું થયું હતું.

2014માં પાકિસ્તાન બાજુથી એક વાવાઝોડું ગુજરાત તરફ ધસી આવ્યું હતું. અગાઉથી નિલોફર નામ અપાયું હતું. દરિયા માજ સમાઈ ગયું હતું.

2019 માં સૌરાસ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના દરિયા કાંઠા પર વાયુ નામનું વાવાઝોડું આવ્યું હતું. 170 કિલોમીટરની ઝડપ હતી. આ વર્ષે નાના મોટા 4 વાવઝોડા આવીને ગયા હતા. અબજો રૂપિયાનું નુકસાન થયું હતું.

મુખ્ય વાવાઝોડાં 2001-2019

અરબી સમુદ્રમાં 29 મે 2002માં તોફાન આવ્યું હતું. જેમાં કંડલા, કોસંબા, જામનગર, વલસાડમાં અસર થઈ હતી. 7થી 13 ઓક્ટોબર 2002માં દક્ષિણ ગુજરાતમાં તોફાન થયું હતું. 30 સપ્ટેમ્બર અને 10 ઓક્ટોબર 2004માં પોરબંદરમાં તારાજી થઈ હતી.

21અને 22 જુન 2005માં પશ્ચિમ ગુજરાતમાં ભારે અસર હતી.

14થી 16 સપ્ટેમ્બરમાં પશ્ચિમ ગુજરાત એટલે કે સૌરાષ્ટ્રના માઢીમારો અને ખેતીને અસર થઈ હતી.

21થી 24 સપ્ટેમ્બરમાં જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં ખેડૂતો અને પ્રજા પર વાવાઝોડું ત્રાટક્યું હતું.

23 અને 24 જૂન 2008માં દિવમાં માછીમારોને અસર હતી.

30 મેથી 7 જુન 2010માં રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, મહેસાણા, ઉત્તર ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન કર્યું હતું.

11 અને 12 જૂન 2011માં ગીર સોમનાથ, વેરાવળ, કોડીનાર, તલાલા, ઉપલેટા, રાજકોટના કેરી અને કૃષિને ભારે અસર થઈ હતી.

10થી 14 જુન 2014માં વલસાડ, સુરત, નવસારી અને દક્ષિણ ગુજરાતના ફળોના બગીચાને અસર કરી ગતી.

25થી 31 ઓક્ટોબર 2014માં ફરીથી કચ્છ, સૌરાષ્ટ્રને અનેક જિલ્લાના ખેડૂતોને પરેશાન કર્યા હતા.

22થી 24 જુન 2015માં ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ જિલ્લામાં ખેતીને ભારે નુકસાન કર્યું હતું.

27થી 29 જુન 2016માં પશ્ચિમ ગુજરાતના ભાવનગર, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગરને મોટું નુકસાન કર્યું હતું.

29 નવેમ્બરથી 6 ડિસેમ્બર 2017માં ગંભીર તોફાન આવી ચઢતા નવસારી, સુરત, દહાણુંના કેરી અને ચીકુના બગીચા અને માછીમારોને ભારે નુકસાન કર્યું હતું.

10થી 17 જુન 2019માં સૌરાષ્ટ્ર, કચ્છ, દિવમાં ભારે તોફાન આવી ચઢ્યું અને માછીમારો, ઉદ્યોગો અને ખેતીને પારાવાર નુકસાન કર્યું હતું.

30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2020માં કચ્છના કંડલામાં અસર થઈ હતી.

22થી 25 ડીસેમ્બર 2021માં દક્ષિણ ગુજરાતના બગીચા અને શેરડીને ભારે નુકસાન કર્યું હતું.

30 ઓક્ટોબર 7 નવેમ્બર 2022માં અતી ગંભીર ચક્રાવાતી તોફાન દિવમાં આવ્યું હતું. જેણે અસપાસના કેરીના બગીચાઓને અસર કરી હતી.

12થી 17 જુન 2023માં અરબી સમુદ્રમાં ડીપ્રેશન ઊભું થયું.

આમ ગુજરાત, પશ્ચિમ ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ રીતે ચક્રવાત ભારે અસર કરી રહ્યાં છે. એક ગામને અને 1 લાખની વસતીના શહેરમાં સામાન્ય વાવાઝોડું આવે તો પણ 1થી 10 કરોડનું નુકસાન થાય છે. દરેક વાવાઝોડાંથી સરેરાશ 500 ગામો અને 25 શહેરોને અસર થાય છે. આમ જોઈ શકાતી અને ન જોઈ શકાતી તારાજી અને આર્થિક નુકસાન પ્રજાને પરેશાન કરે છે. તે ખરેખર શું ઉદ્યોગ સ્થાપવા સામે ખોટનો સોદો તો નથી ને ?

આ અંગે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વિશ્વના પર્યાવરણ ક્ષેત્રે કામ કરતાં નીતિ ઘડનરાઓને માટે પગલાં ભરવાનો સમય આવી ગયો છે. પ્રદૂષણ અટકાવવું પડશે, સ્વચ્છ ઉદ્યોગને મહત્વ આપવું પડશે. જો તેમ નહીં થાય તો આ સદી તારાજીની સદી બની જશે.

——————-