ભાવવધારો 2014 અને 2022માં

૩-૧૨-૨૦૨૨

  • આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં સતત ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો એ ભાજપ સરકારની સિદ્ધી છે.
  • મોઘવારીબેરોજગારીભ્રષ્ટાચારથી જનતા ત્રસ્ત, ભાજપના શાસનમાં કાળાબજારીયાઓ – સગ્રહખોરો મસ્ત.
  • બેંકોમાં વ્યાજના દર ઘટાડોરૂપિયાનું સતત અવમુલ્યન અને નાગરીકોની આવકમાં ઘટાડોએ ભાજપની ભેટ છે.

 આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં સતત ઘટાડો છતાં પેટ્રોલ – ડીઝલ – સીએનજીમાં અસહ્ય ભાવ વધારાએ લોકોની કમર તોડી નાખી તેવો ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડીપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તાશ્રી ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલમાં 25 ટકાનો ઘટાડો અને એલપીજીમાં 40 ટકા જેટલો ઘટાડો છતાં સામાન્ય જનતાને ભાવ ઘટાડાનો લાભ મળ્યો નથી.      આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં સતત ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો એ ભાજપ સરકારની સિદ્ધી છે.  ભાજપ સરકાર લુટતંત્ર ચાલતું હોય તેમ નાગરીકોના ખિસ્સામાંથી 28 લાખ કરોડ રૂપિયા લુટી લીધા છે. ભાજપ સરકારે પેટ્રોલ, ડીઝલ, સીએનજી, રાંધણ ગેસ સહિત અનાજ, દાળ, લોટ, ચોખા, દહી, પનીર, મધ જેવી રોજબરોજની આવશ્યક ચીજવસ્તુઓ પર આકરો જીએસટી ઝીકી પ્રજાનું જીવન જીવવું મુશ્કેલી વધારવાનું કામ કર્યું છે.

મોંઘવારીને કાબુમાં લેવાને બદલે ભાજપ સરકાર પ્રજા પર ટેક્સનો બોજ લાદીને પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે.  છેલ્લા બે વર્ષમાં ગુજરાતના મુખ્ય ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા માં તુવેરદાળ અને અડદની દાળનો ભાવ અસહ્ય વધીને રૂ. 110ને પાર થયો છે. 410માં મળતો સિલીન્ડર આજે ડબલથી પણ વધારે ભાવ સાથે 1100માં મળી રહ્યો છે ઉપરથી ગેસ સિલીન્ડરમાં મળતી સબસીડી બંધ કરી દીધી છે. વર્ષ 2014માં પેટ્રોલ પ્રતિ લિટર 64માં મળતું હતુ જેને વધારીને 96 અને ડીઝલ પ્રતિ લિટર 54 રૂપિયે મળતુ હતુ જે વધીને 92 રૂપિયા પહોંચાડી દેવામાં આવ્યુ છે. જે સીએનજી કોંગ્રેસના શાસનમાં 42  રૂપિયે પ્રતિ કિલો મળતો હતો જે ભાજપ સરકારે 84 રૂપિયા પહોંચાડી દીધો છે. જંગી ભાવવધારાએ જનતાની કમર ભાંગી નાખી છે.

આર્થિક અસમાનતા વધી રહી છે, બચત કરવાનું તો દુર જીવનનિર્વાહ કરવાનું પણ અધરું બન્યું છે. બેંકોમાં વ્યાજના દર ઘટાડો, રૂપિયાનું સતત અવમુલ્યન અને નાગરીકોની આવકમાં ઘટાડોએ ભાજપની ભેટ છે. આર્થિક બદહાલીમાંથી યુવાનોને બચવાની જગ્યાએ ભાજપ સરકાર પોતાના ઉદ્યોગપતી મિત્રોનું લાખો કરોડો રૂપિયાનું દેવું માફ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, ગરીબ-શોષિત-વંચિત સહીત તમામ વર્ગને કોંગ્રેસપક્ષ અહવાન કરે છે કે મોઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહીતના ભાજપના કુશાસનમાં કાળાબજારીયાઓ મસ્ત અને પ્રજા ત્રસ્ત બની છે.

વિગત વર્ષ 2014 વર્ષ 2022 કિંમતમાં વધારો
એલપીજી પ્રતિ સિલિન્ડર 410 રૂ. પ્રતિ સિલિન્ડર 1040 રૂ. 156%
પેટ્રોલ પ્રતિ લિટર 64 રૂ. પ્રતિ લિટર 100 રૂ. 40%
ડીઝલ પ્રતિ લિટર 57 રૂ. પ્રતિ લિટર 95 રૂ. 75%
તેલ પ્રતિ કિલો 90 રૂ. પ્રતિ કિલો 200 રૂ. 122%
લોટ પ્રતિ કિલો 22 રૂ. પ્રતિ કિલો 35-40 રૂ. 81%
દુધ પ્રતિ લિટર 35 રૂ. પ્રતિ લિટર 60 રૂ. 71%