3 વર્ષમાં દેશની તમામ 2 લાખ ગામોમાં પ્રાથમિક ડેરીઓ સ્થાપશે

કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી) અને ભારત સરકારનું સહકારિતા મંત્રાલય આગામી 3 વર્ષમાં દેશની દરેક પંચાયતમાં પ્રાથમિક ડેરીઓ સ્થાપશે, એની સંપૂર્ણ કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે. આનાથી 3 વર્ષમાં દેશભરમાં ગ્રામ્ય સ્તરે 2 લાખ પ્રાથમિક ડેરીઓનું નિર્માણ થશે, જેના દ્વારા ભારત દેશના ખેડૂતોને શ્વેત ક્રાંતિ સાથે જોડીને દૂધ ક્ષેત્રે મોટો નિકાસકાર દેશ બનશે.
કર્ણાટકનાં દરેક ગામમાં પ્રાથમિક ડેરી સ્થાપવાની દિશામાં અમૂલ અને નંદિની સાથે મળીને કામ કરશે અને 3 વર્ષમાં કર્ણાટકમાં એક પણ એવું ગામ નહીં હોય જ્યાં પ્રાથમિક ડેરી ન હોય.
ગુજરાતમાં શ્વેતક્રાંતિથી ખેડૂતોનું નસીબ પલટાયું છે અને અમૂલનાં માધ્યમથી આશરે 36 લાખ મહિલાઓનાં બૅન્ક ખાતામાં વાર્ષિક 60 હજાર કરોડ રૂપિયા જમા થાય છે.

260 કરોડના ખર્ચે આજે જે આ મેગા ડેરીનું ઉદ્‌ઘાટન 2022 ડિસેમ્બર 30ના રોજ થયું છે તે દૈનિક 10 લાખ લિટર દૂધની પ્રક્રિયા કરશે અને બાદમાં દરરોજ 14 લાખ લિટર પ્રતિદિન લઈ જવાની ક્ષમતા છે, જ્યારે 10 લાખ લિટર દૂધ પ્રોસેસ થાય છે તો લાખો ખેડૂતોનાં ઘરમાં ખુશી આવે છે

કર્ણાટકમાં 15,210 ગ્રામ્ય સ્તરની સહકારી ડેરીઓ છે, જેમાં આશરે 26.22 લાખ ખેડૂતો દરરોજ પોતાનું દૂધ પહોંચાડે છે અને જિલ્લા સ્તરની 16 ડેરીઓ દ્વારા દરરોજ 26 લાખ ખેડૂતોનાં ખાતામાં 28 કરોડ રૂપિયા જાય છે. કેએમએફનું ટર્નઓવર 1975માં 4 કરોડ રૂપિયા હતું, તે હવે વધીને 25,000 કરોડ રૂપિયા થઈ ગયું છે, જેમાંથી 80 ટકા ખેડૂતોનાં ખાતામાં જાય છે.

બોમ્મઇ સરકાર ડીબીટીનાં માધ્યમથી દર વર્ષે 1250 કરોડ રૂ. દૂધ ઉત્પાદક ખેડૂતોનાં ખાતામાં આપવાનું કામ કરી રહી છે, સાથે જ ક્ષીરભાગ્ય યોજના હેઠળ બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે 51,000 સરકારી શાળાઓનાં ૬૫ લાખ બાળકો અને 64,000 આંગણવાડીઓમાં 39 લાખ બાળકોને દૂધ આપવામાં આવે છે

વર્ષ 1975માં કર્ણાટકમાં દરરોજ 66,000 કિલો દૂધ પ્રોસેસ થતું હતું અને આજે દરરોજ 82 લાખ કિલો દૂધ પ્રોસેસ કરવામાં આવે છે અને કુલ ટર્નઓવરનો 80 ટકા હિસ્સો ખેડૂતના હાથમાં જાય છે. અમૂલનાં માધ્યમથી અંદાજે ૩૬ લાખ મહિલાઓનાં બૅન્ક ખાતામાં વાર્ષિક 60 હજાર કરોડ રૂપિયા જાય છે.

ગુજરાત અને કર્ણાટક મળીને દેશભરમાં દૂધ ઉત્પાદક ખેડૂતોનાં કલ્યાણ માટે ઘણું કામ કરી શકે છે. પ્રતિ લિટર 5 રૂપિયા ડીબીટી મારફતે વર્ષમાં રૂ. 1250 કરોડ ખેડૂતોનાં બૅન્ક ખાતાઓમાં મોકલીને દૂધ ઉત્પાદન કરતા ખેડૂતો જાય છે. ક્ષીરભાગ્ય યોજના હેઠળ બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે 51,000 સરકારી શાળાઓનાં 65 લાખ બાળકો અને 64,000 આંગણવાડીઓમાં 39 લાખ બાળકોને દૂધ આપવામાં આવે છે.