રિવરફ્રન્ટ આસપાસ ખાનગી જમીનોનું ડેવલપમેન્ટ ગિફ્ટ સિટી દ્વારા કરાશે

Private lands around the riverfront will be developed by GIFT City रिवरफ्रंट के आसपास की निजी ज़मीनों का विकास गिफ्ट सिटी द्वारा किया जाएगा
અમદાવાદ, 2025
રાજ્યના પાટનગર ગાંધીનગરની સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટની આસપાસનો વિસ્તાર ગિફ્ટ સિટી જેવો જ બને તે માટે ગિફ્ટ સિટીના સોંપવામાં આવી છે. ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે રિવરફ્રન્ટને જોડી દેવામાં આવશે. જેથી ગિફ્ટ સિટી આવવા માટેનો નવો માર્ગ પણ તૈયાર થશે.
શહેરી વિકાસ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. ખેડૂતોની 50 ટકા જમીન કપાશે.
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી દ્વારા ટાઉન પ્લાનિંગની સ્કીમ તૈયાર કરવામાં આવશે. ખાનગી જમીન ઉપર ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરીને ખેડૂતોને ફાઇનલ પ્લોટ આપવામાં આવશે.
ડેવલોપમેન્ટ બદલ પ્રતિ ચોરસ ફુટ દીઠ 4 રૃપિયા લેખે ચાર્જ વસૂલવામાં આવશે. જ્યારે મહત્તમ બીલ્ટપ એરિયા પર 8 રૃપિયા લેખે ચાર્જ લેવામાં આવશે.
રિવરફ્રન્ટ આસપાસ આગામી સમયમાં ઊંચી ઇમારતો જોવા મળશે. વધારાની એફએસઆઇ આપવામાં આવશે.