પત્રકાર પરિષદમાં પત્રકારો દ્વારા ‘‘પેપરલીક’’ મુદ્દે પૂછાએલ પ્રશ્નના જવાબમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, વારંવાર પેપર ફૂટવાની ઘટના સામે આવી રહી છે. જુદી જુદી પરીક્ષાઓના પેપર ફૂટે, ગેરરીતિ થયા છતા ભાજપ સરકાર પગલા કેમ ભરતી નથી ?
ક્રમ વર્ષ વિગત
1. 2014 GPSC ચીફ ઓફિસરનું પેપર
2. 2015 તા.15.02.2015 તલાટી પેપર
3. 2016 જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટી ની પરીક્ષા નું પેપર ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું.
4. 2018 તા. 29.07.2018 TAT -શિક્ષક પેપર
5. 2018 તા.23.11.2028 મુખ્ય-સેવિકા પેપર
6. 2018 તા.23.11.2028 નાયબ ચિટનિસ પેપર
7. 2018 તા.02.12.2018 LRD-લોકરક્ષક દળ
8. 2019 તા.17.11.2021 બિનસચિવલય કારકુન
9. 2021 તા.19.12.2021 હેડ-ક્લાર્ક