હાથરસ જઈ રહેલા રાહુલ અને પ્રિયંકાને પીડિત પરિવારને મળવાની મળી મંજૂરી, 5 લોકો જ મળી શકશે

કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધી સહિત કેટલાય કોંગ્રેસી સાંસદો અને કાર્યકરોના કાફલા સાથે દિલ્હીથી રવાના થયા છે અને હાથરસ જઈ રહ્યા છે. જ્યાં તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા છે. પ્રિયંકા અને રાહુલ ડીએનડી ફ્લાઈવે પર પહોચી ગયા છે.

જ્યાં કોંગ્રેસના આ કાફલાને રોકવા માટે બૈરિકેડિંગ લગાવી દીધી છે. જો કે તાજેતરમાં ખબર આવી રહી છે કે, રાહુલ અને પ્રિયંકા ગાંધીને પીડિત પરિવાર સાથે મળવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યાં શરત એ રહેશે કે, ફક્ત પાંચ લોકોને મળવાની જ મંજૂરી આપવામાં આવી છે.

રાહુલના આ મુલાકાત પહેલા ભાજપે આકરા પ્રહારો કરવાનું શરૂ કરી દીધુ છે. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીની મુલાકાત પર પોલીટિકલ સ્ટંટ બતાવ્યુ હતું. તો વળી યોગીના મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યુ હતું કે, હાથરસ કંઈ ટૂરિસ્ટ સ્પોટ નથી. તો વળી સીએમ યોગીને ડીએમ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે રામદાસ આઠવલે પણ જણાવ્યુ છે.

હાથરસ જવા માટે રવાના થતી વેળાએ પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે, જો આ વખતે પણ ન મળી શક્યા તો ફરી એક વાર કોશિશ કરીશું. રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય સાંસદો પણ તેમની સાથે જોડાયેલા છે.

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ હતું કે, યુપીમાં કોઈ સિસ્ટમ હવે બચી નથી. જ્યારથી ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યાં કેટલાય કેસ આવી રીતે દબાઈ ગયા છે. પહેલા ત્યાં લિંચિગ અને વિપક્ષી નેતાઓની હત્યાના કેસ આવતા હતા. તેમના વિરુદ્ધ કેસ કરવામાં આવતા હતા. યુપીમાં હવે આ બધુ રૂટિન થઈ ગયુ છે.

DND બોર્ડર પર કમિશ્નર આલોક સિંહ પણ પહોંચ્યા હતા. કોંગ્રેસી કાર્યકર્તા અને નેતાઓની ભારે ભીડ અહીં એકઠી થઈ હતી. જ્યાં તેઓ રાહુલ ગાંધીના આવવાની રાહ જોઈ રહ્યા હતા. સામાન્ય લોકોને પણ બેરીકેડિંગ પાર કરવાથી રોકી લેવામાં આવ્યા હતા. અહીં 2 કિમી લાંબો જામ થઈ ગયો હતો.