ગુજરાતમાં વસતી વિચરતી જાતિની આ મહિલાઓ ફેક્ટરીઓ દ્વારા કાઢી નાખવામાં આવેલા કપડાના રેસામાંથી જુદી જુદી સાઈઝના દોરડા બનાવે છે. તેઓ ટ્રેનમાં મુસાફરી કરી, રાજ્યના જુદા જુદા ભાગોમાં ફરીને નકામા રેસા ખરીદે છે
લેખક – ઉમેશ સોલંકી
તંત્રી – પરી ડેસ્ક
તાપમાં તપીને ચામડીનો ગોરો રંગ તાંબુડિયો થયો. રોજરોજ કામ કરવાનું. એકાદ દિવસ ખરીદવા જવાનું. એકાદ દિવસ વેચવા જવાનું.
સૌથી વધારે વેઠવાનું આવે. જીવનમાંથી જીવન નીકળી જાય એવું વેઠવાનું આવે.
રસ્સી બનાવવા માટેના રેસા ખરીદનાર અને રસ્સી બનાવીને વેચનાર રાજભોઈ સમાજની મહિલાઓ રોજ વેઠે છે.
બાળકો વધારે ભણી ના શકે.
પુરૂષોનો કાનમાંથી મેલ કાઢવાનો અને મહિલાઓનો રેસામાંથી રસ્સી બનાવવાનો. રાજભોઈ-સમુદાયના બંને પરંપરાગત ધંધા. ‘હમારા ખાનદાની (ધંદા) હૈ’ સંતરા રાજભોઈએ રસ્સી બનાવવા માટેના રેસાની ગૂંચ ઉકેલતા કહ્યું. પરંપરા સે ચલતા આયા હૈ’.
પરંપરાગત વ્યવસાય કરતી બીજી વિચરતી જાતિઓની જેમ રાજભોઈ પણ દારૂણ ગરીબીમાં જીવે છે. સરકારની ઉપેક્ષાનો ભોગ બની છે. કચરામાં રહેવાનું. બરસાત હોતી થી તો નીચે સે પાની જાતા થા ઔર ઉપર હમ રહેતે થે. ચાલીસ સાલ ગુજારે (મણિનગર મેં). હમારે બાપદાદા સબ વહાઁ થે.’
આજે રાજભોઈનાં ઘર વટવાના ચાર માળિયામાં. મ્યુનિસિપાલિટીના ચાર માળિયાનાં મકાનો પાકાં ખરાં, પણ સુવિધાના નામે નહિવત્. પાણીની સુવિધા અગવડભરી, ગટર-લાઇનની સુવિધા સરખી નહીં, વીજળીની સુવિધા નહીં, પોતાના ખર્ચે લડી-લડીને માંડ-માંડ મીટર નખાયાં. ગંદકી તો અંધારામાંય દેખાય એવી. બીમાર પડવાનું તો લગભગ ઘરે-ઘરે.
રસ્સી ખરીદવાનું કઠણાઈભર્યું, બનાવવાનું કઠણાઈભર્યું અને વેચવાનું કઠણાઈભર્યું.
પચીસ રૂપયેં કિલો માલ લાતે હૈં કિમ (સુરત) સે. વટવા સે મણિનગર, મણિનગર સે કિમ.’ મણિનગર(અમદાવાદ)થી કિમનું ટ્રેન-માર્ગે અંતર લગભગ 230 કિલોમિટરનું. ટ્રેનમાં જ જવાનું. ભાડું પણ વધારે. ટિકટ નહીં લેતે’. કભી પકડ લેતે હૈ તો ગરીબ હૈ ઐસા સમજાતે હૈ તો જાને દેતે હૈ.
સિકોન (રેસા) સે કપડેં બનતે હૈં. નુકસાની હોતી હૈ તો ઉસે સાઇડ મેં રખ દેતે હૈ. વર્કર હમેં બૈચતે હૈ યા ભંગારવાલોં કો બૈચતે હૈ ઔર ભંગારવાલેં હમેં બૈચતે હૈ.’ કિમમાં અલગ-અલગ જગ્યાએ ફરી-ફરીને ‘કચ્ચા માલ લાતે હૈ. કપડેં કે ધાગેં ગુચ્છા રહેતા હૈં. ખરાબ માલ હોતા હૈ તો કમ ભાવ મેં મિલતા હૈ. અચ્છા માલ હોતા હૈ તો જ્યાદા ભાવ મેં મિલતા હૈં.
કમ સે કમ પંદરા રૂપયેં કિલો મેં ઔર જ્યાદા સે જ્યાદા સતાઈસ રૂપયેં કિલો મેં. પર વાઇટવાલા રેસા ચાલીસ રુપયેં કિલો મેં પડતા હૈ, સોફા, પલંગ, તકિયે મેં બનતા હૈ, વરકર નહીં દેતે ઈસલિએ મહેંગા પડતા હૈ.
સુતી (સુતરના રેસા) કામ નહીં આતા રેસા હી યાની રેસમ (રેસમના રેસા) હી કામ આતા હૈ. ઔર ઈસકે કારખાનેં સુરત-કિમ મેં હી હૈં.’ કિમમાંથી મહિલાઓ કેટલા રેસા ખરીદીને લાવે? ‘એક મહિલા સૌ કિલો લાતી હૈ. દસ કિલો ભી લે આયે. પચીસ કિલો ભી લે આયે’ સરળ નથી હોતું કિમથી અમદાવાદ માલ લાવવાનું.
‘નડિયાદ, મહેમદાબાદ, આણંદ ચલે જાતે હૈં. વહાઁ કે નજદીક ગાઁવ મેં બેચને જાતે હૈ. દોતીન મહિલાએં જાતી હૈં. લીંબાચી, તારાપુર, કઠલાલ, જટાલ, ખેડા, દેરવી, ગોવિંદપુરા, દેવકર વસોવા, સલોની, મહેમદાવાદ, માતર, ચાંગા, પાલ્લા, ગોમતીપુર, છાપરા, ખેડા ગામ. રિસકાવાલા દોસૌ રૂપયાં ભાડા લેતા હૈ.’
રસ્સીઓ દૂધ કી ડેરી રહેતી હૈ વહાઁ બેચતે હૈં નૌ બજે તક. ડેરી મેં બિકા તો બિકા નહિ તો સર પે ઉઠાકે ગાઁવ મેં ચલે જાતે હૈં. તીસ હાથ કી રસ્સી કા અસ્સી રુપયાં, પચાસ હાથ કી રસ્સી કા સૌ રપયાં. ચાલીસ-પચાસ રસ્સિયાં લે જાતે હૈં. કભી સબી બિક જાતી હૈં, કભી બીસ-પચીસ બિકતી હૈં.’
રસ્સી ‘ગાય, ભૈંસ બાઁધને કે લિએ, ટ્રક મેં માલ બાઁધને કે લિએ, કપડેં સુખાને કે લિએ, ટ્રેક્ટર મેં માલ બાઁધને કે લિએ.
પુલીસ સ્ટેસન મેં દો-તીન ઘંટેં ડાલ દેતે હૈં. પૂછતાછ કરતે હૈં. કહાઁ સે આયે ઐસા પૂછતે હૈ. પુલીસવાલેં ગરીબ ઇન્સાન કો પકડ લેતે હૈં. પુલીસવાલેં સબ ખરાબ નહીં હોતે, સબ અચ્છેં નહીં હોતે. પુલીસવાલેં કાયદેકાનૂન સે થોડી ચલતે હૈ. વહ તો અપને દિમાગ સે ચલતે હૈં. ઉનકે દિમાગ મેં બૈઠ ગયા તો પકડ લેતે હૈં.
કાચા માલની ખરીદી અને તૈયાર માલના વેચાણ વચ્ચેની કડી એટલે રેસામાંથી રસ્સી બનાવવાની પ્રક્રિયા. રસ્સી બનાવવા માટે મહત્ત્વનાં બે સાધન : ચકરી અને ચકરો. ચકરો સ્ટૅન્ડ પર હોય અને ચકરી મહિલાના હાથમાં.
‘ચકરી ઘુમાતે રહેતે હૈ. તીનોં આંટી આ જાતી હૈં. તીન આંટી ચકરા મેં સે નિકલતી હૈ. ચકરા મેં સે વલ આતે રહેતે હૈ.’ સરવિલા રાજભોઈના શબ્દોને સારંગાએ સહેજ ખોલી આપ્યા, ‘એક મહિલા ચકરા ગુમાતી હૈ, દુસરી રસ્સી પકડતી હૈ. રેસેં ચિપક જાતે હૈ તો એક દોનોં કો મિલને નહીં દેતી. એક મહિલા છેડે પર ચકરી ઘુમાતી રહેતી હૈ. રસ્સી બનાને મેં ચાર ઔરતેં કામ કરતી હૈ.’
પરિવાર કે લોગ સાથ મેં કામ કરતે હૈં.
આધા-પોના ઘંટા લગતા હૈ એક રસ્સી બનાને મેં. એક દિન મેં આઁઠ ભી બના લેતે હૈં, દસ ભી બના લેતે હૈં, બીસ ભી બના લેતે હૈં. બીસ-બાઈસ ફૂટ, પંદરા ફૂટ કી બનાતે હૈં. પચાસ-સૌ ફૂટ કી ભી બનાતે હૈં પર વો ઑર્ડર કે હિસાબ સે.’
તીસ હાથ લંબી રસ્સી હોતી હૈ. ચાલીસ હાથ કી ભી હો જાતી હૈ, પચાસ હાથ કી ભી હો જાતી હૈ.’ આઁઠ દિન લગતે હૈ બનાને મેં, સૌ, પચત્તર, પચાસ બનાતે (રસ્સિયાઁ) હૈ.’ ગરમી મેં જ્યાદા બનતી હૈં. (એક દિન મેં) બીસ-પચીસ બનતી હૈં દિન બડા રહેતા હૈ ના. ઠંડી મેં દસ-પંદરા બનતી હૈં.’
એક હજાર રપયેં કા માલ લાતે હૈ, તીનસૌ રુપયાઁ વાપરકે આતે હૈ.’ માલ મળે કે ના મળે ત્રણસો રૂપિયાનો ખર્ચ નિશ્ચિત.’ ‘માલ પે મેનત (મહેનત) કરકે રસ્સી બનાઓ. ફિર ભાડા ખરચકે નડિયાદ, ખેડા કે ગાઁવોં મેં બેચને જાઓ. સૌ રુપયા બોલતે હૈ તો પચાસ-સાઠ રૂપયેં મેં લેતે હૈ.’
જાતિવિશેષ પરંપરાગત વ્યવસાય કરનાર રાજભોઈ વિચરતી જાતિમાં (Nomadic Tribes – NTs)માં આવે. પણ પ્રશ્ન એક પેચીદો. ‘હમારી જાતિ હૈ ના વહાઁ પર નિગમ (ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ) મેં નહીં બુલાતી. વહાઁ રાજભોઈ કી જગા ભોઈરાજ ચલતી હૈ, ઉસકે કારન સરકારી કામકાજ કી જરૂરત પડતી હૈ તો મુસ્કીલ હોતા હૈ’. વટવા, અમદાવાદના રાજેશ રાજભોઈની વાતમાં ધ્યાન દોરતો જાતિના નામમાં થયેલો સાધારણ શબ્દફેર કેટલા અસાધારણ સંઘર્ષને નોતરી લાવ્યો એની તો કલ્પના જ કરવી રહી.
શબ્દફેરને જાણવા ગુજરાત-સરકારની વેબસાઇટ ‘ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ, ગાંધીનગર’ પર ચકાસીએ તો ‘વિચરતી જાતિઓની યાદી’માં ૨૮ જાતિઓનો અને ‘વિમુક્ત જાતિઓની યાદી’માં ૧૨ જાતિઓનો ઉલ્લેખ મળે છે, પણ રાજભોઈ કે ભોઈરાજ જાતિનો ઉલ્લેખ મળતો નથી. તો કેન્દ્ર સરકારની વેબસાઇટ socialjustice.gov.in પર upload કરેલી pdf ‘Draft list of Denotified Tribes, Nomadic Tribes and Semi-Nomadic Tribes of India’ના 14 નંબરના પાના પર 12 નંબરના ક્રમે ‘Gujarat’માં આપેલી Nomadic Tribes’ની યાદીમાં 7મા ક્રમાંકે ‘Bhoi’ (ભોઈ) જાતિનો ઉલ્લેખ ખરો, પણ રાજભોઈ કે ભોઈરાજ એવી સ્પષ્ટતા નથી.
યાદી ‘Renke Commission – 2008’માંથી લીધી હોવાનો ઉલ્લેખ footnoteમાં છે. Ministry of Social Justice & Empowerment Govemment of lndia દ્વારા પ્રકાશિત Idate Commissionના REPORT DECEMBER 2917 ‘NATIONAL COMMISSION FOR DENOTIFIET NOMADIC AND SEMI-NOMADIC TRIBES’માં પાના નંબર 169 પર આપેલા LIST 2Bમાં ‘ADDITIONAL LIST OF NOMADIC COMMUNITIES’ આપ્યું છે. આ વધારાની યાદીમાં છઠ્ઠા ક્રમાંકે કૌંસમાં આપેલી વિગતમાં ભોઈરાજનો ઉલ્લેખ મળે છે: (Bhoi/Bhoi Raj/Dhimar/Zing Bhoi/Kevat Bhoi/Machhindra Bhoi/Palwar Bhoi/Kirat/Kahar Bhoi/Pardesi Bhoi/Shrimali Bhoi/Bhangra Bhoi). વિગત જોતાં એવું લાગે કે રાજભોઈ મૂળે ભોઈ હોવા જોઈએ.
‘ભગવદ્ગોમંડલ’ મુજબ ‘ભોઇ’ એટલે “એ નામની પછાત ગણાતી એક શુદ્ર કોમ. સૌરાષ્ટ્રમાં ભોઇની વસ્તી જૂજ છે. ભોઇ લોકો મધ્ય પ્રદેશ, બંગાળ વગેરે પ્રાંતોમાં રહે છે અને પાલતુ ડુક્કર ઉછેરવાનો ધંધો કરે છે. તેઓ ઢીમરનું પણ કામ કરે છે. મોટા ગામમાં જ્યાં જૈનોનું જોર ઘણું હોય, ત્યાં જીવહિંસાની મનાઇને કારણે તેમનો ધંધો કરવામાં અડચણ પડવાથી તેમાંના ઘણાક ખેતી કરવા લાગ્યા છે. કેટલાક બોજો ઊંચકવાનું કામ પણ કરે છે અને કેટલાક પાલખી કે ડોળી ઉપાડવાનું કામ પણ કરે છે”. મનાઈને કારણે અલગ-અલગ વ્યવસાય તરફ વળેલા ભોઈ અલગ-અલગ નામથી ઓળખાયા. રાજભોઈ પાલખી ઉપાડવાનું કામ કરતા હોવા જોઈએ એવો સંકેત મળી રહે, કારણ, પાલખી રાજપાટ સાથે પણ સંકળાયેલું ઊંચકીને લઈ જવાતું વાહન. પાલખી બંધ થઈ એટલે વ્યવસાય બદલ્યો, વ્યવસાય બદલવાની વાત છેક ૧૯૪૮માં પ્રકાશિત ભગવદ્ગોમંડલે નોંધી છે.
રાજભોઈ-મહિલાઓ સુરત જિલ્લાના કિમમાંથી ખરીદેલા રેસા (સિન્થેટિક ફાઈબર) ટ્રેનમાં અમદાવાદ લાવે છે. રંગીન રેસા સફેદ રેસા કરતાં સસ્તા પડે, તેની કિંમત કિલોના લગભગ 15થી 27 રૂપિયા
રાજ્ય-સરકારે રાજભોઈને અન્ય પછાત વર્ગમાં જ મૂક્યા છે. ‘હમારી સમાજ કો ગુજરાત કે બાહર સલાટ-ઘેરા ભી બોલતે હૈ, ઔર હમારી સમાજ કે લોગ ઘંટી બનાને કા કામ ભી કરતે હૈ.’
રાજભોઈ-સમાજના મુખિયા રાજેશ રાજભોઈનું આ વિધાનમાં સંકેત એટલો કે રાજભોઈ સલાટ-ઘેરામાં આવે મતલબ કે વિચરતી જાતિમાં આવે. સલાટ-ઘેરા જાતિ સરકારની વિચરતી જાતિની યાદીમાં ખરી, પણ એના પેટાવિભાગમાં રાજભોઈ કે ભોઈરાજનો ઉલ્લેખ નથી. વળી, રાજભોઈ સલાટ-ઘેરામાં આવતા હોવાની કોઈ આધારભૂત માહિતી પણ નથી. એટલું ખરું કે રાજભોઈની સામાજિક ઓળખ વિચરતી જાતિ તરીકેની ખરી. પણ સરકારમાં તો સરકારી કાગળિયું ચાલે, સામાજિક ઓળખ નહીં.
આભાર: આતિષ ઇન્દ્રેકર છારા