માણસાઈ પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તો આ કિસ્સો વાંચો……..

ડેરલિન નીવીને ટીપ્સમાં 12 હજાર ડોલર એટલે કે લગભગ 9 લાખ રૂપિયા મળ્યાં છે. અમેરિકાના પશ્વિમી રાજ્ય ઉટાહમાં પાપા જોન્સ બ્રાન્ડના પીઝાની ડિલીવરીનું કામ કરે છે. તે સપ્તાહમાં લગભગ 30 કલાક સુધી પૂરી મહેનતથી કામ કરે છે.

ડેરલિન નીવીએ કેટલાક સપ્તાહ પહેલા ગ્લૈડી વાલ્ડેજના ઘરે એક પાઈન એપ્પલ પીઝા કરવા માટે ગયા છે. ગ્લૈડીએ જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે ડેરલિન સાથે વાતચીતની શરૂઆત થઈ. હાય ગોર્જસ કહીને, તેનાથી ગ્લૈડી વાલ્ડેઝ ઘણી પ્રભાવીત થઈ. 32 વર્ષીય ગ્લૈડી વાલ્ડેજે ડેરલિનના વખાણ કરતા કહ્યું કે તે ઘણા મિલનસાર, મધુર અને સારી નીયતના માણસ છે.

ગ્લૈડીને પીઝા ડિલીવરી કરનારાની ઉંમરે ચોકાવ્યા

ગ્લૈડીએ પોતાના પતિ કાર્લોસ વાલ્ડેજને આ દયાળુ ડિલીવરી મેન વિશે જણાવ્યું હતું. કાર્લોસને ડેરલિનનો સ્વભાવ અને ઈમાનદારીની સાથે સાથે આ ઉંમરમાં પણ પીઝા ડિલીવરી કરવા જેવા કામ કરવાની વાત ઘણી સારી લાગી, તેણે આ કારણે જ દરવાજા પાસે આવેલી ઘંટડીની બાજૂમાં લાગેલા કેમેરાના ફુટેજને ટિકટોક ઉપર પોસ્ટ કરી દીધો.

તેના ફોલોવર્સે ડેરલિને ઘણો પસંદ કર્યો અને તેણે ડેરલિન માટે હજારો મેસેજ મોકલ્યાં. તેને જોતા વાલ્ડેઝ પરિવારે ઘણી વખત પીઝાનો ઓર્ડર કર્યો અને ડિલીવરી લેવા માટે ડેરલિનને મોકલવા ઉપર ભાર મુક્યોય હતો. તે જ્યારે પણ આવ્યા ત્યારે વાલ્ડેઝ પરિવારે ડેરલિનના વીડિયોને પોસ્ટ કર્યો. એક વીડિયોને તો 2.5 મિલિયનથી વધારે વખત જોવામાં આવ્યો છે.

પીઝા ડિલીવરી બોય માટે ક્રાઉડ ફંડિંગ કર્યું

કાર્લોસ વાલ્ડેઝ ડિલીવરી બોય ડેરલિન માટે કંઈક સારૂ કામ કરવા માંગતા હતા. તે માટે તેણે પોતાના ટિકટોક પેજમાંથી ક્રાઉડફંડનો નિર્ણય કર્યો. માત્ર 24 કલાકની અંદર જ તેણે 1,000 ડોલરથી વધારાની રકમ મેળવી લીધી અને કુલ રાશી જે જમા થઈ હતી તે હતી 12 હજાર ડોલર. તે બાદ વાલ્ડેઝે તેના ઘરે જઈને એક ખાલી પીઝા બોક્સમાં 12,000 ડોલરની રકમ આપી. ડબ્બો ખોલ્યા બાદ નીવીની આંખોમાંથી આસું વહેવા લાગ્યાં હતાં.

લોકો નીવીને વધારે દાન દેવા માંગે છે. તે માટે વાલ્ડેઝે એક નવુ વેનમો એકાઉન્ડ બનાવ્યું છે જ્યાં તે હવે મિડલ મેનના રૂપમાં નથી અને લોકો દ્વારા દેવામાં આવેલા દાન સીધું નીવીને જશે. ડેરલિન નીવીએ જણાવ્યું હતું નોકરી કર્યાં બાદ પણ ક્યારેક સામાજિક આર્થિકરૂપથી સુરક્ષિત મહેસુસ કરી શકતા ન હતા. કાર્લોસ વાલ્ડેઝ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાએ તેનું જીવન બદલી નાંખ્યું.