ટિકટોક સહીત આટલી ચાઇનીસ એપ્લિકેશન પર બેન લગાવવા ભલામણ

ભારતની ગુપ્તચર એજન્સીએ, કેન્દ્ર સરકારને, ટીકટોક સહિતની વિવિધ 52 મોબાઈલ એપ્લીકેશન ઉપર પ્રતિબંધ લાદવા માટે ભલામણ કરી છે. મિડીયા રિપોર્ટ મુજબ મુખ્યત્વે ચીન દ્વારા નિર્મિત વિવિધ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો સુરક્ષાની દ્રષ્ટિએ હિતાવહ નથી. આ મોબાઈલ એપ્લિકેશન વડે ભારતની બહાર મોટી માત્રામાં ડેટા જઈ શકે છે.

ભારતીય ગુપ્તચર એજન્સીએ, જે મોબાઈલ એપ્લિકેશનના વપરાશ ઉપર પ્રતિબંધ લાદવા માટે ભલામણ કરી છે તેમાં મુખ્યત્વે વિડીયો કોન્ફરન્સ માટે ઉપયોગમાં લેવાતી ઝુમ, ટીકટોક, યુસી બ્રાઉઝર, જેન્ડર, શેર ઈટ અને ક્લિન માસ્ટરનો સમાવેશ થાય છે. મિડીયા રિપોર્ટ મુજબ, નેશનલ સિકયોરિટી કાઉન્સીલ દ્વારા ચાઈનીઝ કંપનીઓ દ્વારા બનાવાયેલી મોબાઈલ એપ્લિકેશનનો વપરાશ કરવો સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય ન હોવાનુ અગાઉ પણ જણાવ્યુ છે.

એપ્રિલ માસમાં, સરકારી સ્તરે ઝુમ એપ્લિકેશનના ઉપયોગ નહી કરવા જણાવી દેવામાં આવ્યું છે. ચીનની કંપનીઓ દ્વારા બનાવાયેલી વિવિધ મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ લાદવા માટે ભારત પહેલો દેશ નહી હોય, તાઈવાન, અને જર્મનીએ પણ ચીનની કંપનીઓ દ્વારા બનાવાયેલી મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ લાદયો છે.

ભારતીય ગુપ્તચર એજન્સીઓનું માનવુ છે કે, ચીનની કંપનીઓ દ્વારા બનાવાયેલી વિવિધ મોબાઈલ એપ્લિકેશનના હાર્ડવેર અને સોફ્ટવેર ચીન સ્થિત કંપનીઓના નિયત્રણમાં છે. જેના કારણે ચીન કોઈ પણ સ્થિતિમાં, ભારતીયોના મોબાઈલમાં રહેલ એપ્લિકેશન થકી સંદેશાવ્યવહારને ઠપ્પ કરી શકે છે. જેને લઈને જ સુરક્ષા એજન્સીઓ ચિંતા વ્યક્ત કરીને મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ લાદવા માટે સરકારને ભલામણ કરી છે.

ચીનના પાડોશીઓ ભારતની પડખે આવ્યા

સુશાંત સિંહ રાજપૂતની 5 ડાયરી મળી આવી, કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછ-પરછ

જગન્નાથ પુરીની રથયાત્રા આ વર્ષે નહિ થાય: સુપ્રીમ કોર્ટ

ઘુડખર અભ્યારણ ચાર મહિના માટે બંધ કરાયું, કારણ સાંભળી ચોંકી જશો

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પલ્સ ઓક્સિમીટર થી કોરોનાની ચકાસણી, રિવર્સ ક્વોરન્ટાઈન કરાય છે

ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે: ચીને ભારત પાર આરોપો લાગવ્યા

ચાઇનીસ કંપનીઓને ફટકો: BSNL અને MTNLના ટેન્ડર રદ