સાબરમતિ રિવર ક્રૂઝ અમદાવાદ માટે મોટું જોખમ બની જશે, રૂ.30 કરોડનું પાણી વપરાયું

अहमदाबाद के लिए बड़ा खतरा बनेगा साबरमती रिवर क्रूज, 30 करोड़ रुपए का पानी खर्च! Sabarmati River Cruise will become a big danger for Ahmedabad, water cost of Rs 30 crores!

9 જૂલાઈ 2023

રિવર ક્રુઝ માટે અમદાવાદની સાબરમતી નદીની સપાટી 133 ફૂટ જાળવવી ફરજીયાત છે. ભારે વરસાદના સમયે ધોળકાના ગામોમાં તબાહી થઈ શકે એવો ખતરો છે. ગુજરાત સરકાર અને અમિત શાહે અમદાવાદને જોખમી બનાવી દીધું છે.

રિવર ક્રુઝનું લોકાર્પણ કરવા સાબરમતી નદીને 600 કરોડ લીટર શુદ્ધ પાણીથી ભરવામાં આવ્યું હતું.

ભારે વરસાદ કે ઉપરવાસના પાણીના આવક સમયે કિનારાઓને નુકશાન ન થાય તે માટે નહેરના દરવાજા ખોલી નાંખવામાં આવે છે જેના કારણે અમદાવાદ અને ધોળકા જિલ્લાના ગામોમાં ભારે તબાહી થાય છે. સહેલાણીઓ માટે સાબરમતીમાં ‘રિવર ક્રુઝ’ક્યારેક આફત નોતરી શકે છે. રિવર ક્રુઝ અમદાવાદ અને ધોળકા જિલ્લાના ગામડાઓ માટે આફત રૂપ બની શકે છે.

રિવર ક્રુઝના ઉદ્‌ઘાટન માટે નદીમાં પાણીની સપાટી જાળવવા 60 મિલીયન લીટર પાણી ભરવામાં આવ્યું હતું જેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે. ભારે વરસાદ આવે કે ઉપરવાસથી પાણી આવે તેવા સમયે રિવર ક્રુઝ બચાવવી કે અમદાવાદ-ધોળકાના ગામો બચાવવા તે સવાલ ઉભો થયો છે.

સાબરમતી નદીમાં સામાન્ય રીતે 134થી 135 ફુટ પાણીની સપાટી જાળવવામાં આવે છે. પરંતુ વરસાદ થાય કે ઉપરવાસથી પાણી આવે તો નદીની સપાટી 126 કે 127 ફુટ સુધી કરવામાં આવે છે. 2023ના જુનમાસના અંતિમ દિવસમાં ભારે વરસાદ થયો હોવાના કારણે તંત્રને એક સાથે સાત દરવાજા ખોલવાની ફરજ પડી હતી. સપાટી 127કરવામાં આવી હતી.

નદીના પાણીનું સ્તર 30 જુન 2023માં 127 સુધી ઘટાડવામાં આવ્યું હતું, જયારે 2 જુલાઈએ રિવર ક્રુઝન શરૂ થઈ ત્યારે સાબરમતીમાં ‘રિવર ક્રુઝ’ ચલાવવા માટે પાણીની સપાટી ઓછામાં ઓછી 133 ફુટ કરી દેવામાં આવી હતી. આમ 6 ફૂટ પાણી વધારી દેવામાં આવ્યું હતું.

સરદાર સરોવર નિગમ દ્વારા સાબરમતી નદીમાં સતત પાણી છોડવામાં આવ્યું હતું એક અંદાજ મુજબ સાબરમતી નદીમાં 1 જુલાઈ 2023માં 11 વાગ્યે નદીની સપાટી 129.75 ફૂટ હતી. સમયે નર્મદા મેઈન કેનાલમાંથી 30 મીનીટે સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી 1545 ક્યુસેક અને અન્ય કેનાલમાંથી 220 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. બપોરે 2.30થી સાંજે 6 વાગ્યા સુધી 3008 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સાંજે 6.30થી 7.30 દરમિયાન દર અડધા કલાકે દર 30 મીનીટે 4011 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

1 જુલાઈએ સાંજે 6 વાગ્યા સુધી નર્મદા મેઈન કેનાલમાંથી સતત પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે તે દિવસે નદીની સપાટી વધીને 131.50 ફૂટ થઈ ગઈ હતી. ત્યારબાદ 2 જુલાઈ 2023માં ક્રુઝને કેમેરા દ્વારા કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે લોકાર્પણ કર્યું હતું. આમ પાણીનો બગાડ ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર કરી રહી છે.

3 જુલાઈ 2023માં સવારે 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી દર કલાકે 500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. 3 જુલાઈ 2023માં રાત્રે 10 વાગ્યે નદીનું સ્તર 133 ફૂટ કરવામાં આવ્યું હતું. આમ સાબરમતીમાં રિવર ક્રુઝ ચલાવવા માટે બે દિવસમાં ૬૦ હજાર મિલીયન લીટર પાણી છોડવામાં આવ્યું હતું.

રાજય સરકાર દ્વારા મ્યુનિ. કોર્પો.ને પ્રતિ 1 હજાર લીટરે રૂા.5.15 પૈસા લેખે પાણીનો ચાર્જ લઈને આપવામાં આવે છે. તે મુજબ ગણતરી કરવામાં આવે તો માત્ર રિવર ક્રુઝ માટે થઈને સાબરમતી નદી ભરવા માટે રૂા.30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેનો ભાર સિંચાઈ વિભાગ પર આવશે. મ્યુનિ. કોર્પોરેશને આ નાણાં ચુકવવાના રહેશે નહી.

સાબરમતી રિવરફ્રંટ બનાવવામાં આવ્યો તે સમયે નદીના પટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. રિવરફ્રંટ તૈયાર થયા બાદ ભારે વરસાદ કે ઉપરવાસના પાણીના આવક સમયે ફ્રંટ ને નુકશાન ન થાય તે માટે નહેરના દરવાજા ખોલી નાંખવામાં આવે છે. જેના કારણે અમદાવાદ અને ધોળકા જિલ્લાના ગામોમાં ભારે તબાહી થાય છે.

વધારે વાંચો

https://allgujaratnews.in/gj/sea-plane-cruise/