- કોચરબ આશ્રમ, સાબરમતી આશ્રમ, દાંડી બ્રિજ, આલ્ફ્રેડ હાઇસ્કુલ, કબા ગાંધીનો ડેલો, રાષ્ટ્રીય શાળા, કીર્તિ મંદિર, સરદાર પટેલ મ્યુઝીયમ, કરાડી વિલેજ અને દાંડી મેમોરિયલ ખાતે સુવિધાઓથી સુસજ્જ કરવાની કામગીરી કરાઇ
ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2020
વિધાનસભા ગૃહમાં જણાવાયું હતું કે, સ્વદેશ દર્શન યોજના અંતર્ગત ગાંધી સરકિટ ના વિકાસ માટે કુલ રૂ. ૮૫ કરોડ મંજૂર કર્યા છે, જે પૈકી ૩૧ ડિસેમ્બર-૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રૂ.૪૩૯૪ લાખ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
કોચરબ આશ્રમ ખાતે એકટીવીટી સેન્ટર, પ્રવેશ દ્વાર, પાથ-વે, લેન્ડસ્કેપીંગ, લાઈટીંગ, સાઈનેજીસ, ટોયલેટ, ડસ્ટબીન સહિતની સુવિધાઓ માટે રૂ.૨.૬૯ કરોડ, સાબરમતી આશ્રમ ખાતે પ્રોજેકશન મેપીંગ શૉ અને ઓડીયો શૉ, કાફે, પ્રવેશ દ્વાર, લેન્ડસ્કેપીંગ, લાઈટીંગ, સાઈનેજીસ, સી. સી. ટી. વી., ટોયલેટ, ડસ્ટબીન સહિતની સુવિધાઓ માટે રૂ.૧૫.૬૯ કરોડ, દાંડી બ્રીજ ખાતે અલગ અલગ સાઈનેજીસ, સુશૉભન માટે રૂ.૧૮ લાખ, રાજકોટમાં આફ્રેડ હાઈસ્કુલ ખાતે સેન્ટ્રલ બ્લોકમાં પ્રોજેકશન મેપીંગ શૉ, પ્રવેશદ્વાર, કમ્પાઉન્ડ વોલ, કાફેટેરિઆ, પુસ્તકાલય, નોર્થ બ્લોકમાં લેન્ડસ્કેપીંગ તથા પરિસર વિકાસ, પ્રવાસી સવલત કેન્દ્ર, પ્રદર્શન હોલ, લાઈટીંગ, લિફટ, ફાયર સિસ્ટમ, સાઈનેજીસ, ટોયલેટ સહિતની સુવિધાઓ માટે રૂ.૧૯.૮૬ કરોડ, તે ઉપરાંત રાજકોટના કબા ગાંધીના ડેલા ખાતે ઓડીયો વિઝયુઅલ શૉ માટેની તમામ કામગીરી, સ્ટ્રીટ લાઈટીંગ અને સુશૉભન, સાઈનેજીસ, ડસ્ટબીન માટે રૂ.૫૩.૬૫ લાખ મંજૂર થાય છે.
રાજકોટની રાષ્ટ્રીય શાળા ખાતે પેસેજ અને પાથ વે, સુશૉભન, સાઈનેજીસ માટે રૂ.૭૭.૧૫લાખ, પોરબંદરના કીર્તિ મંદિર ખાતે ચોકથી શીતલમાતા મંદીર સુધી સ્ટ્રીટના કામો, ફુવારા, પીવાનું પાણી, સાઈનેજીસ માટે રૂ.૨.૩૯ કરોડ, બારડોલીના પટેલ મ્યુઝીયમ ખાતે અલગ અલગ સાઈનેજીસ, કરાડી વિલેજ ખાતે લેન્ડ સ્કેપીંગ, સાઈટ સુશૉભન, બેન્ચીસ, લેક પેરીફરી, ટોયલેટ બ્લોક, સાઈનેજીસ, ડસ્ટબીન માટે રૂ.૩.૮૧ કરોડ ઉપરાંત દાંડી મેમોરીયલ, દાંડી ખાતે પેવર બ્લોક સાથે પાર્કિંગ, પ્રવેશ દ્વાર તથા પ્રવેશ વિસ્તાર વિકાસ, પ્રવાસી સવલત કેન્દ્ર, કાફેટેરીયા, કમ્પાઉન્ડ વોલ, બાયો ટોયલેટ બ્લોક, સીક્યુરીટી અને કન્ટ્રોલ રૂમ, સ્ટ્રીટ લાઈટીંગ, સુશૉભન, સી.સી.ટી.વી., સાઈનેજીસ, ડસ્ટબીન સહિતની સુવિધાઓ માટે રૂ.૧૨.૩૭ કરોડ ફાળવવામાં આવ્યા છે.
ગાંધી સર્કિટ પર પાંચ જગ્યાએ વે-સાઈડ એમીનિટીઝ માટે પણ રૂ.૨૨.૫૨ કરોડ ફાળવવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી આ યોજના હેઠળ વિકાસ કાર્ય માટે કુલ રૂ.૩૮.૨૭ કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે.