RSSના કાર્યકર કહે છે મોદી કૌભાંડી છે

શ્રીનાથ ઉપાધ્યાય, RSSના કાર્યકર, અમદાવાદ દ્વારા મોકલેલો ચોંકાવનારો લેખ યથાવત અહીં મૂક્યો છે

ડો.સંજય જોશી.

૧૯૪૨ થી પરિવાર ના સંઘ સાથે ના સંપર્ક ને લીધે,પિતાજી તરફ થી પ.પૂ.શ્રી.ગુરુજી વિશે સાંભળ્યું હતું.
મારા સંઘ કાર્ય દરમ્યાન પ.પૂ.શ્રી.ગુરુજી ના કેટલાક પુસ્તકોનું વાંચન કર્યું હતું.સંઘ શિક્ષા વર્ગ માં ડો.હેડગેવાર અને ગુરુજી વિશે જાણવા મળ્યું.

મેં ઘણા સરળ,સદગુણી,
નિઃસ્વાર્થ,નિષ્કલંકી-નિષ્પાપી,
પ્રેમાળ,સ્વાભિમાની,
“કથની અને કરણી” માં સમાનતા નું પાલન કરતા,

તત્વજ્ઞાની ઋષિતુલ્ય દત્તોપાંત થેંગડી,

સદગુણી અને જ્ઞાની એવા રંગા હરિજી,

સૂર્ય નારાયનજી જેવા દીર્ઘ દ્રષ્ટા અને સ્પષ્ટ વક્તા,

શિસ્ત ના આગ્રહી સુરેશરાવ કેતકર

વિદેશોમાં સંઘ નું કામ વધારવા માં સિંહ ફાળો આપના લક્ષ્મણરાવ ભીડે.

મોરિપંત પીંગળે

અને ગુજરાત ના

ભાસ્કર રાવ દામલેજી,

શાંતિભાઈ દરૂ (શાંતિમામા)

રમેશભાઈ ગુપ્તા,

નામ તેવા ગુણ એવા સજ્જનભાઈ ઓઝા,

નટવર સિંહજી,

વસંતરાવ ચીપલુંકર

વાસુદેવ તલવળકર,

જેવા અનેક સદગુણ સંપન્ન પ્રચારકો જોયા છે.

પરંતુ મેં વ્યાજખોર,
વ્યભિચારી,ષડયંત્રકારી પ્રપંચી,બદમાશ,જુઠ્ઠા એવા
મધુભાઈ કુલકર્ણી ,મનમોહન વૈદ્ય,સોમનાથ ખેડકર,દિલીપ દેશમુખ,
નરેન્દ્ર મોદી,લાલજીભાઈ પટેલ,હરીશ રાવલ,ભગીરથ દેસાઈ,મગનપુરી જેવા ઘણા જુના એવા હરામી મરાઠી અને ગુજરાતી
પ્રચારકો જોયા છે.

૧૯૯૮ થી ૨૦૦૧ સુધી
આ બધા હરામી પ્રચારકોએ પોતાના રાજકીય અસ્તિત્વ અને પોતાના પદો માટે ગુજરાતી – મરાઠી પ્રચારકો,પદાધિકારીઓ અને સ્વયં સેવકો વચ્ચે સંઘર્ષ પેદા કર્યા હતો.

સંઘ ના જ પ્રચારકો અને પદાધિકારીઓ વિરુદ્ધ અસલીલ ભાષાવાળી નનામી પત્રિકાઓ વિતરણ કરનાર પણ હરામી વર્ષો જુના સ્વયંસવકો અને પ્રચારકો જ હતા.

ગુજરાત માં
ભવિષ્ય માં કોઈ ગુજરાતી ને પ્રાંત પ્રચારક બનતા અટકાવવા અને કોઈ મરાઠી ને જ પ્રાંત પ્રચારક બનાવવા માટે ચારિત્ર ના ખોટા આરોપો મૂકી સંઘ ના ગુજરાત ના “સહ પ્રાંત” શ્રી.લાલજીભાઈ પટેલ ને તેમના પદ પરથી હટાવ્યા હતા.

મદન દાસ દેવી જેવા બદમાશ અને હરામી સહ સરકાર્યવાહ પણ આ ષડયંત્ર માં સામેલ હતા.

દિલીપ દેશમુખ ને સુરત વિભાગમાંથી મહેસાણા વિભાગ માં બદલી કરી લાલજીભાઈ વિરુદ્ધ અપપ્રચાર કરવાનું કાવતરું પ્રાંતપ્રચારક
મધુભાઈ કુલકર્ણી એ કર્યું હતું,જેમાં મધુભાઈ અને દિલીપ દેશમુખ ને નિષ્ફળતા મળી હતી.

૧૯૯૫ માં શંકર સિંહ વાઘેલા દ્વારા ભાજપ ની શ્રી.કેશુભાઈ ની સરકાર ઉઠલાવ્યા બાદ ગુજરાત માંથી તડીપાર કરવામાં આવેલ સંઘ પ્રચારક
નરેન્દ્ર મોદી ના જાસૂસ તરીકે ની ઓળખ બાદ હરામી દિલીપ દેશમુખ ની સંઘ માંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.

દિલ્હી મોકલ્યા બાદ નરેન્દ્ર મોદી એ કેશુભાઈ પટેલ,મધુભાઈ કુલકર્ણી અને સંઘ ના અન્ય પ્રચારકો અને પદાધિકારીઓ સાથે વેર લેવા માટે શ્રીમતી.આનંદીબેન,
અમિત શાહ,
તુષાર દેશમુખ,
પરેન્દુ ભગત અને વિજયભાઈ રૂપાણી ના સહયોગ થી ગુજરાત સંઘ અને ભાજપ માં અશાંતોષ પેદા કરી કેન્દ્ર ના પદાધિકારીઓ સમક્ષ ગુજરાત સંઘ પરિવાર ની પ્રતિષ્ઠા ખરાબ કરવામાં સફળતા મેળવી હતી.ગુજરાત માં
મોટાભાગ ની તાલુકા-અને જિલ્લા પંચાયતો માં ભાજપને હરાવવા નું કામ પણ નરેન્દ્રભાઈ ના વફાદાર એવા સંઘ ના સ્વયંસેવકો એજ કરી ગદ્દારી નું પ્રમાણ આપેલ હતું.

૧૯૯૮ થી ૨૦૦૧ સુધી દિલ્હી સ્થિત નરેન્દ્ર મોદી ને ગુજરાત સંઘ પરિવારની રોજેરોજ ની માહિતી જાસૂસ તન્મય મેહતા દ્વારા ટેલિફોન થી પોહચાડવામાં આવતી હતી.

ગુજરાત ભાજપ ની પ્રતિષ્ઠા બગાડવા ના ષડયંત્ર ની જાણ મેં,ભાજપ ના પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે સંઘ પ્રચારક અને ભાજપ ના મહામંત્રી સંજય જોશી ને કરી હતી.

પરંતુ સંજય જોશી ના ઘમન્ડ,સંગઠન ને ભવિષ્ય માં થનાર નુકશાન અંગે ત્વરિત અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ તથા દીર્ઘ દ્રષ્ટિ ના અભાવે,મારે અપમાનિત થઇ ભાજપ કાર્યાલય છોડી દેવું પડ્યું હતું.

કેટલીક માહિતી અંગે સંઘ ના બે કાર્યકર્તાઓ સાક્ષી છે.

૨૦૦૧ માં ગુજરાત ના મુખ્યમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદીના દબાણ ને લીધે મધુભાઈ કુલકર્ણી,મનમોહન વૈદ્ય, સહિત અનેક મરાઠી પ્રચારકો ને ગુજરાત છોડવું પડ્યું હતું.

ગુજરાત ના ભૂ. પૂ.પ્રાંત પ્રચારક શ્રી.મધુભાઈ કુલકર્ણી ને અ.ભા. બૌદ્ધિક પ્રમુખ બનાવ્યા ત્યારે,

“સંઘ નું તળિયું આવી ગયું”

એવી ટીકા શ્રી.મગનભાઈ
ગોસ્વામી જેવા ખુબજ જુના પ્રચારકે કરી હતી,જે વર્ષ ૧૯૯૮ થી ૨૦૦૧ સુધી ગુજરાતી – મરાઠીઓ વચ્ચેના ના સંઘર્ષ ની પરાકાષ્ટા હતી.

આ સંઘર્ષ અને નનામી પત્રિકાઓ નું વિતરણ વર્ષ ૨૦૦૧ માં નરેન્દ્ર મોદી ના મુખ્યમંત્રી બન્યા બાદ અચાનક બંધ થઇ ગયો હતો.

રા.સ્વ.સંઘ ના મદન દાસ દેવી અને ભાજપમાં ના સંઘ પ્રચારક સુરેશ સોની બંને હરામીઓની ધૂતરાષ્ટ્ર નીતિ ને કારણે નરેન્દ્ર મોદી,સંઘ પ્રચારક ગુજરાત માં બેફામ બની ગયા.

નરેન્દ્ર મોદીએ ગુજરાત ને આર્થિક,રાજકીય,
સંસ્કૃતિ અને સામાજિક સમરસતા ની દ્રષ્ટિએ ખુબજ નુકશાન
કરેલ છે.

૧૯૬૦ માં ગુજરાત ની સ્થાપના બાદ નો સૌથી ભ્રષ્ટ મુખ્ય મંત્રી રા.સ્વ.સંઘ નો પ્રચારક નરેન્દ્ર મોદી છે.

નરેન્દ્ર મોદી એ ગુજરાત માં અબજો ના કૌભાંડો કર્યા છે.જો નિષ્પક્ષ તપાસ કરવા માં આવે તો નરેન્દ્ર મોદી,ભાજપ ના કેટલાક મંત્રીઓ અને કેટલાક
આઇ.એ. એસ. અધિકારીઓ જેલ માં જાય તેમ છે.

મેં બાળાસાહેબ દેવરસ,રજ્જુ ભૈયા,સુદર્શનજી ના સરસંઘ ચાલકજી તરીકે નો કાર્યકાળ જોયો છે.
પરંતુ મોહન ભાગવત જેવા નિમ્ન સત્તર,હલકી કક્ષાના ભાજપ અને નરેન્દ્ર મોદી ના દલાલ એવા સરસંઘ ચાલક કોઈ જોયા નથી.

એક સરસંઘ ચાલક તરીકે પોતાના શબ્દોની જ કોઈ કદર ના હોય,જૂઠું જ બોલવું,ડો.હેડગેવાર અને પ.પૂ.શ્રી.ગુરુજી ના વિચારો, સંસ્કારો અને નૈતિકતા થી વિપરીત એવા મોહન ભાગવત પ્રત્યે ખુબજ નફરત છે.

આજે દેશ ની આર્થિક બરબાદી માટે નરેન્દ્ર મોદી ની સાથોસાથ મોહન ભાગવત,ભૈયાજી જોશી,દેશભરના સંઘ પ્રચારકો,પદાધિકારીઓ જ જવાબદાર છે.

શ્રીનાથ ઉપાધ્યાય.
ભૂ. પૂ.સ્વયંસેવક.