RSS અને મોદી દેશવિરોધી નિર્ણય લે છે, શ્રીનાથ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ કાર્યકર શ્રીનાથ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પ્રચારક નરેન્દ્ર મોદી ની આર્થિક નીતિ ઓ ભારત માં રોજગારી પેદા કરી ગરીબી દુર કરનારી,સામાન્ય માણસો ને તથા ભારતીય અર્થતંત્ર ને મજબૂત કરનારી અને વિકાસ દર ને ઊંચે લઇ જનારી હોય તો…….

વર્ષ ૧૯૯૦-૧૯૯૧ માં દેશ ની આર્થિક પરિસ્થિતિ ખુબજ નાજુક હતી,માત્ર થોડાક દિવસ ચાલે એટલું જ વિદેશી હૂંડિયામણ હતું,દેશ નું સોનું ગીરવે મૂકવું પડ્યું હતું.

તે વખત ના વડાપ્રધાન શ્રી.નરસિંહ રાવ ના નેતૃત્વ માં ,નાણાં મંત્રી શ્રી.મનમોહન સિંહ ના નેતૃત્વ માં ભારત માં સરળીકરણ,
ખાનગીકરણ,
ઉદારીકરણ અને
વૈશ્વિકીકરણ ની પ્રક્રિયા નો પ્રારંભ થયો હતો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સહ સરકાર્યવાહ (પ્રચારક)ના માર્ગદર્શન હેઠળ,મુરલીધર રાવ (પ્રચારક) અને વરિષ્ઠ સ્વયંસેવક એસ.ગુરુમૂર્તિ ના નેતૃત્વ માં રા.સ્વ.સંઘ ના બધાજ સ્વયંસેવકોએ,
દરેક ક્ષેત્ર માં દરેક સ્તર ના પ્રચારકો એ
તથા પરિવાર ની બધી જ સંસ્થાઓ જેમાં ખાસ કરીને સ્વદેશી જાગરણ મંચ,ભારતીય કિસાન સંઘ,ભારતીય મઝદૂર સંઘ,વિદ્યાર્થી પરિષદ,ભાજપ,લઘુ ઉદ્યોગ ભરતી,નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન ના વરિષ્ઠ નેતાઓ-પદાધિકારીઓ,કાર્યકર્તાઓ એ સમગ્ર દેશ માં જાહેર માં દેખાવો-સૂત્રોચ્ચાર,ધારણા-પ્રદર્શન,પત્રિકા વિતરણ,વિચાર ગોષ્ટિઓ,પત્રકાર પરિષદો થકી વર્ષ ૧૯૯૧ અને ૧૯૯૪ માં આર્થિક નીતિઓ વિરુદ્ધ દેશ ની જનતા ને ગેરમાર્ગે દોરી માત્ર સત્તા સ્વાર્થ માટે રાજકીય અને આર્થિક અસ્થિરતા પેદા કરી દેશ ના વિકાસ ને અવરોધવાનું ગુનાહિત અને રાષ્ટ્રધ્રોહી કૃત્ય કરી દેશ સાથે ગદ્દારી કરવાની શરૂઆત કરી હતી.

જો નરેન્દ્ર મોદી ના
૧૦૦% સીધું વિદેશી મૂડી રોકાણ ની આર્થિક નીતિ થી ભારત ની આર્થિક પરિસ્થિતિ મજબૂત થવાની હોય તો………

૧૮-૧૯-૨૦,નવેમ્બર ૨૦૧૨ માં સ્વદેશી જાગરણ મંચ ના અખિલ ભારતીય સંગઠક(પ્રચારક) શ્રી.કાશ્મીરીલાલ,સ્વ.જા.મંચ. ના સહ સંઘર્ષ વાહીની પ્રમુખ શ્રી.અન્નદા પાણીગ્રહી,ક્ષેત્ર વાહીની પ્રમુખ શ્રી.બંદેશંકર સિંહ,શ્રી.જગત નારાયણ સિંહ,
શ્રી.નાંમ્બબી નારાયણ,ડો.સુભાષ શર્મા,શ્રી.દિપક શર્મા,રા.સ્વ.સંઘ ના ભૂ. પૂ.સહ સરકાર્યવાહ શ્રી મદનદાસ દેવી,રા.સ્વ.સંઘ ના સરકાર્યવાહ શ્રી.કૃષ્ણ ગોપાલ,શ્રી.સુરેશ ચંદ્ર, મુરલીધર રાવ,સુપ્રીમ કોર્ટ ના વકીલ શ્રી.વિક્રમ બેનરજી,ભાજપ ના સંસદ સભ્ય શ્રી.ભુપેન્દ્ર યાદવ અને વ્યાપારી નેતા શ્રી.પ્રવીણ ખંડેલવાલ જેવા વરિષ્ઠ નેતાઓ ની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૧૪ ની લોકસભા ની ચૂંટણી સુધી “એફ.ડી.આઈ” નો વિરુદ્ધ કરવા માટે આંદોલન-ધારણા-પ્રદર્શન-વિચાર ગોષ્ટિઓ,પત્રિકા વિતરણ,અખબારી નિવેદનો ઉપરાંત સંઘ પરિવાર ના બધાજ પ્રાંતો ના સાપ્તાહિક-પક્ષીક-માસિક મેગેઝીનો માં ખોટી માહિતી પુરી પાડી માત્ર રાજકીય સત્તા માટે ભારત ની જનતા ને ગુમરાહ કરી
ભારત માં રાજકીય અને આર્થિક અસ્થિરતા પેદા કરી દેશ ની સાથે ગદ્દારી કરી હતી.

વર્ષ ૨૦૦૯ થી વર્ષ ૨૦૧૪ સુધી લોકસભા માં વિરોધ પક્ષ ના નેતા સુશ્રી.સુષ્મા સ્વરાજ,રાજ્યસભા માં
વિરોધ પક્ષ ના નેતા શ્રી.અરુણ જેટલી અને તે વખતનાં ગુજરાત ના મુખ્યમંત્રી.શ્રી.નરેન્દ્ર મોદી (પ્રચારક)ના નેતૃત્વ માં બધાજ સંસદ સભ્યો,ધારાસભ્યોએ,
કાર્યકર્તા-નેતાઓ એ માત્ર સત્તા સ્વાર્થ માટે ૫૧% એફ.ડી.આઈ નો વિરોધ કરી દેશમાં રાજકીય અને આર્થિક અસ્થિરતા પેદા કરી દેશ સાથે ગદ્દારી કરી હતી.

જો નરેન્દ્ર મોદી ની આર્થિક નીતિ ભારત ની આર્થિક વ્યવસ્થા માટે હાનિકારક હોય તો,સંઘ પ્રચારક નરેન્દ્ર મોદી ભારતની જનતા અને ભારતની અર્થ વ્યવસ્થા સાથે ગદ્દારી કરી રહ્યા છે.

સંપૂર્ણ સંઘ પરિવાર,સંઘ ના પ્રચારકો,ભાજપ ના મંત્રીઓ,સંસદ સભ્યો,ધારાસભ્યો,નેતાએ-કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદી ની આર્થિક નીતિઓ વિરુદ્ધ ચૂપ રહી દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે.

અર્થાત રાષ્ટ્રવાદી હોવાનો દાવો કરનાર સંઘ પરીવારે હંમેશાં દેશ ની સાથે ગદ્દારી જ કરી છે.રાષ્ટ્રધ્રોહ કર્યો છે.

શ્રીનાથ ઉપાધ્યાય.
૯૮૨૫૩૨૪૩૨૭.