RSS દેશના કાયદાને માનતું નથી, ઈટાલીયા

ભારતમાં આર.એસ.એસ અને તેના કાર્યકર્તાઓ પોતે એવું માને છે કે દેશમાં એમના સિવાય અને એમના જેટલું કોઈ રાષ્ટ્રવાદી નથી. તેમ ગૃહ પ્રધાન પ્રદીપ જાડેજા પર વિધાનસભા સંકુલમાં જુતુ મારનાર ગોપાલ ઈટાલીયાએ એ જણાવીને ઉમેર્યું હતું કે  આર.એસ.એસ.નાં લોકોએ રાષ્ટ્રવાદ, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રસેવા વગેરેનો ઠેકો લઈને ફરે છે અને આખા મલકને દેશપ્રેમી અને દેશવિરોધીના સર્ટીફીકેટ વેચે છે ત્યારે આ આર.એસ.એસનાં કહેવાતા દેશપ્રેમીઓને મારો સવાલ છે કે,જો આર.એસ.એસ એટલું બધું દેશપ્રેમી સંગઠન હોય તો દેશના કાયદા મુજબ તેમના સંગઠનની નોંધણી કેમ નથી કરાવી??

આપણે ત્યાં કાયદા મુજબ કોઈપણ સામાજિક કે ધાર્મિક કે જ્ઞાતિઆધારિત કે વિસ્તાર આધારિત કે પ્રદેશ આધારિત કે પ્રવૃત્તિ આધારિત કે અન્ય કોઈપણ પ્રકારના સંગઠનની સંસ્થા નોંધણી અધિનિયમ મુજબ નોંધણી કરાવવી ફરજીયાત છે.

આ સંસ્થા નોંધણી અધિનિયમ મુજબ નોંધાયેલ સંસ્થાઓએ પોતાનો વાર્ષિક આવક-જાવકનો હિસાબ સરકારને આપવાનો હોય છે તેમજ તેમના વાર્ષિક હિસાબોનું ઓડીટ પણ કરાવવાનું હોય છે અને વર્ષે સાધારણ સભા ભરીને સભાસદોને આ હિસાબ અને સંસ્થાની આખા વર્ષની કામગીરીનો રિપોર્ટ રજુ કરવાનો હોય છે.

જો આર.એસ.એસ ખરેખર દેશપ્રેમી હોય તો શા માટે દેશના કાયદા મુજબ સંગઠનની નોંધણી નથી કરાવતું?? શું આર.એસ.એસમાં આવતા બે નંબરનાં ફંડ-ફાળાનું ઓડીટ અને આવક-જાવકના વાર્ષિક હિસાબ આપવાના ન પડે માટે સંસ્થાની નોંધણી નથી કરાવતું??

મિસ્ટર ભાગવત અને All ચડ્ડી-બડ્ડી કંપની તમે લોકો સૌપ્રથમ દેશના કાયદાને માન આપતા શીખો ત્યારબાદ દેશપ્રેમનાં સર્ટીફીકેટ આપજો. પહેલા કાયદા પાળતા શીખો પછી મલકને દેશપ્રેમનાં ઉપદેશો આપજો…

(આર.એસ.એસની ઓફીશીયલ વેબસાઈટ ઉપર સંસ્થા નોંધણીની કોઈ વિગત ઉપલબ્ધ નથી એટલે ટૂંકી ચડી પહેરીને ખોટી લિંક સાથે અફવા ફેલાવાવી નહિ)