RTI કાયદો કેન્દ્ર સરકાર નબળો બનાવી રહી છે, કેમ ? 

કેન્દ્ર સરકારના આખરી વર્ષ 2018ના લોકસભાના ચોમાસા સત્રમાં માહિતી માંગવાના અધિકાર – RTI, કાયદો સુધારા વિધેયક લાવીને બદલાવી રહી છે. બદલાવીને તેને નબળો બનાવવા માટે સંસદ માં અમેંડમેંટ બીલ મુકવા જઈ રહી છે. કાયદામાં શું ફેરફાર આવવાનો છે તે અંગે સુધારા બીલ વેબસાઈટ પર મુકાયું નથી. નાગરીકો સાથે કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવી નથી. એક ખ્યાલ મુજબ માહિતી કમિશ્નરનો હોદ્દો ECIના બરાબરી માંથી સંયુક્ત સચિવના સમકક્ષ કરવો અને તેમના પેનલ્ટીના પાવર કાઢીને તેને માત્ર ભલામણની સત્તા આપવી જેવા કોઈ પણ ફેરફાર હોઈ શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. પણ નાગરિકોને કહ્યા વગર ગુપ્તતા રાખીને કોઈ પણ બદલાવ અમોને માન્ય નથી. તેથી દેશભરમાં આ સુધારા બિલ સામે આંદોલન શરુ થવાનું છે એમા ગુજરાતમાં પણ વિરોધ શરૂ થયો છે.
18મી તારીખે દિલ્લીમાં દેશભરના RTI એક્ટીવીસ્ટ એકઠા થઈ દેખાવો કરવાના છે. RTIમાં ફેરફાર ઉપરાંત RTI ચળવળમાં જાન ગુમાવનાર વ્યક્તિઓના પરિવારજનો પણ શામેલ થશે. આજ સુધી એક પણ RTI એક્ટીવીસ્ટના હત્યાના મામલામાં ન્યાય મળ્યો નથી.
આ કાર્યક્રમ માં ગુજરાત માંથી મોટી સંખ્યામાં કર્મશીલો જોડાય તે જરૂરી છે. તેથી દરેકને વિનંતી કરવામાં આવી છે કે તેમના વિસ્તાર માંથી, સંપર્કો માંથી કેટલા પોતાના ખર્ચે દિલ્લી પહોંચી શકે તે જોઈ ટીકીટ લઈને ફાળો કરી એક બીજાને સ્પોન્સર કરવા કહેવાયું છે. અમિત જેઠવાના પિતા, તેમજ અન્ય શહીદ RTI એક્ટીવીસ્ટના પરિવારજનો ને જાણ કરી તેમની જવાની વ્યવસ્થા કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.
અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ શહેરમાં પણ દિલ્લીના ધરણાના ટેકામાં દેખાવો થાય જેથી કરીને જે લોકો દિલ્લી નથી જઈ શકવાના તેઓ અહીં લડતમાં સાથ આપશે. કાર્યકરોના વિસ્તારમાંમાંથી ઈ પીટીશન, પત્રો, પોસ્ટકાર્ડ , સહી જુંબેશ, મતદાન આવા કોઈ પણ પ્રકારથી આ કાયદાને બચાવવા માટે પ્રયત્નો કરવા અપીલ કરી હતી.
RTI ચળવળકારો આ કાયદામાં થનાર ફેરફાર અંગે લોકો સાથે સંવાદ થાય, તેવી માંગ કરવામાં છે. લોકો માટેનો કાયદો હોવાથી લોકોના અભિપ્રાય લઈને, પૂછ્યા વગર RTIમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય ગુજરાતના ચળવળકારો દ્વારા મક્કમ નિર્ણય લેવાયો છે. તેમ રાષ્ટ્રીય સંગઠનના ગુજરાત એકમ માટે પંક્તિ જોગે જાહેર નિવેદનમાં જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી
મનમોહનસિંહ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશની આઝાદી પછીનો સૌથી મોટો નિર્ણય માહિતીના અધિકાર આપતો કાયદો લાવીને કર્યો હતો. જેનાથી રાજનેતાઓ અને અધિકારીઓના કૌભાંડ અને અત્યાર બહાર લાવવામાં આવ્યા છે. લોકોને ખરી આઝાદી મળી હતી. હવે ભાજપ સરકાર તેને ગળોટુંપો આપીને લોકોના અધિકારો છીનવી રહી છે.