Why, Sangh and Gujarat BJP grow relationship with the Muslim country Uzbekistan that becames Mecca? मक्का बनने वाले मुस्लिम देश उज्बेकिस्तान से क्यों बढ़े संघ और गुजरात के रिश्ते?
દિલીપ પટેલ
ગાંધીનગર, 15 જુલાઈ 2023
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત 14 જુલાઈ 2023માં ઉઝબેકિસ્તાન રાષ્ટ્રનાં ભારત ખાતેના રાજદૂત દિલશોદ અખાતો સાથે ગાંધીનગરમાં થઈ હતી. ઉઝબેકિસ્તાન-ગુજરાતના સંબંધોનો સેતુ વધુ સુદૃઢ કરવા ચર્ચા કરી હતી. આવી અનેક મુલાકાતો 2018થી ગુજરાતમાં થઈ છે. મક્કા બનવા ાટે તમામ તૈયારી કરી રહેલાં આ દેશ સાથે આખરે, આવું ભાજપ કેમ કરી રહ્યો છે.
ઉઝબેકિસ્તાનની રાજધાની તાશકંદ છે. જ્યાં ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું શંકાસ્પદ મોત થયું હતું. વિશ્વનું મક્કા બનવાની મહત્વકાંક્ષા ઉઝબેકિસ્તાનની છે, જેને ગુજરાતની હિંદુ વાદી ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર સારી એવી મદદ કરી રહ્યા છે. રાજકીય સંબંધો વિકસાવ્યા છે. ગુજરાત, ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે વારંવાર સમજૂતી કરારો થયા છે. ખાસ કરીને સંઘની હિંદુ લેબ ગુજરાતની સાથે ઉઝબેકિસ્તાનને સૌથી સારા સંબંધો છે. વેપાર, ઉદ્યોગ, ખેતી અને શિક્ષણ માટે કરારો થયા છે. બન્ને દેશોના રાજકીય નેતાઓની અવરજવર વધી છે. ગુજરાતના મુખ્ય પ્રધાનો તેમને ભારે મહત્વ આપતાં રહ્યાં છે. વડાપ્રધાન મોદી, સંઘ, અને ગુજરાત દ્વારા મુસ્લિમ લોકશાહી દેશને તમામ મદદ કરી રહ્યાં છે. ભારતમાં મુસ્લિમો માટે નફરત ફેલાવે છે અને વિદેશમાં મુસ્લિમ દેશોને મદદ કરે છે. ભાજપની અને સંઘની બેવડી નીતિ એટલે ઉઝબેકિસ્તાન સાથેના સંબંધો છે. જેનાથી ગુજરાતની પ્રજાને કોઈ ફાયદો 5 વર્ષમાં થયો નથી.
બેઠકમાં ગુજરાત અને ઉઝબેકિસ્તાનના અંદિજાન પ્રદેશ વચ્ચે સહકારના કરાર 2018માં સંઘના કાર્યકર અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે થયા હતા. તેને આગળ વધારવા માટે ફરી મુલાકાત થઈ હતી.
ગુજરાત તથા ઉઝબેકિસ્તાન વચ્ચે ટુરિઝમ, આઈ.ટી, ફૂડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી સહિતના સેક્ટર્સમાં રોકાણો અને વ્યાપાર ઉદ્યોગ સહયોગ માટેની બાબતો સંદર્ભમાં વિચાર-વિમર્શ કર્યા હતા.
જાન્યુઆરી- 2024માં વાઈબ્રન્ટ સમિટમાં ઉઝબેકિસ્તાન આવશે. મુખ્ય પ્રધાને ઉઝબેકિસ્તાનની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. ઉઝબેકિસ્તાનની 3 કરોડની વસ્તી આસામ જેટલી નાની છે.
ગુજરાતની ફેક્ટરીઓ જતી રહી
રાજદૂત દિલશોદ અખાતોએ કહ્યું હતું કે, ઉઝબેકિસ્તાનના અંદિજાન પ્રદેશના ફાર્માસ્યુટીકલ ઝોનમાં ગુજરાતની પ્રતિષ્ઠિત ફાર્મા કંપનીઓના મોટી ફેક્ટરી છે. રાહતો અને ઉદાર સહાય તેને અપાઈ છે. ગુજરાતી સમુદાયના લોકો ફાર્માસ્યુટીકલ, હોસ્પિટાલીટી, મેડીકલ સેક્ટર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં કામકાજ કરે છે.
ગુજરાતને ફટકો
ગુજરાતના પગ પર ઘા મારીને દવા કંપનીઓ હવે ઉઝબેકિસ્તાન જઈ રહી છે. 2018થી ઉઝબેકિસ્તાન ભારતીય કંપનીઓને મફત જમીન, 10 વર્ષ સુધી કર મુક્તિ, પ્રોત્સાહનો, ઝડપી મંજૂરી, ઝડપી પર્યાવરણીય મંજૂરીઓ અને સબસિડીવાળી વીજળી અને પાણી આપે છે. ભારતીય કંપનીઓ દ્વારા જથ્થાબંધ દવાઓનું ઉત્પાદન ત્યાં કરવામાં આવી રહ્યું છે. ભારત ેની ઉત્પાદન ક્ષમતાનો મોટો હિસ્સો ઉઝબેકિસ્તાનમાં શિફ્ટ કરી રહ્યું છે.
વિશ્વની જેનરિક દવાઓના પાંચમા ભાગનું ઉત્પાદન ભારત કરતું હોવા છતાં, ભારત તેની જથ્થાબંધ દવાઓની જરૂરિયાતના 60 ટકાથી વધુ કાચો માલ ચીનમાંથી આયાત કરે છે. પેરાસિટામોલ, ક્રોસિન એ કાચો માલ છે. ભારત 12 હજાર કરોડની આયાત ચીનથી દવાના કાચા માલની કરી હતી. ભારતમાં 1,150 થી વધુ બલ્ક ડ્રગ યુનિટ્સ છે જે લગભગ 350 જથ્થાબંધ દવાઓનું ઉત્પાદન કરે છે.
ઉઝબેક સરકારે 8 ફાર્મા પાર્ક બનાવ્યા છે.
ભારતીય દવા ઉત્પાદક સંઘના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ વિરાંચી શાહે છે. વેપારીઓએ માર્ચમાં ઉઝબેકિસ્તાનની મુલાકાત લીધી હતી. ઉદ્યોગનો પાંચમો ભાગ અથવા લગભગ 200 એકમો ઉઝબેકિસ્તાન જવાના છે. કેટલાંક જતાં રહ્યાં છે. તે પણ ભારતની મોદી સરકાની મદદથી. મોદી પોતે ગુજરાતમાં આવા પાર્ક બનાવવામાં નિષ્ફળ ગયા છે જ્યાં મુસ્લિમ દેશ સફળ થયો છે. ઉઝ્બેક સરકાર અપેક્ષા રાખે છે કે ભારત દવાઓના ઉત્પાદન અંગેની જાણકારી શેર કરે. ફાર્માસ્યુટિકલ્સ જરૂરિયાતોને પહોંચી વળવા આયાત પર નિર્ભર છે.
11 મેના રોજ, રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી અને ગુજરાત ભાજપના શક્તિશાળી નેતા અને સંઘના કાર્યકર મનસુખ માંડવિયાએ ઉઝબેક પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે બલ્ક ડ્રગ ઉત્પાદકો માટે પ્રોત્સાહન આપે છે.
25 નવેમ્બર 2019માં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ઉઝબેકિસ્તાનના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ ધ એડમીનીસ્ટ્રેશન ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન એસ. ગોરડીવે સાથે ગાંધીનગરમાં મૂલાકાત બેઠક યોજી હતી.
મુસ્લિમ દેશોના લોકો ભારતને કેમ પસંદ કરે છે? એના વિષે ગુજરાતના હિંદુવાદી નેતાઓ ક્યારેય બોલતા નથી. ઉઝબેકિસ્તાનમા ઇસ્લામ 1300 વર્ષ પહેલાં આવ્યો. 26 વર્ષના નિરંકુશ શાસનમાં હજારો સ્વતંત્ર મુસલમાનોને જેલભેગા કરવામાં આવ્યા હતા. વર્ષે લગભગ 90 લાખ ઉઝબેક નાગરીકોએ તીર્થયાત્રા કરી અને આ મકબરાઓ ઉપર જઈને પ્રાર્થના કરી.
ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, સાઇબર ક્રાઇમ સિસ્ટમ, પોલીસ અકાદમી કરાઇ અને રક્ષાશકિત યુનિવર્સિટી તથા વિશ્વાસ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ જેવી સુરક્ષા વિષયક બાબતોમાં ચર્ચા કરી હતી.
ઓકટોબર-2019માં ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે સુરક્ષા-સિકયોરિટી સહિતના વિવિધ ક્ષેત્રોમાં આપસી આદાન-પ્રદાન સમજૂતિ અંગે ફ્રેમવર્ક તૈયાર કરેલું હતું.
લો-એન્સફોર્સમેન્ટ એજન્સીઝ, સ્પેશ્યલાઇઝડ એજ્યુકેશનલ અને ફોરેન્સીક ઇન્સ્ટીટયુશન્સ, વિશ્વાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વગેરેની મૂલાકાત લઇ ગૂના નિવારણ ક્ષેત્રમાં માનવસંશાધનના કેપેસિટી બિલ્ડીંગ અંગે કામ કરવાના હતા.
ગુજરાતમાં ક્રાઇમ ડિટેકશન રેઇટ દેશમાં સૌથી ઊંચો છે. ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીએ સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અને આઇ.ટી. ઇન્ટેલીજન્સ વિકસાવી છે.
સંયુક્ત રાજ્ય અમેરિકા અને સોવિયત યુનિયને યુદ્ધને આગળ વધતું રોકવા મોટા પ્રમાણમાં રાજદ્વારી પ્રયત્નો કર્યા. સોવિયત યુનિયનના તત્કાલીન નેતા એલેક્સી કોસીજીનના વડપણ હેઠળ તાશ્કંદ (હાલમાં ઉઝબેકિસ્તાનમાં) ખાતે ભારતના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન વચ્ચે શાંતિ મંત્રણા યોજાઈ. જેમાં નક્કી કરાયું કે ઓગષ્ટ 1965ની સ્થિતિમાં બંને દેશોએ ૨૫ ફેબ્રુઆરી 1966 પહેલાં આવી જવું.
2019માં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના ઉઝબેકિસ્તાન પ્રવાસના ચોથા દિવસે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ યુત શવકત મિરઝીયોયેવ સાથે બે કલાક સુધી લંબાણપૂર્વક બેઠક યોજીને ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે વ્યાપાર-ઊદ્યોગના સંબંધો વધુ સુદ્રઢ બનાવવા વાત કરી હતી.
પીપલ ટુ પીપલ કોન્ટેકટ વધારવાનો નિર્ધાર બેઠકમાં વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રી સાથે રહેલા ઉદ્યોગપતિઓ ઉઝબેકિસ્તાન સાથેનાં વિવિધ કરાર હેઠળ ત્યાં રોકાણ કરવા અને ઉદ્યોગો સ્થાપવા માટેનાં કરાર કરશે.
ગુજરાતના ઊદ્યોગકારો ઉઝબેકિસ્તાનમાં વેપાર-ઊદ્યોગ શરૂ કરવા તત્પર છે પરંતુ તેમને આ હેતુસર જરૂરી પરવાનગીઓ અને સહયોગ ત્વરાએ મળે તે અપેક્ષિત છે.
19થી 23 ઓક્ટોબર 2019ના દિવસે ઉઝબેકિસ્તાન-ગુજરાત વચ્ચે પરસ્પર સહયોગના વિવિધ 11 MoU કરવામાં આવેલા. જેના અમલ માટે તાશ્કંદ સ્થિત ભારતીય રાજદૂત સાથે બેઠક કરવા સુચવ્યું હતું. MoU સાકાર કરવા ત્રણ એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યા હતા.
નવેમ્બરમાં ઉઝબેકિસ્તાનના મિનિસ્ટર ઓફ ઇનોવેશન, ડેપ્યુટી મિનીસ્ટર ઓફ એગ્રીકલ્ચર અને ચેમ્બર ઓફ કોમર્સના વડાનું આ ડેલિગેશન એગ્રીકલ્ચર યુનિવર્સિટી, GFSU, PDPU, આઇ-ક્રિયેટ જેવી તજ્જ્ઞ સંસ્થાઓ અને કચ્છ વગેરે પ્રદેશમાં નેચરલ – ઓર્ગેનિક ફાર્મીંગ સેન્ટર્સની મૂલાકાત કરવાના હતા. ડાયરેકટર ઓફ ટેકનોલોજી પાર્કના નેતૃત્વમાં તાશ્કંદ આઇ.ટી. પાર્કનું એક ગૃપ 20 નવેમ્બરે ગુજરાત આવવાના હતા.
શવકત મિરઝીયોયેવએ જાહેર કર્યું કે, ગુજરાતના વેપાર-ઊદ્યોગકારોને તમામ સહયોગ આપશે અને જરૂર જણાયે પોતાના ખાસ સત્તાધિકારોનો ઉપયોગ કરીને નિયમોમાં છૂટછાટ મૂકીને વધુ પ્રોત્સાહક છૂટછાટો પણ આપશે. અન્ય કોઇ પણ રાષ્ટ્રને ઉઝબેકિસ્તાનમાં મળી ન હોય તેવી સુવિધા અને રાહતો મલશે.
ઉઝબેકિસ્તાનના ત્રણ પ્રધાનઓ દર ત્રણ માસે ગુજરાત આવશે તેમજ ગુજરાતમાં બે-ત્રણ દિવસ રોકાણ કરીને રાજ્ય સરકારના અધિકારીઓ અને ઊદ્યોગ-વેપારના પ્રતિનિધિઓ સાથે બેસીને જો કોઇ પ્રશ્નો-સમસ્યા હશે તો તેનું નિવારણ લાવશે.
ભારતની ઉઝબેકિસ્તાન સ્થિત એમ્બેસી સાથે પણ દર મહિને સંકલન બેઠક યોજીને સમીક્ષા કરશે. યુત શવકત મિરઝીયોયેવએ ખાસ કરીને એગ્રીકલ્ચર, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, એન્જીનીયરીંગ તેમજ જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અને વેપાર-રોકાણ વધારવાની ઉત્સુકતા દર્શાવી હતી.
જૈવિક ખેતી માટે પ્રતિનિધિઓ આવવાના હતા. ગુજરાતમાં વૈશ્વિક કક્ષાના ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી તેમજ આઇક્રિયેટ સંસ્થાઓની વિશદ છણાવટ આ બેઠકમાં કરી હતી.
ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિએ આ યુનિવર્સિટીઓ સાથે પોતાના રાષ્ટ્રનું ટાઇ-અપ કરીને ઉઝબેકિસ્તાન યુવાઓને તેનો લાભ મળી રહે તે માટે ઉઝબેકિસ્તાનના શિક્ષણ અને ઇનોવેશન પ્રધાનને ગુજરાત મુલાકાતે મોકલશે તેમ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાનએ ઉઝબેકિસ્તાનમાં અન્ડીજાન શહેરમાં એક સ્ટ્રીટનું નામ ગુજરાતના સપૂત રાષ્ટ્રનેતા સરદાર સાહેબના નામ સાથે જોડવા તેમજ સરદાર પ્રતિમા મૂકવાના સરાહનીય અભિગમ માટે પણ રાષ્ટ્રપ્રમુખનો આભાર વ્યકત કર્યો હતો.
2021માં ભારત ખાતેના ઉઝબેકિસ્તાનના એમ્બેસેડર યુત ડિશોલ્ડ આખતોવે ગુજરાતના મુખ્ય પ્રદાનની સૌજન્ય સાથે મુલાકાત કરી હતી.
ઉઝબેકિસ્તાન કેવો દેશ છે.
ભારતમાં 30 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર, 2018 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવ અને ગુજરાત અને ઉઝબેકિસ્તાનનાં એન્ડિજાન પ્રાંત વચ્ચે સહકાર સ્થાપિત કરવા પર થયેલા સમજૂતી કરારનાં સંદર્ભમાં ચર્ચા થઈ હતી.
કેવો છે દેશ
ઉઝબેકિસ્તાન દુનિયાનું ‘બીજું મક્કા’ બનવા ઇચ્છે છે કે જ્યાં દર વર્ષે તમામ દેશોના તીર્થયાત્રાળુઓ દર્શનાર્થે આવે.
મધ્ય એશિયાના આ સૌથી વધુ વસતી ધરાવતા આ દેશમાં ઘણી પ્રાચીન સંરક્ષિત મસ્જિદો અને ઘણાં પ્રખ્યાત તીર્થસ્થાનો આવેલાં છે.
જે સિલ્ક રૂટ ઉપર આવતા સમરકંદ અને બુખારા જેવાં શહેરોમાં સ્થિત છે.
લાખો ઉઝબેક નાગરીકો માટે આ એક પવિત્ર સ્થળ છે.
બીજી તરફ ઉઝબેક સરકાર માટે આ પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો એક અગત્યનો અવસર પણ છે.
એ પણ ત્યારે, જયારે દશકાઓના અલગાવવાદી અને સત્તાવાદી શાસન પછી આ દેશ આઝાદ થયો છે.
મધ્ય એશિયામાંના રશિયાથી અલગ થયેલું પ્રજાસત્તાક રાજ્ય. દેશનો કુલ વિસ્તાર 4,47,400 ચોકિમી. 3 કરોડ વસતી છે.
ઑક્ટોબર 1917માં રશિયન ક્રાંતિના સમયે ત્યાં તાશ્કંદ સોવિયેતે સત્તા ધારણ કરી.
1980માં સોવિયેત નેતા મિખાઇલ ગૉર્બાચૉવે ગ્લાસનૉસ્ટ-(ખુલાવટ)ની નીતિ સ્વીકારી ત્યારે મુખ્યત્વે સુન્ની મુસ્લિમોની વ્યાપક બહુમતી ધરાવતા ઉઝબેકિસ્તાનની પ્રજાની ઇસ્લામિક જાગૃતિમાં મોટો ઉછાળો આવ્યો. 1989માં ‘એકતા’ની રાષ્ટ્રીય લડત શરૂ થતાં લઘુમતીઓએ હિંસક હુમલા આરંભ્યા. 1990માં તેણે માત્ર રાજકીય અને આર્થિક સ્વતંત્રતા ઘોષિત કરી જેનો સોવિયેત સંઘે અસ્વીકાર કર્યો. ઑગસ્ટ 1991માં નિષ્ફળ બળવા પછી પૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવી, 1991માં તે ‘રિપબ્લિક ઑવ્ ઉઝબેકિસ્તાન’ જાહેર થયું. ડિસેમ્બર 1991માં કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ નેશન્સ રશિયાના સ્વતંત્ર રાજ્યોની બનેલી સંસ્થા)નું સભ્ય બન્યું.
8 ડિસેમ્બર 1992માં તેણે નવા બંધારણનો સ્વીકાર કર્યો અને આ દેશને બહુત્વવાદી લોકશાહી દેશ ઘોષિત કરવામાં આવ્યો. આ જ અરસામાં ખાદ્યાન્નની ભારે અછતને કારણે રાજધાની તાશ્કંદમાં હિંસક હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં, અને અર્થતંત્ર નબળું પડવા લાગ્યું. આતંકવાદી પ્રવૃત્તિઓને કારણે દેશમાં ભંગાણ પડવા લાગ્યું. 1994માં કઝાકિસ્તાન અને કિર્ગીઝિસ્તાન સાથે મળીને નવું સામાજિક સંગઠન રચ્યું અને ’96માં સંયુક્ત આર્થિક બજારની રચનાનો નિર્ણય લીધો. રશિયા સાથે આર્થિક ઐક્યના કરાર કર્યા. 1995માં અને ત્યારબાદ 1999માં ચૂંટણીઓ યોજાઈ હતી. ‘ઓલી (હોલી) મજલિસ’ તરીકે ઓળખાતી સંસદ તેની ધારાસભા છે જે 250 સભ્યોની બનેલી છે.
ઉત્તરે અને વાયવ્યે કઝાકિસ્તાન, પૂર્વમાં અને અગ્નિએ કિર્ગીઝિસ્તાન અને તાઝીકિસ્તાન જ્યારે દક્ષિણ અને નૈર્ઋત્યે અફઘાનિસ્તાન તેમજ તુર્કમેનિસ્તાન સરહદરૂપે આવેલાં છે.
અરલ સમુદ્રની આસપાસનો વિસ્તાર તુરાનપ્રદેશ તરીકે ઓળખાય છે. સમુદ્રની સપાટીથી તે 60થી 90 મીટર ઊંચાઈ ધરાવે છે. દક્ષિણે કિઝિલ્કુમનો ઉજ્જડ વિસ્તાર આવેલો છે. પશ્ચિમે ઉશીઉટ ઉચ્ચપ્રદેશ આવેલો છે. તે સમુદ્રની સપાટીથી લગભગ 200 મીટરની ઊંચાઈ ધરાવે છે.
તળેટીના વિસ્તારો કાદવ-કીચડવાળા છે, તેમાં ક્ષારનું પ્રમાણ વધુ છે. મીનબુલ્કનો વિસ્તાર સમુદ્રસપાટીથી લગભગ 12 મીટર જેટલો નીચો છે.
ઉઝબેકિસ્તાનની પશ્ચિમે આવેલી પર્વતીય હારમાળા ખીણ અને મેદાની વિસ્તારોને જુદાં પાડે છે. ઝેરાવશાન અને ગીશારની પર્વતીય હારમાળા વચ્ચે આવેલો વિસ્તાર સમતલ અને રેતાળ છે, તે લોએસના પ્રદેશો તરીકે ઓળખાય છે.
ઉઝબેકિસ્તાનની જમીન રાખોડી ને રેતાળ હોવાથી લગભગ રણપ્રકારની કહી શકાય. કોઈક સ્થળે કથ્થઈ રંગની કાદવ-કીચડવાળી અને નદીકિનારે ક્ષારીય જમીન આવેલી છે.
પશ્ચિમે નીચાણવાળા પ્રદેશોમાં ટૂંકા ઘાસનાં બીડ આવેલાં છે. તળેટીના વિસ્તારો અને પર્વતીય વિસ્તારોમાં ઘાસ વિશેષ જોવા મળે છે. 12 % જેટલો વિસ્તાર જંગલનો છે.
પ્રાણીજીવન ઉપર રણપ્રદેશની વધુ ગાઢ અસર રહેલી છે. પાલતુ પ્રાણીઓમાં ખાસ કરીને સાઇબેરિયન બકરીઓ વધુ છે. અરલ સમુદ્ર અને નદીઓ મત્સ્યના ભંડાર ગણાય છે. જળબિલાડી વધુ જોવા મળે છે. તેનું વજન લગભગ 130-170 કિગ્રા. જેટલું હોય છે.
આબોહવા અત્યંત સૂકી, ઉનાળો ગરમ અને સૂકો.
આમુદરિયા મધ્ય એશિયાની સૌથી મોટી નદી છે. આ વિસ્તારમાં નાની નદીઓની સંખ્યા લગભગ 600 જેટલી છે. આ નદીઓનું પાણી રણના વિસ્તાર સુધી પહોંચે તે પહેલાં તેને સિંચાઈ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. નહેરોની કુલ લંબાઈ 1,50,000 કિમી. છે.
વસ્તી ઉઝબેક પ્રજાની છે, બાકીની રશિયન, તાર્તાર અને કઝાક પ્રજા છે. કુલ વસ્તીમાં સુન્ની મુસલમાનોનું પ્રમાણ મોટું છે.
તાશ્કંદ (પથ્થરનું શહેર) મધ્ય એશિયાનું સૌથી મોટું મેટ્રોપોલિટન નગર છે. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઓરિયોન્ટલ સ્ટડીઝમાં 80,000 જેટલી પ્રાચીન હસ્તપ્રતો છે. સમરકંદ 2,500 વર્ષ જૂનું શહેર છે જે તેના મહેલો, મસ્જિદો અને મદ્રેસાઓ માટે પ્રખ્યાત છે. બુખારા, કીવા, કોકન્ડ શહેરો સિંચાઈને કારણે અથવા વણઝારોના માર્ગમાં આવતાં હોવાથી તેમનો વિકાસ વધુ જોવા મળે છે.
બુખારા, કિપા, સમરકંદ, તાશ્કંદ અને ફરઘાના સાથે 200 શૈક્ષણિક મથકો છે. પુરુષો ભરતગૂંથણવાળાં વસ્ત્રો ધારણ કરે છે. સ્ત્રીઓ રેશમી ને રંગબેરંગી વસ્ત્રોનો ઉપયોગ કરે છે. માથા ઉપર સફેદ શાલ ઓઢે છે. ચોખા, માંસ, ગાજર અને ડુંગળી વધુ ખાય છે. લીલી ચા અને દારૂનો ઉપયોગ સામાન્ય છે.
વિશ્વમાં કપાસનું ઉત્પાદન કરતા પ્રદેશોમાં ઉઝબેકિસ્તાન ત્રીજો ક્રમ ધરાવે છે. દેશનો 66 % કપાસ અહીં થાય છે. કપાસ, આલુ, સફરજન, પીચ અને અંજીરની ખેતી કરવામાં આવે છે. કારકુલ ઘેટાંનું સુંદર ઊન મુખ્ય પેદાશ ગણાય છે. મસ્કરેટ્સ અને શિયાળના ચામડામાંથી વિવિધ પોશાક બનાવવામાં આવે છે.ત્રીજા ભાગનું ઊન અને અડધાથી વધારે રેશમ અહીં પેદા થાય છે.
43,463 કિમી. લંબાઈના રસ્તા અને 3,483 કિમી. લંબાઈ ધરાવતા રેલ માર્ગો આવેલા છે. આમુદરિયાનો જળમાર્ગ સ્થાનિક પ્રદેશના લોકો માટે ઉપયોગી છે. તાશ્કંદ અને પીટાલ આંતરરાષ્ટ્રીય હવાઈ-મથક તરીકે જાણીતાં છે.
વ્યાપાર :
કુદરતી વાયુ, ખનિજ તેલ અને કોલસાનો અનામત જથ્થો સૌથી વધુ રહેલો છે. ખનિજો અશુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય છે; તેમાં લોખંડ, તાંબું, જસત, સીસું, ટંગસ્ટન, મોલીબ્ડિનમ, ઍલ્યુમિનિયમ અને સોનું મુખ્ય છે. ફરઘાના, નોવાઈ, કોકન્ડ રસાયણ-ઉદ્યોગોનાં મુખ્ય કેન્દ્ર છે. ગઝાનના આરસપહાણ ટકાઉ અને સુંદર હોવાથી તેનો વધુ ઉપયોગ થાય છે. અહીંથી યાંત્રિક સાધનો, રાસાયણિક ખાતર, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બિનલોહ ધાતુ અને કપાસની નિકાસ કરવામાં આવે છે. ઉઝબેકિસ્તાનમાં 1,400 જેટલાં કારખાનાં છે, જેમાં કાપડથી માંડીને વીજળીનાં સાધનો, કાચી ધાતુઓ અને તૈયાર ખાદ્ય સામગ્રીની આયાત કરે છે. વિવિધ ઓજારો, ટ્રૅક્ટર, એરોપ્લેન તથા ઇલેક્ટ્રૉનિક્સનાં સાધનોનો સમાવેશ થાય છે.
ધર્મ
વિશ્વનું મક્કા બનવાની મહત્વકાંક્ષા ઉઝબેકિસ્તાનની છે જેને ગુજરાતની હિંદુ વાદી ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર સારી એવી મદદ કરી રહ્યા છે.
સમરકંદમાં ડઝનો ભવ્ય મકબરા અને ચગતાઈ મોગલોના ખાન, તૈમૂરલંગની કબર છે.
ખગોળ વિજ્ઞાની અલુધબેક અને પયગંબર મોહમ્મદના પિતરાઈ ભાઈ કુસમ ઇબ્ન અબ્બાસને પણ સમરકંદમા જ દફનાવવામાં આવ્યા હતા. કુસમ ઇબ્ન અબ્બાસ જ સાતમી શતાબ્દીમાં ઇસ્લામને આ દેશમાં લઈને આવ્યા હતા.
દુનિયાના અનેક ધર્મ ગુરૂ સમરકંદમાં જ દફન કરાયા છે. ઉઝબેકિસ્તાન મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. ઈસાઈઓની સંખ્યા છે કેમકે આ જગ્યાનો ઉલ્લેખ બાઇબલમાં સેંટ ડૈનિયલ (એક પયગંબર)ના અંતિમ વિશ્રામ સ્થળ તરીકે કરવામાં આવ્યો છે. દાનિયારની કબર, જ્યાં પહોંચવા માટે દરેક સવારમાં સૈંકડો લોકો શહેરની બહારના વિસ્તારમાં સ્થિત એક પહાડની ટોચ ઉપર ચઢે છે. ઉઝબેક લોકો પયગંબર ડૈનિયલને દનિયાર કહે છે.
મકબરાની અંદર 18 મીટર લાંબી શબપેટી મૂકેલી છે. જેની ઉપર લીલા રંગનું એક મખમલનું કાપડ બીછાવેલું છે. એની ઉપર કુરાનની પવિત્ર આયતો લખેલી છે.
પ્રાચીન શહેરના ખંડેરો છે. વિશાળકાય મકબરા છે.
પિસ્તા અને જરદાળુ અહીં સારા પાકે છે. મકબરાની બહાર પિસ્તાનું એક ઝાડ છે જેને અડકીને લોકો દુવા માંગે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે પણ અહિયાં આવીને પ્રાર્થના કરે છે.
સૈંકડો ઐતિહાસિક મકબરા છે. જેમાંથી ઘણાને સોવિયત સંઘના સમયમાં બંધ કરી દેવામાં આવ્યા હતા.
સિલ્ક રુટ સિટી નામથી જાણીતા બુખારા શહેરમાં અનેક જાણીતી મસ્જિદ અને મકબરા છે
14મી શતાબ્દીનાં સુફી નેતા બહાઉદ્દીન નક્શબંદ લોકપ્રિય નેતા થઈ ગયા જેમના વિષયમાં કહેવાય છે કે દુનિયાભરમાં આજે પણ તેમના દસ કરોડ અનુયાયી છે. સુફી નેતા બહાઉદ્દીન નક્શબંદનો મકબરો ઉઝબેકિસ્તાનના બુખારા શહેરમાં આવેલો છે જ્યાં હજુ ફક્ત ઉઝબેક નાગરીકો જ જઈ શકે છે.
https://allgujaratnews.in/gj/25235-2/