દિલીપ પટેલ
અમદાવાદ, 24 સપ્ટેમ્બર 2022
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર 2022માં અમદાવાદ મેટ્રો રેલની અડધી લાઈનનું ફરી એક વખત શરૂ કરાવવા અમદાવાદ આવી રહ્યાં છે. મોદીના સમયમાં શરૂ થયેલી મેટ્રો ટ્રેનમાં 20 વર્ષ કામ ચાલુ રહ્યું, તેમાં રૂ.500 કરોડના કૌભાંડો પણ જવાબદાર છે.
ભારતની 14 મેટ્રો રેલમાં કૌભાંડો ન થયા હોય એવા કૌભાંડ અમદાવાદની મેટ્રો રેલમાં થયા છે. નરેન્દ્ર મોદીએ 2003થી શરૂ કરેલી કામગીરી 2025માં પણ પૂરી થઈ શકે તેમ નથી. 20 વર્ષના કામ પછી પહેલી લાઈન 30 સપ્ટેમ્બરે શરૂ થશે ત્યારે કૌભાંડો, ભ્રષ્ટાચાર અને 20 વર્ષથી અમદાવાદની પ્રજા યાતના ભોગવી રહી છે તેનો હિસાબ માંગવામાં આવી રહ્યો છે.
પ્રજાના નાણાના ટ્રસ્ટીઓએ કરોડોના કૌભાંડો કરનારા સામે આંખ આડા કાન કરી દીધા હતા. એક નેતાએ કૌભાંડની તપાસ કરી તો તેને ખુરશી પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
અમદાવાદ મેટ્રો રેલ કૌભાંડમાં ઇડીએ કાર્યવાહી કરી હતી. જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર ગુજરાતના પૂર્વ IAS સંજય ગુપ્તાની 14.15 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી હતી. જેમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ, નિશા ગ્રુપની હોટલ અને નોઇડામાં આવેલા ફ્લેટ પણ જપ્ત કરાયા હતા. અગાઉ રૂ.36 કરોડની મિલકતો જપ્ત કરી હતી.
સંજય ગુપ્તાએ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા હતા. સંજય ગુપ્તાની ખાસ કિસ્સા તરીકે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ત્યાર બાદ રૂ.200 કરોડો રૂપિયાના કૌભાંડો થયા હતા.
ગાંધીનગર-આમદાવાદ વચ્ચેની મેટ્રોટ્રેનનું કામ શરૂ થયું ત્યારે તેના પ્લાન, ડિઝાઈન અને ખરીદીના 1868 કામો, કોઈ જાતના નિયમ બનાવ્યા વગર આપી દેવાયા હતા. જેમાં રૂ.584 કરોડના આ કામ થતાં હતા. જેમાં સિમેંટ, લોખંડ, માટી પુરાણ, કાસ્ટીંગ યાર્ડ, ડાયાફ્રામ, મેટલ,રેતી, રબલ, બોલ્ડર, ગ્રીટ કપચી, મજૂરી અને રીટેઈનીંગવોલનું બાંધકામ કરવામાં આડેધડ નાણાં આપી દેવાયા હતા.
આયોજન વગર કામ આપવામાં આવ્યા હતા. કામ 2012માં આ કામ શરૂ કરાયું તેની સાથે જ વિવાવદ શરૂ થયો હતો. માલ સપ્લાયર દ્વારા માલ સામાન આપવા માટે કોઈ ટેન્ડર અપાયા ન હતા. પરિફાઈ વગર માત્ર ભાવ મંગાવીને તેમાંથી મોટા ભાગના કામ આપી દેવામાં આવ્યા હતા. કેટલાંક નિયમો ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના લાગું કરી દેવાયા હતા. GSPCમાં મોદીના સમયમાં 20 હજાર કરોડના ગોટાળાઓનો આરોપ હતો.
મોદ વડાપ્રધાન બન્યા પછી ગુજરાત છોડી દિલ્હી ગયા પછી, આનંદીબેન પટેલે મેટ્રોટ્રેનનું કામ ઝડપી બન્યુ હતું. 2013 સુધી તો મેટ્રો રેલ હવામાં જ ચાલતી હતી.
200 કરોડની માટીનું કૌભાંડ
રૂ.317 કરોડના 752 કામ જાન્યુઆરી 2012થી જુલાઈ 2013 સુધીમાં આંખો મીંચીને આપી દેવાયા હતા. કામ થયા નહીં અને નાણાં ચૂકવી દેવાયા હતા. જેમાં માટી પુરાણ અને મજૂરી મળીને જ રૂ.200 કરોડ થઈ જતાં હતા. ટ્રેન દોડે તે પહેલાં માટી હવામાં ઓગળી ગઈ હતી. ક્યાંય માટી નાંખવામાં આવી ન હતી.
375% ઉંચા ભાવ
કામનો ભાવ 31 ટકાથી લઈને 375 ટકા સુધી ઊંચા ભાવે 371 ઓર્ડર આપવામાં આવ્યા હતા. 8 એજન્સીને નાણાં લાંબા સમય સુધી ન મળ્યા ત્યારે કૌભાંડ બહાર આવ્યું હતું. હિસાબી ચોપડા ન રખાયા હતા. અધ્ધરતાલ વહીવટ નરેન્દ્રમોદીના શાસનમાં ચાલ્યો હતો.
TIN રદ છતાં કામ અપાયું
6 કંપનીઓના ગુજરાતના વેરા વિભાગે તેના કરદાતા નંબર – TIN – રદ કરેલાં હતા. તેમ છતાં તેમને રૂ.25 કરોડના કામ આપવામાં આવ્યા હતા. વેરાની ચોરી થઈ હતી. છ કંપનીઓમાં મહીર મહેતા સ્ટીલ ટ્રેડર્સ, સીન્ની સ્ટીલ, કૈઝનટેકનોવિઝાર્ડ, સ્ટ્રેન્થકન્સ્ટ્રક્શન, અલ્ટ્રા પાવન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પાનટેકનોવિઝાર્ડ હતી. આવું કૌભાંડ થયું હોવાનું સરકારે 2015માં કબુલાત કરી જ્યારે મોદી દિલ્હી ગયા પછી.
ચાર કંપનીઓની લાંચ કોણે લીધી ?
કાસ્ટીંગ યાર્ડ, ડેપો, બાંધકામના કામો, પુલો બનાવવા ચાર એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યા હતા. આ ચાર કંપનીઓમાં હિન્દુસ્તાન પ્રીફેબલિ., હિન્દુસ્તાન સ્ટીલ વર્કસકન્સ્ટ્રક્શનલિ., બ્રીજ એન્ડ રૂફ કંપની ઈન્ડિયાલિ., વોટર એન્ડ પાવર કન્સલ્ટંસીસ સમાવેશ થાય છે. એન્ગેજમેન્ટ મેકેનીઝમ કોન્ટ્રાક્સ કર્યા વગર રૂ.2 કરોડ દરેક કંપનીને આપી દેવાયા હતા.
જે રકમ કદાચ લાંચની માનવામાં આવી રહી છે.
વોટર એન્ડ પાવર કન્સલ્ટંસીસર્વીસીસના રૂ.151.99 કરોડનું કામ આપવામાં આવ્યું હતું. તેને રૂ.12.71 કરોડ એડવાન્સ આપી દેવાયા હતા. જે પણ લાંચની રકમ માનવામાં આવે છે. કામ તો ન થયું પણ આ કંપનીઓને આપી દેવામાં આવેલી રૂ.18.71 કરોડની રકમની વસુલાત પણ બાકી રહી ગઈ હતી. મોદી ગુજરાતની બહાર ગયા પછી જ તપાસ થઈ શકી હતી. 2015માં તેની રકમ વસૂલ કરવાની શરૂ થઈ હતી. તો આ રૂ.18 કરોડની લાંચ કોની પાસે ગઈ હતી. કયા રાજનેતા પાસે તે રકમ પહોંચી હતી. હવે તેની માટે લવાદ નિયુક્ત કરાયા છે. આ કૌભાંડની તપાસ કરનારા આનંદીબેન પટેલને મુખ્ય પ્રધાન પદેથી હઠાવી લેવાયા હતા.
સિમેન્ટ કૌભાંડ
સિમેન્ટ કૌભાંડમાં મહારાષ્ટ્રની અંતુલેની કોંગ્રેસ સરકાર ગઈ હતી. એવું જ કૌભાંડ ગુજરાતની મોદીની ભાજપ સરકારમાં રચાયું હતું. રૂ.3.38 કરોડની 1,32,500 થેલી સિમેન્ટ ખરીદવામાં ઓર્ડર આપવામાં આવ્યો હતો. સિમેન્ટની થેલી મળી ગઈ હોવાનું પ્રમાણપત્ર જે તે કંપનીને આપી દેવાયું હતું. તે નાણાની ચૂકવણી પણ કરી દેવામાં આવી હતી. પરંતુ ખરેખર તો 2,650 થેલી સિમેન્ટ જ ચોપડા પર નોંધવામાં આવી હતી. બાકીની રૂ.3.22 કરોડની 1,29,850 થેલી સિમેન્ટ થેલી કયા ગઈ તેનો કોઈ હિસાબ આજ સુધી મળ્યો નથી. અંતુલેએ કમિશન લીઘું હતું પણ મોદીના રાજમાં તો સિમેન્ટ જ ગુમ કરી દેવામાં આવી હતી.
લોખંડ ખાઈ ગયા
ભાજપની મોદી સરકારે કોઈ ભ્રષ્ટાચાર કર્યો ન હોવાનું આજ સુધી ગુજરાતની પ્રજા માનતી આવી છે. પણ અહીં મેટ્રોમાં તો ભ્રષ્ટાચાર ઉપર પણ ભ્રષ્ટાચાર નિકળી રહ્યાં હતા. મેટ્રોટ્રેઈનનું કામ તો મોદીની સીધી દેખરેખ હેઠળ જ થતું હતું. મેટ્રો ટ્રેન માટે 2,579 ટન લોખંડની સળીયા ખરીદવામાં આવ્યા હતા. જેમાંથી 1,783 ટન સળીયા વપરાયા હોવાનું સરકાર કહે છે. આ સળીયામાંથી 30 ટના લોખંડ તો ભંગારમાં આપી દીધો હતા. 30 ટન લોખંડ રાજકારણીઓ અને અધિકારીઓ ખાઈ ગયા હતા. 30 ટન લોખંડ છ વેપારી કંપનીઓ પાસેથી લીધું હતું. જે રિધ્ધી સ્ટીલ કોર્પોરેશન, મહીર મહેતા સ્ટીલ લિ., સન્ની સ્ટીલ્સપ્રા.લિ., રીયાએન્ટરપ્રાઈસીસ, વારાહી સેલ્સ કોર્પોરેશન અને અવની એન્ટરપ્રાઈસીસ હતી. આ કંપનીઓએ મેટ્રોટ્રેનના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ સાચા ગુનેગારોને શોધી શકી નથી કે લોખંડ કોણ ખાઈ ગયું.
લોખંડ ખરીદીના નાણાં બીજા જ દિવસે ચૂકવી દેવાયા હતા. આટલી ઉતાવળ કોણે કરાવી હતી. જેને ગાંધીનગરથી રાજનેતાઓનું છત્ર પણ હતું જે સાબિત થાય છે. કોણ હતા આ રાજનેતા?
મજૂરીનું કૌભાંડ
અબજોના જે કામ અપાયા હતા તેમાં 808 કામ એવા હતા કે સિક્યુરીટી ડિપોઝીટ અથવા બેંક ગેરંટી પણ લેવામાં આવી ન હતી. તેમની સામે દંડની જોગવાઈ કરાઈ ન હતી. ગંભીર બાબત એ છે કે, ગબીરોને પણ છોડવામાં આવ્યા નથી. રૂ.20.34 કરોડની મજૂરીના 258 કામો સોંપાયા હતા. પણ કામ કઈ જગ્યાએ કરવું જેની કોઈ સ્પષ્ટતા જ ન હતી. કામનો પ્રકાર શું છે તે પણ રકમ ચૂકવી દીધી છતાં સ્પષ્ટ થતું નથી. મજૂરીનો દર કઈ રીતે નક્કી કરાયો તે પણ જાહેર કરાયું નથી. લેબર કોન્ટ્રાક્ટ આપી દેવાયો અને પૈસા ગરીબોને આપવાના બદલે ભાજપ સરકરાના રાજકારણીઓ અને અધિકારીઓ જમી ગયા હતા.
નરેન્દ્ર મોદી ગુજરાત હતા ત્યાં સુધી તો આ મજૂરી કાંડ તો દવાયેલું રહ્યું હતું. જેનું કોઈ ઓડિટ કરાયું ન હતું. લેબર કોન્ટ્રાક્ટમાં કામ કઈ જગ્યાએ કરાયું હતું તે સ્થળ, મજૂરોની સંખ્યા પણ જણાવી ન હતી. જે કોન્ટ્રાક્ટરે કહ્યું તે સરકારે માની લીધું અને નાણાં આપી દેવાયા હતા. જેની તપાસ કરનારા મુખ્ય પ્રધાનને ઉંમરના નામે બદલી કાઢ્યા હતા. જેમણે ફેસ બુક પર રાજીનામું આપી દીધું હતું.
કૌભાંડ કરવા લોન લીઘી
મોદી સરકાર પાસે નાણાં ન હતા તેથી વિજયા બેંક પાસેથી 12 ટકાના ઊંચા વ્યાજે રૂ.250 કરોડની લોન લીધી હતી. પંજાબ નેશનલ બેંક પાસેથી 11.50 ટકા વ્યાજે રૂ.116 કરોડ લોન લીધી હતી. યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી 11 ટકા વ્યાજ લેખે રૂ.100 કરોડની લોન લીધી હતી. પછી એકા એક મેટ્રોનો પહેલો ફેઝ રદ કરી દેવાતાં થોડી લોન બેંકોને પરત કરી અને રૂ.300 કરોડની લોનને બેંકમોમાં ફિક્સ ડિપોઝીટ નીચા વ્યાજે બેંકમાં મૂકી દીધી હતી. બધા જાણે છે કે ફિક્સ ડિપોઝીટ કરાવનારાઓને બેંકો કીકબેક આપે છે.
મોટી રકમની ડિપોઝીટમાં સારું એવું કમીશન કોઈકના ગજવામાં ગયું હતું. રૂ.12.93 કરોડનું વ્યાજનું નુકસાન પ્રજાને ગયું હતું.
500 કરોડ ખર્ચ પછી લાઈન બદલી
મેટ્રોટ્રેનનો રસ્તો વારંવાર બદલવો પડ્યો હતો. મોદીનું કોઈ આયોજન ન હતું. જેના કારણે ફેઈઝ એક પણ તકલીફમાં આવી ગયો હતો. પ્રથમ વખતની લાઈન નક્કી કરી તેના પાછળ રૂ.445.86 કરોડનું ખર્ચ કરાયું હતું તે નકામું ગયું હતું.
એક તબક્કાનો પ્રોજેક્ટ પડતો મુકવાનુંનરેન્દ્રમોદીએ નક્કી કર્યું હતું. આ ખર્ચમાંથી રૂ.373.62 કરોડ જેવી જંગી રકમ મોટેરા, ઈન્દ્રોડા, ચિલોડાના સ્થળો જેનો ઉપયોગ ડેપો, કાસ્ટીંગ યાર્ડ, ટેસ્ટ ટ્રેક તરીકે કરાયો હતો. જે ખર્ચ સાવ નકામો ગયો છે. આમ મેટ્રો ટ્રેન માટે મોદીએ લાખના બાર હજાર કર્યા છે. ઈન્દ્રોડા અને ચીલોડાની જમીનનો કબજો મેટ્રો કંપનીના કબજામાં ન હતો.
900 કરોડના હિસાબો ગુમ કરાયા
એવો ઠરાવ કરી દીધો કે રૂ.900 કરોડના કામોના હિસાબો માર્ચ 2016 સુધીના સરવૈયામાંથી દૂર કરવા. જેમાં પ્રગતિમાં હોય એવા રૂ.527.88 કરોડ અને જુના તબક્કાને લગતાં રૂ.355.80 કરોડના કામો હતા.
તેનો સીધો મતલબ કે વડાપ્રધાન મોદીના સમયમાં જે મેટ્રો રેલ કૌભાંડ થયું હતું તેને ઢાંકવા માટે હિસાબી ચોપડા જ રદ કરવાનું નક્કી કરાયું હતું. ચોરી પર સીનાચોરી ભાજપ સરકારના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વિજય રૂપાણી અને નરેન્દ્રમોદીએ કરી હતી. આમ રૂ.445.86 કરોડનું મેટ્રો કૌભાંડ કરાવીને મોદી દિલ્હી ગયા હતા.
કરોડો રૂપિયા વાઉચર સરખા
જમીનું પુરાણ કરવા માટી કામ કરાયું હોવાનું કહેવાય છે તેના નાણાં ચૂકવાયા તેના વાઉચરો અને પ્રમાણપત્રો એક સરખા જ હતા. આ પ્રમાણપત્રના આધારે નાણાં ચૂકવી દેવામાં આવતાં હતા. જેમાં ટ્રક નંબર, સ્થળ, મેઝરમેન્ટ બુક વગેરે આ બિલો સાથે ક્યાંય જોડવામાં આવતાં ન હતા. આમ ભ્રષ્ટાચાર કરવાનો અદભુત નુશખો શોધી કાઢવામાં આવ્યો હતો.
મોદીના ખાસ IAS સંજય ગુપ્તાનો રોલ
મેટ્રો રેલના રૂ.113 કરોડના કૌભાંડમાં અધિકારી સંજય ગુપ્તાની ધરપકડ કરાઈ હતી. રાજ્યની માલિકીની મેટ્રો-લિન્ક એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ગુપ્તાની નિમણુંક મોદીએ કરી હતી. નિમણુંક શંકાસ્પદ હતી. ગુપ્તાએ 2003માં આઇ.એ.એસ. છોડી દીધી હતી. પોતાના બિઝનેસ શરૂ કર્યો હતો. આઇ.એ.એસ. છોડી દીધા પછી તેમને ગુજરાત ભાજપ સરકાર દ્વારા મેગામાં નિમણૂક કરવામાં આવી હતી. કંપનીના ભૂતપૂર્વ મેનેજર રાધેશ ભટ્ટ પર 2012 થી 2013 સુધી બનાવટી ઇન્વોઇસ દ્વારા રૂ. 2.62 કરોડનો સિફીનિંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
બેંક કરપ્ટને ફરીથી કામ
2004થી શરૂ થયેલી અમદાવાદની મેટ્રો ટ્રેનની કામગીરીમાં તેનો રૂટ વારંવાર બદલવામાં આવ્યો હતો. જેમાં કરોડોની ખોટ પ્રજાને ગઈ હતી. મેટ્રો ટ્રેનમાં કૌભાંડ કર્યું હોવા છતાં સરકારે ફરીથી બેન્ક કરપ્ટ કંપની આઈએલ & એફએસ (IL & FS) ને કામ આપ્યું હતું. બીજી કંપનીઓએ કામ કરવાનો જ ઈન્કાર સરકારને કરી દીધો હતો. બાકી રહેલા નાણાં 20 કરોડ રૂપિયા પહેલાં ચૂકવી દેવાયા હતા. નાદારીના આરે આવેલી આઈએલ & એફએસ કંપનીને આઠ મહિના પછી રૂ.382 કરોડનું કામ આપ્યું હતું. આ કંપનીએ પેટાકોન્ટ્રાક્ટ આપી દીધો હતો.
કામનો ઈન્કાર
ડિસેમ્બર 2015માં આઈઈસીસીએલ ને 17.23 કિલોમીટરના નોર્થ સાઉથ કોરિડોર પર શ્રેયસ મેટ્રો સ્ટેશન માટે ગ્યાસપુર ડેપોથી ઇન્ટરફેસ પોઇન્ટ સુધીના 4.62 કિલોમીટરના લાંબા એલિવેટેડ સ્ટ્રેચ બનાવવાનું કામ આપવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2018માં કામ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તેને ફરીખી રહસ્યમય રીતે કામ આપ્યું હતું.
मेट्रो स्टेशन हो या वंदे भारत ट्रेन, आज यह जरूरी है कि नई पीढ़ी इनसे जुड़ी अहम बातें प्रत्यक्ष रूप से जानें। इससे जहां उनमें यह विश्वास पैदा होगा कि टेक्नोलॉजी से देश में कितनी प्रगति हो रही है, वहीं उनके अंदर Ownership की भी भावना जगेगी। pic.twitter.com/HEpeblr5NB
— Narendra Modi (@narendramodi) September 30, 2022
First view of sabarmati river from the flagoff train by @narendramodi from kalupur metro to thaltej today@MetroGujarat @EducationGujGov pic.twitter.com/xoryPBE4nc
— M Nagarajan (@mnagarajan) September 30, 2022
patil
https://twitter.com/CRPaatil/status/1575793629024555009
મારા એક એક કર્મની પાછળ ઈશ્વરના હોય આશીર્વાદ
ખોટું જે નહીં કરે, કદી નહીં ડરે: સઘળે ભીંતર હોય સંવાદ– પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ#વિકાસનો_વિશ્વાસ pic.twitter.com/7GSF0xlIzh
— C R Paatil (@CRPaatil) September 29, 2022
DILIP PATEL YOU TUBE
https://www.youtube.com/user/dmpatel1961/playlists
6 કિલોમીટર
કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા મેટ્રો રેલના પહેલા છ કિલોમીટર સુધીનું કર્યું હતું. માર્ચ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો રેલના છ કિલોમીટરના રૂટનું ઉદ્દધાટન કર્યું હતું. ત્યારબાદ એપીએમસી અને શ્રેયસ ક્રોસિંગ વચ્ચેના કામ અટવાઈ ગયું હતું. એપ્રિલ 2019માં કામ પૂર્ણ કરવાનું હતું. પણ યોજના 1 વર્ષનો વિલંબ થયો હતો.
રાજીવ ગુપ્તાના સમયમાં રૂ. 150 કરોડના કૌભાંડની તપાસ થઈ હતી. તેમના પછી આઇપી ગૌતમ આવ્યા હતા. તેમના સમયમાં મેટ્રોનો માત્ર છ કિલોમીટરનો રૂટ શરૂ થયો છે. મેટ્રો રેલ કોર્પોરેશનમાં એમડી તરીકે આઈપી ગૌતમની જગ્યાએ સરકારે માર્ગ-મકાન વિભાગના સચિવ એસએસ રાઠોડને મૂક્યા હતા. પછી ભ્રષ્ટાચાર બંધ થયો હતો.
વેપારીઓએ આ કૌભાંડ બહાર પાડ્યા પછી સરકારે તપાસ કરવાની ફરજ પડી હતી. પણ જેમણે તપાસ કરી તેમણે ખુરશી ગુમાવવી પડી હતી.