આયુષ મંત્રાલયે પ્રોફાઇલેક્સિસમાં આયુષના હસ્તક્ષેપો/ દવાઓની અસરો અને કોવિડ-19ના તબીબી વ્યવસ્થાપનના મૂલ્યાંકન માટે ટુંકાગાળાના સંશોધન પ્રોજેક્ટ્સને સહાય આપવા માટે વ્યવસ્થાતંત્રની જાહેરાત કરી છે.
કોવિડ- 19 કેસોના વ્યવસ્થાપનમાં સંકળાયેલી હોસ્પિટલો/ સંસ્થાઓ કે જે બાહ્ય (એટલે કે, જે આયુષ મંત્રાલય સંસ્થાઓ સિવાય હોય તેમના માટે) સંશોધન શ્રેણી અંતર્ગત આવે છે તેમને આ યોજનામાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવી છે. દરખાસ્તો પ્રોફાઇલેક્સિસમાં આયુષના હસ્તક્ષેપો/ દવાઓની ભૂમિકા તેમજ અસરો અને SARS-CoV-2 ચેપ અને કોવિડ-19 બીમારીના તબીબી વ્યવસ્થાપનના મૂલ્યાંકન સંબંધિત હોવી જોઇએ.
સંસ્થાકીય નૈતિકતા સમિતિ (IEC)ના ક્લિઅરન્સ સાથે મહત્તમ છ મહિના સુધીના સમયગાળા માટેના પ્રોજેક્ટ્સની દરખાસ્તોને આયુષ ક્લિનિશિઅનોને સાંકળવા, ટેકનિકલ માણસો રાખવા, લેબોરેટરી તપાસ અને સંબંધિત પ્રાસંગિક ખર્ચાઓ પહોંચી વળવા માટે રૂ. 10 લાખની આર્થિક સહાય આપવા ધ્યાનમાં લેવાશે.
યોગ્યતા માપદંડ, અરજી જમા કરાવવાનું માધ્યમ, અરજી ફોર્મ સહિતની વિગતો આયુષ મંત્રાલયની વેબસાઇટ ayush.gov.in પર અપલોડ કરવામાં આવી છે. આ વેબપેજની લિંક
અરજી માત્ર ઇમેલ દ્વારા જ પ્રાપ્ત કરવામાં આવશે અને ઇમેલ એડ્રેસ emrayushcovid19@gmail.com છે
અરજી પ્રાપ્ત કરવાની છેલ્લી તારીખ 01/05/2020 છે.