Seed adulteration leads to cotton loss of Rs 2 lakh crore! बीज में मिलावट से कपास में 2 लाख करोड़ का नुकसान!
દિલીપ પટેલ
અમદાવાદ, 8 જૂન 2024
બીટી કપાસમાં 36 ટકા શંકાસ્પદ ભેળસેળ મળી છે. નકલી બીટી અને વાયુ પરિવર્તનના કારણે કપાસનું ઉત્પાદન ઘટી ગયું છે. 10 વર્ષમાં એક ખેડૂત દીઠ રૂ. 2 કરોડનું કપાસનું ઉત્પાદન ગુમાવવું પડ્યું છે. ગુજરાતના 2 લાખ ખેડૂતોને ભારે નુકસાન નકલી બિયારણો અને કુદરતી પરિબળોના કારણે ઉત્પાદન ઘટતા ગુમાવવું પડ્યું છે.
એક ગાંસડીની કિંમત રૂ. 90 હજારથી રૂ. 1 લાખની છે. આમ રૂ. 36 હજાર કરોડનો ઉત્પાદન ઘટાડો થતાં ખેતીને ભારે આવક ગુમાવવી પડી છે. જો તે 10 વર્ષની ગણતરી કરવામાં આવે તો રૂ. 2 લાખ કરોડનું ઉત્પાદન ઓછું થયું છે. ભાવ ફેરના કારણે અને કુદરતી તથા રોગના કારણે તો તેનાથી 10 ગણું નુકસાન થયું હોઈ શકે છે.
સાબરકાંઠામાં 52 ટકા કપાસ ઘટી ગયો
સાબરકાંઠામાં 80 ટકા બિયારણો બિનઅધિકૃત બીટી બિયારણો મળી આવ્યા છે. આમ ગુજરાતમાં કપાસનું નકલી બીટીનું હબ સાબરકાંઠા બની ગયું છે. સાબરકાંઠામાં 48 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર 2021-22માં થયું હતું. જે 10 વર્ષ પહેલાં 1 લાખ 5 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર થતું હતું. 10 વર્ષ પહેલાં ઇડર 17,189 વડાલી 4,000 હિંમતનગર 21,500 ભિલોડા 4,500 વિજયનગર 1,280 મોડાસા 8,500 મેઘરાજ 2,500 માલપુર 5,000 બાયડ, 0501, 0507 કુલ 1 લાખ 5 હજાર હેક્ટરમાં વાવેતર 10 વર્ષથી થતું આવ્યું છે.
2204 વેપારીઓની તપાસ
રાજ્યના કૃષિ વિભાગ દ્વારા રાજ્યમાં નીચલા સ્તરથી 39 ટૂકડીઓ દ્વારા અને રાજ્ય સરકારે 19 રાજ્ય કક્ષાની ટુકડીઓ દ્વારા બે દિવસ સુધી ભેળસેળ પકડવા માટે દરાડા પડાયા હતા. 59 ઉત્પાદકો, 848 બિયારણ વિક્રેતા, 547 ખાતર વિક્રેતાઓ અને 750 દવાઓના વિક્રેતાઓની 2204 વેપારીઓની તપાસ કરાય હતી.
બિયારણના 524, ખાતરના 105 અને દવાઓના 82 સહિત કુલ 711 નમૂના લેવામાં આવ્યા હતા. રાજ્યની માન્ય પ્રયોગશાળાઓમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા.
જીએમમાં ગોલમાલ
બિયારણના 524 નમૂનાઓમાંથી 324 નમૂના કપાસના હતા. જેમાંથી 116 સેમ્પલ શંકાસ્પદ જિનેટિકલી મોડિફાઇડ અને અનધિકૃત કપાસ તરીકે લેવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં લીધેલા 24 કપાસના નમૂનાઓમાંથી 19 નમૂના બિનઅધિકૃત જિનેટિકલી મોડિફાઇડ કપાસના હોવાની શંકા હતી.
અત્યાર સુધીમાં આવા 110 નમૂનાઓના વિશ્લેષણમાં 101 પુષ્ટિ અને 9 અપ્રમાણિત મળી આવ્યા છે. 634 સેમ્પલનું વિશ્લેષણ ચાલુ છે.
ઝુંબેશ દરમિયાન, 1,39,970 કિલો ગ્રામ બિયારણ, 175 એમટી ખાતર અને 1320 કિગ્રા/લિટર દવાઓ, જેની કિંમત અંદાજિત 6.15 કરોડ રૂપિયા છે, જપ્ત કરવામાં આવી છે.
ખામીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સ્તરની 19 ટુકડી દ્વારા 483 નોટિસ પણ આપવામાં આવી છે.
5 વર્ષમાં શુ કર્યું
5 વર્ષ પહેલાં સાબરકાંઠાના ઇડરના જવાનપુરામાં બીયારણની પેઢી દ્વારા હાઇબ્રીડ બીટી કપાસના 3621 કિ.ગ્રા. ના નકલી બીયારણના 450 ગ્રામના વજનના 8048 પેકેટ અલગ અલગ કંપીનના પકડાયા હતા.
ઉમિયા સીડ્સ કંપની નામની પેઢી હતી. મહેશ રેવા પટેલ અને દિનેશ રેવા પટેલ વિરુધ્ધ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નમૂનો પરીક્ષણ માટે મોકલી અપાયા હતા. ગોડાઉન સીલ કરાયું હતું. પણ પછી શું થયું તે 5 વર્ષથી જાહેર કરાયું નથી.
13 વર્ષ પહેલાં કાલાં કપાસના બિયારણ થકી બીટી કોટન બિયારણના ઉત્પાદન થતા હતા.
સેમ્પલ સબસ્ટાન્ડર્ડ થાય પછી તંત્ર ગોલમાલ કરે છે. જિલ્લામાં બીટી કોટન બિયારણનું સૌથી વધુ વેચાણ વડાલી, ઇડર અને હિંમતનગર તાલુકામાં થાય છે. સૌથી વધારે બિયારણનું ઉત્પાદન પણ આ તાલુકાઓમાંથી થાય છે.
અગાઉ બીટી બિયારણ વાવનારા કેટલાય ખેડૂતોના બિયારણો નકલી નીકળતાં પાક નિષ્ફળ થયાના કિસ્સા બનેલા છે. છતાં જિલ્લાના નાયબ ખેતી નિયામક બચાવે છે.
સાબરકાંઠા જિલ્લામાં બીટી કોટનનું નકલી બિયારણ ધૂમ વેચાઇ રહ્યાની અને કેટલાક વેપારીઓ દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો દિવસે-દિવસે વધી રહી હતી.
તપાસ કરી સેટિંગ ગોઠવી બધું ‘સબ સલામત’ બતાવાય છે. 50 બિયાણોના નમૂના લે તો 1 નાપાસ કરે છે. જે પણ અદાલતમાં છૂટી જાય છે.
રોજગારી
દેશમાં 6 કરોડ લોકોને કપાસ ઉદ્યોગ રોજગારી પૂરી પાડે છે. ગુજરાતમાં ખેતી અને કપાસ-કાપડ ઉદ્યોગ સાથે 1 કરોડ લોકોને રોજી મળે છે.
વાવેતર ઘટ્યું
ગુજરાતના 20 ટકા ખેતરોમાં કપાસ વવાતો હતો હવે તે ઘટીને 16 ટકા થઈ ગયો છે. દેશમાં કપાસના વાવેતરમાં 18 ટકા ગુજરાતમાં થતું હતું તે ઘટી રહ્યું છે. દેશના 25 ટકા ઉત્પાદન ગુજરાતમાં હતું.
સુરેન્દ્રનગરમાં 3 લાખ 35 હજાર હેક્ટરમાં સૌથી વધારે કપાસનું વાવેતર અને 12 લાખ ગાંસડી થાય છે. બીજા નંબર પર અમરેલીમાં 3 લાખ 8 હજાર હેક્ટર અને 9 લાખ 60 હજાર ગાંસડી છે.
ગુજરાતમાં સૌથી વધારે કપાસનું હેક્ટર દીઠ ઉત્પાદન સોમનાથમાં 981 કિલો થાય છે. બીજા નંબર પર વડોદરામાં 834 કિલો થાય છે. 33માંથી 8 જિલ્લામાં કપાસનો પાક સૌથી વધારે લેવાય છે. બીજા નંબરનો કપાસનો પાક લેવાતો હોય એવા જિલ્લા 10 છે.
એક સમયે ગુજરાતમાં 1 કરોડ 20 લાખ ગાંસડી કપાસ પાકતો હતો. જેમાં 32 હજાર ગાંસડી ઘટી ગયો છે.
2019-20માં 26 લાખ 55 હજાર હેક્ટરમાં વાવેતર અને 86 લાખ 25 હજાર ગાંસડી થતું હતું. 2021-22માં ઘટીને 22 લાખ 25 હજાર હેક્ટર ખેતરમાં 73 લાખ 88 હજાર ગાંસડી થાય છે. ઉત્પાદકતા 552 કિલોની હતી. 559 કિલોની થઈ ગઈ છે. આ આંકડા સિંચાઈ અને બિન સિંચાઈ ધરાવતાં ખેતરોના છે.
1995-96માં 14 લાખ હેક્ટરમાં 22 લાખ ગાંસડી અને 263 કિલો હેક્ટરે ઉત્પાદન હતું.
2005-2006માં 20 લાખ હેક્ચરમાં 68 લાખ 72 હજાર ગાંસડી સાથે હેક્ટરે 581 કિલો ઉત્પાદન હતું.
2014-15માં 28 લાખ હેક્ટરમાં વાવેતર અને 92 લાખ ગાંસડી સાથે હેક્ટરે 544 કિલો ઉત્પાદન થયું હતું.
આમ કપાસનું વાવેતર 5 લાખ હેક્ટર ઘટી ગયું છે. ઉત્પાદન 1.10 કરોડ ગાંસડીથી 74 લાખ ગાંસડી આવી ગયું છે. 36 લાખ ગાંસડીની ખોટ ગુજરાતના ખેડૂતોને પડી છે.
એક ગાંસડીની કિંમત રૂ. 90 હજારથી રૂ. 1 લાખની છે. આમ રૂ. 36 હજાર કરોડનો ઉત્પાદન ઘટાડો થતાં ખેતીને ભારે આવક ગુમાવવી પડી છે. જો તે 10 વર્ષની ગણતરી કરવામાં આવે તો રૂ. 2 લાખ કરોડનું ઉત્પાદન ઓછું થયું છે.
36 લાખ ગાંસડીની ખોટ ગુજરાતના ખેડૂતોને પડી છે. 10 વર્ષમાં એક ખેડૂત દીઠ રૂ. 2 કરોડનું કપાસનું ઉત્પાદન ગુજરાતના 2 લાખ ખેડૂતોએ ગુમાવવું પડ્યું છે.
મતનું રાજકારણ
સાબરકાંઠા લોકસભા બેઠક પર 2024ની ચૂંટણીમાં 1 લાખ 55 હજારની સરસાઈથી ભારતીય જનતા પાર્ટી વિજેતા. ભારતીય જનતા પાર્ટીને 6 લાખ 77 હજાર અને કોંગ્રેસને 5 લાખ 22 હજાર મત મળ્યા છે.