નિર્ભયા કાંડ વખતે PMને બંગડીઓ મોકલનાર સ્મૃતિ ઈરાનીએ કહ્યું રાહુલ ગાંધી રાજનીતિ કરે છે

ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષીય યુવતી સાથે થયેલ ગેંગરેપ મામલે જ્યાં વિપક્ષ ભાજપ સરકારને ઘેરી રહ્યું છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકાર અને ઉત્તર પ્રદેશ પોલીસની ભૂમિકા અને તેમનું પીડિતાના પરિવાર સાથેનું વલણ સવાલો ઉભા કરી રહ્યું છે તો આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભાજપ સરકારના પક્ષે આવી છે અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધી રાજકારણની મુસાફરી કરી રહ્યાં છે: સ્મૃતિ ઈરાની

હાથરસ કેસમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતુ. અને કહ્યું છે કે રાહુલ ગાંધી રાજકારણની મુસાફરી કરી રહ્યાં છે. જનતા ઘણું સમજે છે. મહત્વનું છે કે હાથરસ ગેંગરેપ કેસમાં વિપક્ષ સતત મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીના મૌન વિશે પ્રશ્નો ઉભા કરી રહ્યું છે.

રાહુલ ગાંધીની હાથરસની યાત્રા રાજનીતિ માટે

સ્મૃતિ ઈરાનીએ વારાણસીમાં મીડિયાને સંબોધન કરતાં કહ્યું કે, ‘રાહુલ ગાંધી હંમેશા રાજકારણ માટે પ્રયત્નશીલ છે. પરંતુ નરેન્દ્ર મોદી રાજકારણમાં સફળ રહ્યાં છે. મને લાગે છે કે દેશ કોંગ્રેસની રણનીતિ સારી રીતે સમજી ચૂક્યો છે. રાહુલ ગાંધીની હાથરસની યાત્રા પીડિતના ન્યાય માટે નથી. પણ તેમની પોતાની રાજનીતિ માટે છે.