કમળો, બળતરા, માથાના દુઃખાવામાં ગળો ઉત્તમ ઔષધી છે

Sore throat is an excellent remedy for jaundice, inflammation, headaches

કમળાનો રોગ : ગળો અથવા કાળા મરી અથવા ત્રિફળા નું 5 ગ્રામ ચૂર્ણ મધ સાથે ભેળવીને રોજ સવાર સાંજ ચાટવાથી કમળાના રોગમાં લાભ થાય છે. કે ગળોની માળા ગળામાં પહેરવાથી કમળાનો રોગ કે પીળિયો માં લાભ થાય છે. કે ગળોનો રસ 1 ચમચીના પ્રમાણ માં દિવસમાં સવારે અને સાંજે સેવન કરો.

સુકો રોગ (રીકેટસ) : લીલી ગળોના રસમાં બાળકનો કુર્તો અન્ગીને સુકવી લો અને તે કુર્તો સુકા રોગથી પીડિત બાળકને પહેરાવી રાખો. તેનાથી બાળક થોડા જ દિવસમાં સાજુ થઇ જશે. માનસિક અસ્થિર (ગાંડપણ) : ગળો ની રાબ બ્રાહ્મી સાથે પીવાથી ગાંડપણ દુર થાય છે.

શરીરમાં બળતરા : શરીરમાં બળતરા કે હાથ પગની બળતરા માં 7 થી 10 મી.લી. ગળોના રસને ગુગળ કે કડવો લીમડો કે હરિદ્ર, ખાદીર અને આંબળા સાથે ભેળવીને રાબ બનાવી લો. રોજ 2 થી 3 વખત આ રાબ નું સેવન કરવાથી શરીરમાં થતી બળતરા દુર થઇ જાય છે.

કોઢ : 100 મી.લી. એકદમ ચોખ્ખી ગળોનો રસ અને 10 અનંતમૂળ નું ચૂર્ણ 1 લીટર ઉકળતા પાણીમાં ભેલ્વીનેકોઈ બંધ વાસણમાં 2 કલાક માટે રાખી

મુકો. 2 કલાક પછી તેને વાસણમાં કાઢીને મસળીને ગાળી લો. તેમાંથી 50 થી 100 ગ્રામ ના પ્રમાણમાં રોજ દિવસમાં 3 વખત સેવન કરવાથી લોહી સાફ થવાથી કોઢ ના રોગમાં સારું થઇ જાય છે.

લોહીની ઉણપ : ૩૬૦ મી.લી. ગળોના રસમાં ઘી ભેળવીને રોજ સવાર સાંજ સેવન કરવાથી શરીરમાં લોહીની વૃદ્ધી થાય છે. કે ગળો 24 થી 36 મીલીગ્રામ સવાર દ્સંજ મધ અને ગોળ સાથે સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દુર થઇ જાય છે.

માથાનો દુઃખાવો : મેલેરિયા ને લીધે થતા માથાના દુઃખાવા ને ઠીક કરવા માટે ગળોની રાબનું સેવન કરો.