ધોરણ-૧૦ ઍસ.ઍસ.સી. માર્ચ 2020ની પરીક્ષામાં નવસારી જિલ્લો રાજયમાં પાંચમા ક્રમે 

ડિવાઇન સ્કુલની વિદ્યાર્થીની પટેલ માનસી પ્રથમક્રમે આવી ઃ
નવસારીઃ મંગળવારઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ-૧૦ ઍસ.ઍસ.સી.માર્ચ-૨૦૨૦ ની પરીક્ષા જાહેર થયું છે. જેમાં નવસારી જિલ્લાનું પરિણામ ૬૪.૭૨ ટકા આવ્યું છે.
જેમાં પ્રથમક્રમે સુરત, બીજાક્રમે અમદાવાદ શહેર, ચોથાક્રમે અમદાવાદ ગ્રામ્ય અને પાંચમા નવસારી જિલ્લો આવ્યો છે. નવસારી જિલ્લામાં ઍ ગ્રેડવાળા વિદ્યાર્થીઅો ૫૭ છે. રાજયમાં ઍ ગ્રેડવાળા ૨૩૭૫૪ અને જિલ્લામાં ૬૪૯ વિદ્યાર્થીઅો છે. નવસારી જિલ્લાની કુલ-૩૮ શાળાઅોઍ ૯૦ ટકાથી વધુ પરિણામ અને ૧૦ શાળાઅોઍ ૧૦૦ ટકા પરિણામ હાંસલ કર્યુ છે. નવસારીની ડિવાઇન સ્કુલની વિદ્યાર્થીની પટેલ માનસી હર્ષદભાઇઍ કુલ-૬૦૦ ગુણમાંથી ૫૭૮ ગુણ સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. ઍ.બી.સ્કુલ, ચીખલીની વિદ્યાર્થીની પટેલ ક્રિશા નવીનભાઇઍ ૬૦૦ ગુણમાંથી ૫૭૦ ગુણ મેળવી શાળાનું નામ રોશન કર્યુ છે.
નવસારી જિલ્લાનું ઝળહળતું પરિણામ આવતા શ્રી શિક્ષણાધિકારી શ્રી ચૌધરીઍ કર્મઠ શિક્ષકો, આચાર્યશ્રીઅો, સંચાલકો અને વિદ્યાર્થીઅોને અભિનંદન પાઠવ્યા હતાં