80 કિલોના જીતુભાઈ એકાએક 195 કિલોના થઈ ગયા

80 किलो के जीतूभाई अचानक 195 किलो के हो गए, Jitubhai of 80 kg suddenly became 195 kg

27 એપ્રિલ 2023, અમદાવાદ

195 કિલો વજન ધરાવતાં રાજકોટના જીતુભાઈ ગોહેલને સામાન્ય માણસની જેમ રોજિંદી ક્રિયાઓ કરવામાં લાંબા સમયથી પારાવાર પીડાઓનો સામનો કરવો પડતો હતો. જીતુભાઈને દુઃખો અને પીડાઓમાંથી મુક્તિ અમદાવાદની સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગે અપાવી છે. કોઇ અગમ્ય કારણોસર (જેનેટીક) તેમનું વજન 80 કિલોમાંથી 195 થઈ ગયું હતું. 195 કિલો વજન અને 66.4 બોડી માસ ઇન્ડેક્ષ (BMI) ધરાવતા હતા. ખાનગી હોસ્પિટલમાં bariatric surgeryના ઓપરેશન માટે 5થી 7 લાખ ખર્ચ કરવું પડે તેમ હતું.

બેકાર બન્યા
અસહ્ય વજન અને સ્થૂળતાએ તેમને પારાવાર પીડા અપાવી હતી. તેઓ ઇમીટેશન જ્વેલરીની છુટક મજુરી કરી 10 હજાર રૂ. માં ગુજરાન ચલાવતા હતા. ત્રણ વર્ષથી સ્થૂળતાના લીધે કામ કરવા સક્ષમ ન હોઈને બેરોજગાર બન્યા હતા.
મેદસ્વીતાના લીધે તેઓને રોજીંદા કામો, ચાલવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. શારીરિક તેમજ માનસિક પીડા ભોગવતા હતા.

ગયા અઠવાડિયે સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના વડા ડૉ. આર આર પટેલના વડપણ હેઠળ, ગેસ્ટ્રો સર્જરી વિભાગના ડૉ.પ્રશાંત મહેતા, ડૉ.રાકેશ મકવાણા, ડૉ.વિક્રમ મેહતા અને એનેસ્થેટીસ્ટસની ટીમ દ્વારા ઓપરેશન કરાયું હતું. તેમની મેદસ્વીતા ઘટાડવા બિન-કુદરતી અપચાની bariatric surgery (stomach pouch + minigastric bypass) કરવામાં આવી હતી. જટિલ સર્જરી બાદ જીવના જોખમમાંથી મુક્ત બન્યા છે.

ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરીથી ફાયદાઓ:-
હાર્ટ એટેક અને હાયપટેન્શન જેવી જીવલેણ બીમારીઓની શક્યતાઓ નહિવત્ થઈ જાય. સાંધાનો ઘસારો ઘટી જાય, જેથી દર્દીને ઉઠવા બેસવામાં અને અન્ય ક્રિયાઓમાં સુલભતા રહે. જીવનું જોખમ ટળે.

2 દિવસ વેંટીલેટર સપોર્ટ પર અને ત્યારબાદ 10 દિવસ સુધી ઓક્સીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. 12 દિવસની પોસ્ટ ઓપરેટિવ કેર પછી 25 એપ્રિલ 2023માં જીતુભાઈ જાતે ચાલીને ઘરે ગયા હતા.

સિવિલ હોસ્પિટલમાં 2017થી બેરિયાટ્રિક સર્જરી શરૂ કરવામાં આવી હતી. 500 ગ્રામના બાળકથી લઈને 210 કિગ્રા સુધીના દર્દીઓને સારા કર્યા છે. મેદસ્વી દર્દીઓને તદ્દન ઓછા ખર્ચે બેરિયાટ્રિક સર્જરી થાય છે.

જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BMI) 40 કે તેથી વધુ હોય અથવા જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BMI)35 કે તેથી વધુ હોય અને ઓછામાં ઓછી એક અથવા વધુ સ્થૂળતા-સંબંધિત સહ બિમારીઓ (જેવી કે ટાઇપ 2 ડાયાબિટીસ (T2DM), હાયપરટેન્શન, સ્લીપ એપનિયા અને અન્ય શ્વસન વિકૃતિઓ, નોન-આલ્કોહોલિક ફેટી લીવર , અસ્થિ-વા, લિપિડ એબનોર્માલિટી, જઠરના રોગો અથવા હૃદયરોગ) થી પીડિત હોય અથવા લાંબા સમયગાળા માટે વજન ઘટાડવા પ્રયત્નશીલ હોવા છતાં વજન ઘટાડો હાંસલ કરવામાં અસમર્થ હોય તેવા દર્દીઓને બેરિયાટ્રિક સર્જરીની જરૂર પડતી હોય છે.

40 કિલોનું પેટ
લેપ્રોસ્કોપી માટે અલાયદા સાધનોની આવશ્યકતા, ચરબીના થરને ભેદી શકે તે પ્રમાણેના લેપરોસ્કોપી સાધનોની જરૂરિયાત રહે છે. દર્દીના એકસ- રે કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. વધારે વજન ધરાવતા દર્દીઓમાં 10-12 ઇંચ લંબાઈનું ચરબીનું થર તેમજ પેટની દિવાલનું વજન 30-40 કિલો જેટલું હોવાથી સર્જરી અતિશય કઠિન બની રહે છે. સામાન્ય સર્જરી દરમિયાન કાર્બન ડાયોક્સાઈડનું પ્રેશર 10-12 જેટલું જરૂરી હોય, જ્યારે આવી સર્જરી માટે 20-25 જેટલું પ્રેશર જરૂરી બને છે. સામાન્ય ઓપરેશન કરતા બમણા સ્ટાફની ઓપરેશન દરમિયાન અને ઓપરેશન બાદ દેખરેખ અને કસરત માટે જરૂરિયાત હોય છે.

પહેલા દર્દી

બોટાદના ચેતનભાઈનું 210 કિલો વજન અને 78 બોડી માસ ઇન્ડેક્ષ (BMI) ધરાવતા હતા.  અમદાવાદની સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગે 18 જૂલાઈ 2022માં પહેલી સર્જરી કરી હતી.