કોરોનાના દર્દીના મોત પછી તેના મૃતદેહની જાળવણી બાબતે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની ઝાટકણી કાઢી

નવી દિલ્હી,

સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે કોરોનાના મોત બાદ તે મૃતદેહોની સાથે દુર્વ્યવહાર કરવા અંગે ચુકાદો કર્યો છે. કોર્ટે કહ્યું કે કોરોનાના દર્દીઓની સાથે જાનવરોથી પણ ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને મૃતદેહો કચરામાંથી મળી રહ્યા છે. કોર્ટે આ મુદ્દે ચાર રાજ્યો પાસેથી રીપોર્ટ માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશભરના કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓની યોગ્ય દેખભાળ કરી રહ્યા નથી અને પરિવારના સભ્યોને તેના મોત વિશે સુચના આપી રહ્યા નથી અને તેમને બોલાવાતા પણ નથી. સુપ્રીમ કોર્ટે દિલ્હીના LNJથી હોસ્પિટલ સહિત અન્ય સરકારી હોસ્પિટલોને આ અંગે જવાબ આપવા માટે નોટીસ ફટકારવામાં આવી છે.

કોર્ટે રાજ્યોના મુખ્ય સચિવોને કહ્યું છે કે, તે રોગી પ્રબંધન પ્રણાલીની સ્થિતિ અંગે રીપોર્ટ રજુ કરવા કહ્યું. કોર્ટે હોસ્પિટલોમાં મૃતદેહો વચ્ચે રહેવા મજબુર કોવિડના દર્દીઓને ઉલ્લેખ કરીને દિલ્હીની સ્થિતિને ભયાનક ગણાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હોસ્પિટલ મૃતદેહોને રાખવામાં યોગ્ય ધ્યાન આપી રહ્યા નથી અને લોકોના પરિવારજનોને તેમના મોત વિશે જાણ કરી રહ્યા નથી.

કોર્ટે કોરોનાના દર્દીઓની યોગ્ય રીતે સારસંભાળ નહી કરવા અંગેની એક અરજીમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પ.બંગાળ અને તામિલનાડુ પાસેથી જવાબ માંગ્યો છે. આ મામલે કોર્ટે કેન્દ્રને કોરોનાના દર્દીઓ અને સંક્રમિત લોકોના મૃતદેહોની વ્યવસ્થા માટે ઉઠાવેલા પગલાઓને ૧૭ જુન સુધી જવાબ આપવા કહ્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ચેન્નાઇ અને મુંબઇની સરખામણીએ દિલ્હીમાં ટેસ્ટીંગ કેમ ઓછા કરવામાં આવી રહ્યા છે.

કોરોનાના દર્દીના મોત પછી તેના મૃતદેહની જાળવણી બાબતે પણ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું છે કે દિલ્હીમાં અને તેની હોસ્પિટલોમાં સ્થિતિ ઘણી ખરાબ છે. ગૃહમંત્રાલયની ગાઇડલાઇનનું પાલન કરવામાં નથી આવી રહ્યું. હોસ્પિટલમાં મૃતદેહની યોગ્ય જાળવણી અને તેનો નિકાલ પણ યોગ્ય રીતે કરવામાં નથી આવી રહ્યો.

સુપ્રીમ કોર્ટે આ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે સ્થિતિ એટલી ખરાબ છે કે કોરોનાના દર્દીના મોત પછી તેના પરિવારજનોને એ બાબતે માહિતી આપવાની તસદી પણ લેવાતી નથી. ઘણાં એવા કેસ જોવા મળ્યા છે કે જેમાં પરિવારજનો પોતાના પ્રિયજનના મોત પછી તેના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થઇ શકયા નથી. સુપ્રીમ કોર્ટે આ મામલે દિલ્હી સરકારને જવાબ આપવા માટે કહ્યું છે.

સુપ્રીમ કોર્ટે LNJP હોસ્પિટલની સ્થિતિને ગંભીરતાથી લીઘી છે અને તેને પણ જવાબ દાખલ કરવા કહેવાયું છે. સુપ્રીમ કોર્ટે સાથે જ આ બાબતે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુને પણ નોટિસ પાઠવી છે. કોર્ટે આ મામલે રાજયોના મુખ્ય સચિવોને કહ્યું છે કે તેઓ દર્દીઓના મેનેજમેન્ટ બાબતે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરે. આ બાબતે આગામી સુનાવણી બુધવારે થશે. સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં કોરોનાના દર્દીઓના મોત પછી તેમના મૃતદેહોની જાળવણી બાબતે ચિંતા વ્યકત કરીને આ કેસને જાતે ધ્યાને લીધો છે.