સુરેન્દ્રનગર પાલિકાના ભાજપના જગદીશ પરમારની આત્મવિલોપનની ચિમકી

Surendranagar Municipal Corporation BJP Member Jagdish Parmar Threatens Suicide सुरेंद्रनगर नगर निगम के भाजपा सदस्य जगदीश परमार ने आत्महत्या की धमकी दी

સુરેન્દ્રનગર 2025
ભાજપ શાસિત સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના વોર્ડ નં.13ના ભાજપના સદ્દસ્ય જગદીશ પરમારે વોર્ડમાં 85 લાખના ખર્ચે બનેલો સીસી રોડ ગણતરીના દિવસોમાં તૂટી ગયો હોવાના આક્ષેપ સાથે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે. ભાજપના સદ્દસ્યએ કોન્ટ્રાકટરની ડિપોઝીટ જપ્ત કરી બ્લેક લીસ્ટમાં મુકવાની માંગ કરી હતી.

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના 20 વર્ષ બાદ પાલિકા તંત્ર દ્વારા અંદાજે રૂ.85 લાખથી વધુના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવ્યા છે. પરંતુ સીસી રોડ બન્યાના માત્ર થોડા દિવસો બાદ જ રોડ તુટી જતા અને ખાડાઓ પડતા આ વોર્ડમાંથી ચુંટાયેલ ભાજપના સદ્દસ્ય જગદીશ પરમારે બે દિવસ પહેલા પાલિકા તંત્રને સીસી રોડની કામગીરીમાં લેબ ટેસ્ટીંગ કર્યા વગર તેમજ પુરતી માત્રમાં સીમેન્ટ વાપર્યા વગર કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવી નાંખ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી બ્લેક લીસ્ટ કરવાની માંગ કરી હતી. પરંતુ તેમ છતાંય કોય હકારાત્મક ઉકેલ ન આવતા ભાજપના સદ્દસ્યએ આત્મવિલોપનની ચીમકી સાથે પાલિકા તંત્રને લેખીત રજુઆત કરી છે અને આગામી ૧૫ દિવસમાં કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી તેની ડિપોઝીટ જપ્ત કરી બ્લેક લીસ્ટમાં મુકવામાં નહિં આવે તો કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનની ચીમકી આપી હતી.