Tag: Breaking news
ધનજી ઓડ ઉર્ફે ઢબુડી ફરતે કસાતો જતો સકંજો
ગાંધીનગર,તા:૧૪ અંધશ્રદ્ધાનો ધંધો ચલાવનારા ધનજી ઓડ ઉર્ફે ઢબુ઼ડીની ફરતે હવે કાયદાનો સકંજો કસાતો જઈ રહ્યો છે. ઢબુડીના નામે ધનજીએ કરેલાં અનેક તરકટો પરથી પોલીસ તબક્કાવાર પડદો ઊંચકી રહી છે, અને ધનજીની મુસીબતો વધી રહી છે.
કેન્સરની દવા બંધ કરાવી યુવકનું મોત નીપજાવનારા ધનજી સામે મૃતક યુવાનના પિતા ભીખાભાઈ મણિયાએ બાંયો ચડાવી છે, અને તેને લગતા પુરાવા પેથાપ...
સોમનાથ મંદિરની સુરક્ષા હવે મરિન ટાસ્ક ફોર્સને સોંપાઈ
ગુજરાત 1600 કિ.મી.નો વિશાળ દરિયાકાંઠો ધરાવે છે, જેના દ્વારા આતંકીઓ સરળતાથી અતિસંવેદનશીલ ગતિવિધિઓને અંજામ આપી શકે છે. મુંબઈ પર હુમલો કરનારા આતંકીઓએ પણ ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કર્યો હતો. આ આશંકાને જોઈને અતિસંવેદનશીલ ગણાતા સોમનાથ મહાદેવની સુરક્ષા પણ હવે મરિન ટાસ્ક ફોર્સને સોંપવામાં આવી છે.
સંભવિત આતંકી ઘટનાને ટાળવા માટે મરિન ટાસ્ક ફોર્સના તાલીમ...
અમરેલીના નવાબંદરની બોટની સમુદ્રમાં જળસમાધિ
અમરેલી,તા:૧૩ બે દિવસ પહેલાં માછીમારી માટે નીકળેલી નવાબંદરની ફિશિંગ બોટે દરિયામાં જળસમાધિ લીધી, જેમાં બોટમાં સવાર તમામ આઠ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા.
બે દિવસ પહેલાં નવાબંદરથી ટંડેલ રમેશભાઈ માડણભાઈ કૈલાસપ્રસાદ નામની બોટમાં અન્ય માછીમારોને સાથે લઈ દરિયામાં ગયા હતા, જ્યાં 18 નોટિકલ માઈલ દૂર અકસ્માત સર્જાતાં બોટે જળસમાધિ લીધી હતી. બોટે જળસમાધિ...
મોરબીના સિરામિક ઉદ્યોગકારો પર NGTનો વધુ એક કોરડો
મોરબી,તા:૧૩ મોરબીના સિરામિક ઉદ્યોગકારો પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે વધુ એક કોરડો વીંઝતાં રૂ.500 કરોડનો દંડ ફટકાર્યો છે. એનજીટીએ કોલગેસ વાપરવા પ્રતિબંધ મૂકી દેતાં આમ તો લગભગ તમામે નેચરલ ગેસ વાપરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ અગાઉ કોલગેસ વાપર્યો હોવા અંગે એનજીટીએ આ પગલું ભર્યું છે.
કેટલાક સિરામિક ઉદ્યોગકારોએ આરોપ મૂક્યો છે કે મંજૂરી લીધી હોવા છતાં GP...
રાજકોટથી મુંબઈની ફ્લાઈટ સોમવારથી શરૂ
રાજકોટ,તા:૧૩ રાજકોટના અનેક વ્યવસાયીઓ પોતાના કામઅર્થે મુંબઈ સતત આવતા-જતા રહે છે, જેઓ બસ અથવા ટ્રેનમાં મુંબઈ જાય છે પણ મહામૂલા સમયનો ખૂબ વ્યય થાય છે. આવા વેપારીઓ માટે રાહત આવતા સમાચાર છે. એર ઈન્ડિયા હવે રાજકોટથી રોજ સાંજે મુંબઈની ફ્લાઈટ શરૂ થઈ રહી છે, જેનાથી આવા વેપારીઓને ખૂબ રાહત રહેશે. આ મુદ્દે વ્યવસાયીકો દ્વારા ફ્લાઈટ વધારવાની માગણી કરવામાં આવી હત...
ટિકટોક વીડિયોના કારણે યુવાનને પડ્યો માર
રાજકોટ,તા:૧૩ યુવાનોમાં ટિકટોક વીડિયો હાલમાં ખૂબ હોટ ફેવરિટ થઈ રહ્યા છે. જેમાં મનોરંજનની સાથે બીભત્સ મેસેજ આપતા વીડિયો પણ જોવા મળે છે. આવા જ એક બીભત્સ વીડિયોના કારણે યુવાનને માર મારવામાં આવ્યો. યુવાનને માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
ટિકટોક વીડિયો જે યુવાનોને મનોરંજન પિરસવાની સાથે બીભત્સ વીડિયો પણ પિરસે છે. માલવિય નગરના યુવક ઋ...
જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં વરસાદથી ઘેડમાં સ્થિતિ વણસી
જૂનાગઢ,તા:૧૩
જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં સતત વરસી રહેલો સોનારૂપી વરસાદ ઘેડ પંથક માટે અભિશાપરૂપ બની રહ્યો છે. ભૌગોલિક રીતે રકાબીનો આકાર ધરાવતો ઘેડ પંથક ઉપરવાસમાં સારા વરસાદથી પણ પાણી-પાણી થઈ જાય છે.
જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં સારા વરસાદના કારણે ઓઝત, ઉબેણ, મધુવંતી, ભાદર સહિતની નદીમાં પાણીની ખૂબ આવક થઈ, જેના પરિણામે બધી નદીઓનું પાણી ઘેડ પંથકમા...
વીજ કર્મચારીના યુનિયન નેતાની લાખોની ઉચાપત
રાજકોટઃ વીજ કર્મચારીઓના એક યુનિયનના નેતા ભ્રષ્ટાચારના પગલે ટાંચમાં લેવાયા છે. વીજ કર્મચારી અને યુનિયનના નેતા વિરુદ્ધ ભ્રષ્ટાચાર કરી નાણાંની ઉચાપતની ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદમાં ઉલ્લેખ કરાયા મુજબ આરોપીએ પવનચક્કીના યુનિટ એડજસ્ટમેન્ટમાં ગેરરીતિ આચરીને 6 લાખની રકમની ઉચાપત કરી છે, જેમાં ગ્રાહકને રસીદ આપ્યા બાદ સિસ્ટમમાં રસીદને રદ કરી નાણાંની ઉચાપ...
પોરબંદરના ઘેડ પંથકમાં પાણી જ પાણી
કુતિયાણા,તા:૧૨ સૌરાષ્ટ્રમાં સારા વરસાદ અને ભાદર ડેમ-2ના દરવાજા ખોલાતાં ભાદર નદીમાં પૂર આવ્યું છે. પૂરના પગલે ઘેડ પંથકમાં સાર્વત્રિક પાણી જ પાણી ફેલાઈ ગયું. રકાબી જેવો કુદરતી ભૂભાગ ધરાવતા ઘેડ પંથકમાં ઉપરવાસમાં વરસાદના પગલે પણ પૂર આવી જાય છે.
ઘેડ પંથકમાં પાણી ફેલાઈ જતાં કુતિયાણાથી પસવારીનો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે યાતાયાતને ગંભીર અસર પહોંચી...
જૂનાગઢથી અપહરણ બાદ જામનગરથી ધરપકડ
જામનગર,તા:૧૨ કલ્યાણપુર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી જૂનાગઢથી અપહરણ કરાયેલા આધેડને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવ્યો. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટેલી મતા અને કાર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
ખંડણી માગવાના આશયથી ખંભાળિયાથી ત્રણ શખ્સોએ આધેડ જિતેન સંઘાણીનું ખંભાળિયાથી અપહરણ કર્યું હતું. આરોપીઓએ જિતેનભાઈ પાસેની સોનાની ચેન, રોકડ રૂપિયા અને કારની પણ લૂ...
વાહન ચલાવવું હશે તો અનુસરવા પડશે નિયમો
અમદાવાદ,તા:૧૨ પરિવહન મંત્રાલય દ્વારા ટ્રાફિકને લગતા નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે, તે મુજબ દરેક વાહનચાલકે તેના નિયમો અનુસરવા પડશે. જે મુજબ લાઈસન્સ અને આરસી બુક તમારા મોબાઈલથી લિન્ક કરાવવાં પડશે. આ નિયમ દિલ્હી અને ગુજરાતમાં લાગુ કરી દેવામાં આવ્યો છે, અને તે મુજબ તમામ વાહનચાલકોએ ફરજિયાત આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. તબક્કાવાર હવે સમગ્ર દેશમાં આ નિયમ ...
જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકી હુમલાનું ષડયંત્ર
જમ્મુ,તા:૧૨ નાપાક પાકિસ્તાન વૈશ્વિક થપાટો બાદ પણ ભારતમાં તેનો નાપાક ઈરાદો પાર પાડવામાં બાકી નથી રાખતું, જોવાનું એ છે કે તેમના બદઈરાદા સતર્ક સુરક્ષાદળોના કારણે લગભગ નિષ્ફળ જ જતા હોય છે. જમ્મુ-કાશ્મીર બોર્ડર પરના લખનપુરમાં આતંકીઓ ફરી એક હુમલાનું ષડયંત્ર બનાવતા હતા, પરંતુ સતર્ક સુરક્ષાબળોએ તેમને ઝડપી લીધા. મળેલી બાતમીના આધારે સુરક્ષાબળોએ ત્રણ આતંકીને ...
અમદાવાદ કોર્પોરેશનની અધિકારીઓ માટે બેવડી નીતિ
અમદાવાદ,તા:૧૨ મ્યુનિ. કોર્પોરેશનમાં હાલમાં ઉચ્ચ અધિકારીઓ સાથેની બેવડી નીતિ આંતરિક અસંતોષ ઊભો કરી રહી છે. મ્યુનિ. કમિશનર કેટલાક ચોક્કસ લોકોની તરફદારી કરવા અન્ય અધિકારીઓનો ભોગ લઈ રહ્યા છે, જેના ભાગરૂપે કેટલાક માનીતા કર્મચારીઓને પ્રમોશન આપવાની સાથે કેટલાક અણમાનીતાને નોટિસ આપી સસ્પેન્શનના પગલાં લેવામાં આવ્યાં.
અમદાવાદમાં નિકોલની પાણીની ટાંકીના બાંધક...
પ્રેમલગ્નની અદાવતમાં યુવક અને પરિવાર પર હુમલો
અમદાવાદ,તા:૧૧ યુવતીના પ્રેમલગ્નનાં ત્રણ વર્ષ બાદ સમાધાન માટે બોલાવી પરિજનો દ્વારા હુમલો અને ત્યાર બાદ યુવતીનું અપહરણ કર્યાનો ચોંકાવનારો કિસ્સો બનવા પામ્યો છે. યુવતીના પરિજનોએ સમાધાન માટે બોલાવી યુવકના પરિજનો પર સશસ્ત્ર હુમલો અને ત્યારબાદ યુવકના પરિવાર પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં યુવકના પરિવારજનો પણ ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટના...
વરસાદ બાદ અમદાવાદના રસ્તાઓ પર ખાડાનું રાજ
અમદાવાદ,તા:૧૧ વરસાદ પહેલાં કોર્પોરેશન દ્વારા અવનવી પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, જેમાં રસ્તા પર પાણી ન ભરાય તેની કામગીરી ઉપરાંત વિવિધ રસ્તાઓ પર ખાડા હોય તે પૂરી ચોમાસામાં વાહનચાલકોને નડતરરૂપ ખાડા ફરી ન પડે તે જોવાનું કામ પણ સામેલ છે.
જો કે અમદાવાદના આ વખતના વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે. બે દિવસના સિઝનના સારા વરસાદના પગલ...