Tag: crime
381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન પકડાયા, બેંકમાં વ્યાપક છેતરપીંડી
અમદાવાદ : વિદેશી બેંકોના ખાતેદારોનો ચોરાયેલો ડેટા ડમી એટીએમ કાર્ડમાં અપલોડ કરી જુદાજુદા એટીએમ સેન્ટર ખાતેથી રોકડ રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો અમદાવાદની યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંજરાપોળ ખાતેની હોટલમાં રોકાયેલા બેંગ્લુરૂના બે શખ્સોને ઝડપી લઈ પોલીસે 381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન, 1.02 લાખ રોકડ, ત્રણ મોંબાઈલ ફોન અને એક લેપટોપ કબ્...
પાટીદારો પર માત્ર 31 પોલીસ અત્યાચાર શોધાયા પણ બે વર્ષથી કોઈ અહેવાલ નહી...
પોલીસ અત્યાચારની ઘટનાઓ અનેક બની પણ મોટા ભાગની તપાસ થઈ નહીં
પોલીસ અત્યાચાર મામલે જસ્ટીસ કે. એ. પૂંજ કમિશનની મુદત સપ્ટેમ્બરનાં અંતમાં પૂર્ણ થશે, પણ અહેવાલના ઠેકાણા નહીં, સરકાર તરફે 111 સરકારી અધિકારીઓએ આ મામલે સોગંદનામા રજૂ કર્યા
અમિત શાહને પાડીદારો જવાબદાર માને છે
ગાંધીનગર : વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોની તપાસ માટે ર...
હિમતનગરમાં ચાલતી બોગસ પેરામેડીકલ ઈન્સટીટયુટના સંચાલક વિરુધ્ધ ફરિયાદ
છેલ્લા કેટલાક સમયથી હિમતનગર જીલ્લામાં પેરામેડીકલ ઈન્સ્ટીટયુટ નો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે હિંમતનગરના ગીરધરનગર વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી ચાલતી એક બોગસ પેરામેડીકલઈન્સ્ટીટયુટના સંચાલક સામે રુપિયા પડાવીને છેતરપીંડી કરવા બદલ એક આરોગ્ય વિભાગના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે
આ અંગે આરોગ્ય વિભાગના ટીઆઈટીસીઓ મુળજીભાઈ બહેચરભાઈ પટે...
એસીબીએ સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહીયાની મિલકતોની તપાસ આરંભી
અમદાવાદ, તા.30
સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહીયાએ તેની કથિત પત્નીને સવા બે કરોડનો ફલેટ અપાવ્યો હોવાની હકિકત સામે આવતા તેનીએસીબીએ ખાનગી રાહે તપાસ શરૂ કરી દીધી છે. ચારિત્ર્યહીન ગૌરવ દહીયાએ ડિસેમ્બર-2018માં ચાર સ્થાવર મિલકત જાહેર કરીછે. જેમાં શેલા-બોપલ રોડ પર આવેલી મિલકતની રકમનો ઉલ્લેખ કરાયો નથી. જ્યારે હરિયાણામાં આવેલી ત્રણ મિલકતની કિંમત 3.84 કરોડ દર્શા...
રીસાયેલી પત્ની પાછી નહીં ફરતા ભાવનગરના પતિએ જાહેરમાં પત્નીને ગોળી મારી...
ભાવનગર,તા:૨૮ ભાવનગરના હિમાલયા મોલ નજીક આજે બુધવારે બપોરના એક વાગ્યાના સુમારે રસ્તા પર પસાર થઈ રહેલી બે યુવતીની નજીક આવી એક યુવકે ગોળીબાર કરતાં યુવતી ત્યાં જ ફસડાઈ પડી હતી. ઘટના બાદ યુવક ત્યાંથી ફરાર થઈ ગયો છે. ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેણે ગોળીબાર કરનાર પોતાનો પતિ અશોક સોયથાણી હોવાનું પોલીસને જણાવ્યું છે.
સદકાર્ય હોસ્પિટલમાં સારવ...
રાતોરાત લખપતિ બનવા બિલ્ડર યુવકનું અપહરણ કરનારા ત્રણ આરોપીની ધરપકડ
અમદાવાદ, તા.27
સેટેલાઈટના 100 ફૂટ રોડ પર રહેતા બિલ્ડરનું તેની જ કારમાં અપહરણ કરી લઈ જઈ રૂપિયા 50 લાખની ખંડણી માંગનારાત્રણ યુવકોની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે. રાતોરાત લખપતિ બનવા માટે યુવકોએ જોધપુર સ્તવન અવીશામાં રહેતા 29વર્ષીય બિલ્ડર પ્રતિક ડાહ્યાભાઈ ચોવટીયા-પટેલના અપહરણનો પ્લાન બનાવ્યો હતો અને તેમને ઘર પાસેથી જ તેમની જ કારમાં ઉઠાવી ગયા હતા.પ્ર...
આનંદીબેન-અનારના 900 કરોડના જમીન કૌભાંડને સત્તા માટે સિડી બનાવનારા રૂપા...
અમદાવાદ, તા.27
નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, અનાર પટેલ, ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રવાસન નિગમના એમડી, 7 અધિકારીઓની જમીન કૌભાંડમાં સંડોવણી બહાર આવ્યા બાદ કોઈ પગલાં આજ સુધી ભરાયા નથી. રૂ. 900 કરોડની કિંમત આ જમીનની ગણાતી હતી ત્યારે તે રૂ.27 કરોડમાં આપી હતી. આજે આ જમીનની કિંમત રૂ.2000 કરોડ આસપાસ થાય છે. તેની તપાસ કરવા માટે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું ...
કોલગર્લ સર્વિસ પૂરી પાડવાની લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
અમદાવાદ, તા.23
કોલગર્લ સર્વિસ આપવાની લાલચ આપી અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેનારી ઠગ ટોળકીનો ગાંધીનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. એલસીબીએ અગોરા મોલ પાસે આવેલા એટલાન્ટીક પાર્કમાં ભાડે રખાયેલા ફલેટમાં ચાલતા બોગસ કોલ સેન્ટર પર દરોડો પાડી સૂત્રધાર સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 1.28 લાખ રોકડ, સાત મોબાઈલ ફોન અને હિસાબ...
નડિયાદ બસનો ડ્રાઈવર નશામાં ધૂત
અરવલ્લી,તા:૨૨
સલામતી સવારી એસટી અમારી સુત્રમાં એસટીને સલામત તરીકે ચિતરવામાં આવી છે પરંતુ ગુજરાત એસટીના કેટલાક ડ્રાઇવરો સરેઆમ લીરેલીરા ઉડાડી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં ૩ મહિનાના ટૂંકા ગાળામાં દારૂપીને નશામાં ધૂત બની હંકારતા ૫ થી વધુ ડ્રાઈવર ઝડપાઈ ચુક્યા છે પરંતુ એવા અનેક ડ્રાઇવરો હશે જે લોકોના હાથે નહીં ચડ્યા હોય કે પછી પકડાયા નહીં હોય. અહીં પ્...
6 હજાર શિક્ષકોને રૂ.200નો દંડ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણી કરતાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મળવા જોઈએ તેના કરતાં ઓછા ગુણ આપીને હજારો વિદ્યાર્થીઓનું ભાવિ ખરાબ કરનારા 6 હજાર શિક્ષકો સામે ગાંધીનગર બોર્ડની કચેરીએ બોલાવીને દંડનાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં રૂ.100થી 200ન...
ટ્રક-કારના અકસ્માતમાં હાસ્યાસ્પદ ઘટના : કાર ચાલકે ટ્રકના ટાયર કાઢી લીધ...
ધનસુરા, તા.૧૮
અરવલ્લી જીલ્લામાં ભારે વાહનચાલકો પુરઝડપે અને બેફામ વાહનો હંકારતા હોવાથી અક્સ્માતનનો સીલસીલો સતત ચાલી રહ્યો છે. ધનસુરાના ખેડા ગામ નજીક ટ્રક-કાર વચ્ચે સામાન્ય અકસ્માત થતા કાર ચાલકે ટ્રક ચાલક પાસે દાદાગીરી કરી વળતર માંગતા ટ્રક ચાલકે અસહમતી દર્શાવતા કાર ચાલકે ટ્રકના બે ટાયર કાઢી લઈ રિક્ષામાં મૂકી દેતા રમુજી ઘટના સર્જાઈ હતી. ટ્રક ચાલક ક...
પાલડીમાં દુકાન ભાડુઆત અને તેના પુત્રોએ વૃદ્ધ વિધવા પર હુમલો કર્યો
પાલડીમાં ભાડાની દુકાનમાં પૂજા ટ્રાવેલ્સ નામથી ધંધો કરતા પિતા અને બે પુત્રોએ દુકાન માલિક વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો છે. એલિસબ્રિજ પોલીસે આ મામલે વિનોદ, વિનોદના પુત્ર વિશાલ અને રાહુલ સામે ગુનો નોંધ્યો છે.
વાસણા વૃંદાવન વિહાર સોસાયટીમાં રહેતા મજુંલાબહેન બાલચંદ વ્યાસ (ઉ.75) તેમના પુત્ર સાથે રહે છે. મજુંલાબહેનની માલિકીની દુકાન પાલડી સુવિધા ચાર રસ્તા ...
ગાંજા સાથે એક શખ્સની એસ.ઓજી.એ. ધરપકડ કરી
એસ.ઓ.જી. - ક્રાઈમ બ્રાંચે શહેરકોટડા મીટરગેજ રેલવે સ્ટેશન પાસેથી એક શખ્સને 8.820 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો છે. પીએસઆઈ પી.કે.ભૂત અને સ્ટાફે બાતમીના આધારે મીટર ગેજ સ્ટેશન પાસેથી બાઈક પર જઈ રહેલા મજીદ રહેમાનભાઈ શેખ (રહે. ભઠીયારાની ગલી, હોજવાળી મસ્જીદ સામે, રાજપુર-ગોમતીપુર)ને રોકી તેના થેલામાંથી ગાંજાના બે પેકેટ કબ્જે કર્યા હતા. 1.21 લાખની કિંમત...
ખંભીસરમાં દલિત વરઘોદાને મામલે : ૧૬ મહિલા આરોપીનું આત્મસમર્પણ સાબરમતી જ...
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના સમાજના યુવક જયેશ ડાહ્યાભાઈ રાઠોડનો ૧૨મી મે રવિવારે લગ્ન હોવાથી તેનો વરઘોડો ગામમાં ફરવાનો હોવાથી ગામમાંથી વરઘોડો ન કાઢવા અંગે પટેલ સમુદાયના લોકો સાથે વિવાદ થયો હતો. જેથી પોલીસ રક્ષણ સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડો ગામમાંથી ન નીકળે તે માટે ગામલોકોએ રસ્તામાં ઠેર ઠેર યજ્ઞ યોજતા ત્રણ-ચા...
અસરકારક કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ, અટકાયત કરી જેલમાં મોકલી આપ્યા
જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેએ અમદાવાદ જિલ્લામાં દારૂના ધંધા સાથે સંકળાયેલા ૭ જેટલા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી તેમને જેલમાં મોકલી આપ્યાં છે. જિલ્લામાં પ્રોહિબીશનની અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા જિલ્લા પોલીસ અધિક્ષક અમદાવાદ(ગ્રામ્ય) શ્રી આર.વી.અસારીએ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી આ કાર્યવાહી કરી છે. આ અસરકારક કાર્યવાહીથી અસમાજિક ત...
ગુજરાતી
English